#DonaldTrump Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/donaldtrump/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 19 Jul 2025 12:59:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #DonaldTrump Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/donaldtrump/ 32 32 ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’ https://www.gujaratinside.com/2025/07/19/my-intervention-prevented-indo-pak-war-5-fighter-jets-were-shot-down/ https://www.gujaratinside.com/2025/07/19/my-intervention-prevented-indo-pak-war-5-fighter-jets-were-shot-down/#respond Sat, 19 Jul 2025 12:59:23 +0000 https://www.gujaratinside.com/?p=14898 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું. ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો...

The post ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું.

ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો હતો”

ટ્રમ્પે જણાવ્યું કે, “પહલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો હતા અને લડાઈના એ તબક્કે લગભગ પાંચ ફાઈટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા હતા.”  તેમણે દાવો કર્યો કે તેમની દખલથી સ્થિતિ સંભાળી શકાઈ હતી. ટ્રમ્પે કહ્યું, “મેં ઘણા મોટા યુદ્ધોને રોકવામાં ભૂમિકા ભજવી છે, અને ભારત-પાકિસ્તાન વચ્ચે પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી. જો મારી દખલઅંદાજી ન હોત, તો શક્ય છે કે પરમાણુ સંઘર્ષ થઈ ગયો હોત.”

“અમે વેપાર દ્વારા દબાણ બનાવ્યું”

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, તેમણે વેપારના દબાણ દ્વારા બંને દેશોને સંયમ રાખવા મજબૂર કર્યા હતા. “અમે કહ્યું કે જો તમે શસ્ત્રો (અથવા પરમાણુ શસ્ત્રો)નો ઉપયોગ કરશો તો અમે કોઈ વેપાર કરાર નહીં કરીએ” એમ ટ્રમ્પે ઉમેર્યું.

ભારતે તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ફાઈટર જેટ્સ

ટ્રમ્પના દાવાની સમર્થનરૂપ ભારત તરફથી 10 મેના રોજ એર માર્શલ એ. કે. ભારતીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના ઘણા હાઈ-ટેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા છે, જોકે ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં નહોતી આવી. બીજી તરફ પાકિસ્તાને ભારતીય દાવાઓ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે માત્ર એક પાકિસ્તાની વિમાનને નુકસાન થયું છે. પાકિસ્તાનનો દાવો છે કે તેમણે ભારતીય વાયુસેના (IAF)ના રાફેલ સહિત છ વિમાનોને તોડી પાડ્યા છે.

CDS જનરલ અનિલ ચૌહાણનુ નિવેદન

ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, “હા, કેટલાક ફાઈટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા, પણ તેમની સંખ્યા મહત્વપૂર્ણ નથી. મહત્વનું એ છે કે કઈ ભૂલના કારણે એવું થયું અને ભારતે ત્યારબાદ તે ભૂલોને ઝડપથી સુધારી હતી.” તેમણે ઉમેર્યું કે, “પરિસ્થિતિનો યોગ્ય અને તત્કાલ જવાબ આપવો ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા દર્શાવે છે.”

ટ્રમ્પના દાવા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણ અને દક્ષિણ એશિયા પર તેના દબાણ અંગે ચર્ચા ઉભી કરી રહ્યાં છે. તેમની વાતો ઘણીવાર વિવાદાસ્પદ રહી છે, પરંતુ તેમની ભાષામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવનું ગંભીરતાપૂર્વકનું વર્ણન ચોક્કસપણે ચિંતાજનક છે.

The post ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/19/my-intervention-prevented-indo-pak-war-5-fighter-jets-were-shot-down/feed/ 0
અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું https://www.gujaratinside.com/2025/07/18/america-has-declared-trf-as-an-international-terrorist-organization-responsible-for-the-pahalgam-attack/ https://www.gujaratinside.com/2025/07/18/america-has-declared-trf-as-an-international-terrorist-organization-responsible-for-the-pahalgam-attack/#respond Fri, 18 Jul 2025 04:26:07 +0000 https://www.gujaratinside.com/?p=14852 અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ...

The post અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે.

વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી TRFએ લીધી હતી.

આ નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા અને આતંકવાદ સામે કરાતી કડક કાર્યવાહીની પ્રતિબિંબ રૂપે લેવામાં આવ્યો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ પગલાં રાષ્ટ્રપતિના ન્યાય માટેના સંકલ્પ અને આતંકીઓ સામે જડબાતોડ કાર્યવાહી કરવાની ઢંઢેરા સમાન છે.

આ ઘટના તે સમયે બની છે જ્યારે કોંગ્રેસના નેતા શશી થરુરના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે અમેરિકા સહિત વિવિધ દેશોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઓપરેશન સિંદૂર અને આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાની ચર્ચા કરવામાં આવી હતી.

TRFને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી જાહેર કરવાથી હવે તેના પર આર્થિક અને કાનૂની દબાણ વધશે, અને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં સહાયરૂપ થશે.

The post અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/18/america-has-declared-trf-as-an-international-terrorist-organization-responsible-for-the-pahalgam-attack/feed/ 0
અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી https://www.gujaratinside.com/2025/07/12/strict-screening-will-continue-even-after-getting-us-visa-warning-of-deportation-for-lawbreakers/ https://www.gujaratinside.com/2025/07/12/strict-screening-will-continue-even-after-getting-us-visa-warning-of-deportation-for-lawbreakers/#respond Sat, 12 Jul 2025 17:31:39 +0000 https://www.gujaratinside.com/?p=14762 અમેરિકાના વિઝા મળ્યા પછી પણ હવે મુસાફરો માટે ચેતવાની જરૂર છે. અમેરિકા સરકાર, ખાસ કરીને ટ્રમ્પ શાસન હેઠળ, ઇમિગ્રેશન સંબંધિત નિયમો વધુ કડક બનાવી રહી છે. હાલમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા મંજૂરી બાદ પણ સતત ‘વિઝા સ્ક્રીનિંગ’ કરવામાં આવશે. કાયદા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વિઝાધારકોનा વિઝા રદ કરીને તેમને દેશનિકાલ...

The post અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના વિઝા મળ્યા પછી પણ હવે મુસાફરો માટે ચેતવાની જરૂર છે. અમેરિકા સરકાર, ખાસ કરીને ટ્રમ્પ શાસન હેઠળ, ઇમિગ્રેશન સંબંધિત નિયમો વધુ કડક બનાવી રહી છે. હાલમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા મંજૂરી બાદ પણ સતત ‘વિઝા સ્ક્રીનિંગ’ કરવામાં આવશે. કાયદા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વિઝાધારકોનा વિઝા રદ કરીને તેમને દેશનિકાલ કરવામાં આવી શકે છે.

‘વિઝા સ્ક્રીનિંગ’ શું છે?

વિઝા સ્ક્રીનિંગનો અર્થ છે કે વિઝા મળ્યા પછી પણ વિઝાધારક અમેરિકન કાયદાઓ અને વિઝા શરતોનું પાલન કરે છે કે નહીં એની સતત તપાસ. માત્ર વિઝા મેળવવો હવે પૂરતું નથી. જો કોઈ વિઝાધારક ખોટી માહિતી આપે છે, કાયદો તોડે છે અથવા સોશિયલ મીડિયા પર અયોગ્ય વસ્તુ શેર કરે છે, તો તેમનો વિઝા રદ થઈ શકે છે.

સોશિયલ મીડિયા ચકાસણી પણ ફરજિયાત

F, M અને J કેટેગરીના વિઝા (સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝા) માટે અરજી કરતા અરજદારો માટે નવી શરતો મૂકવામાં આવી છે.

  • ઉમેદવારોએ છેલ્લા પાંચ વર્ષમાં ઉપયોગમાં લીધેલા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જાહેર (Public) રાખવાના રહેશે.
  • અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓ આ એકાઉન્ટ્સની ચકાસણી કરશે અને ઉમેદવારની પાત્રતા, વ્યક્તિત્વ અને ઈરાદા વિશે જાણશે.
  • ખોટી માહિતી આપનારાઓની અરજી સિદ્ધાંતતઃ નકારાઈ શકે છે, અને ગંભીર અવ્યવહાર માટે આજીવન વિઝા પ્રતિબંધ પણ આવી શકે છે.

“વિઝા હક નથી, વિશેષાધિકાર છે”

દૂતાવાસે સ્પષ્ટ જણાવ્યું છે કે અમેરિકન વિઝા કોઈ નો હક નથી, પણ દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને અપાતો વિશેષાધિકાર છે. તેથી તમામ અરજદારે યોગ્ય માહિતી આપવી અને તમામ કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે.

‘વિઝા ઈન્ટિગ્રિટી ફી’ લાગૂ થશે

ટ્રમ્પ સરકારના નવા નિયમો મુજબ તમામ નોન-ઈમિગ્રન્ટ વિઝા અરજદારો માટે USD 250 (અંદાજે ₹21,000)ની વધારાની “વિઝા ઈન્ટિગ્રિટી ફી” લેવામાં આવશે.

  • આ ફી વર્ષ 2026થી અમલમાં આવશે.
  • શરતો પૂર્ણ થતા કેટલાક કેસમાં ફી પરત પણ થઈ શકે છે.

ગેરકાયદે પ્રવેશ પર જેલ કે દેશનિકાલ

અમેરિકન દૂતાવાસે ચેતવણી આપી છે કે ગેરકાયદે રીતે પ્રવેશ કરનારાઓને જેલ કે તરત દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, આવાં લોકો માટે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિઝા માટે અરજી કરવાની તક પણ બંધ થઈ શકે છે.

હવે વિઝા મેળવવો એક વારની પ્રક્રિયા રહી નથી, પણ સતત જવાબદારીભર્યું પાલન જરૂરી છે. વિઝાધારકોએ ખાસ કરીને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવી, સાચી માહિતી આપવી અને અમેરિકન કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે.

The post અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/12/strict-screening-will-continue-even-after-getting-us-visa-warning-of-deportation-for-lawbreakers/feed/ 0
ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક; રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું https://www.gujaratinside.com/2025/07/06/major-lapse-in-trumps-security-passenger-plane-enters-presidents-golf-course/ https://www.gujaratinside.com/2025/07/06/major-lapse-in-trumps-security-passenger-plane-enters-presidents-golf-course/#respond Sun, 06 Jul 2025 14:37:14 +0000 https://www.gujaratinside.com/?p=14648 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. 5 જુલાઈના રોજ ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર સ્થિત તેમના ખાનગી ગોલ્ફ કોર્સ પર એક પેસેન્જર વિમાને ટેમ્પરરી ફ્લાઈટ રિસ્ટ્રિક્શન (TFR)નો ભંગ કર્યો હતો. આ ઘટનાની પુષ્ટિ ઉત્તરીય અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) દ્વારા કરવામાં આવી છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોરસમાં હાજર હતા...

The post ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક; રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. 5 જુલાઈના રોજ ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર સ્થિત તેમના ખાનગી ગોલ્ફ કોર્સ પર એક પેસેન્જર વિમાને ટેમ્પરરી ફ્લાઈટ રિસ્ટ્રિક્શન (TFR)નો ભંગ કર્યો હતો. આ ઘટનાની પુષ્ટિ ઉત્તરીય અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) દ્વારા કરવામાં આવી છે.

ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોરસમાં હાજર હતા ત્યારે ઘટી ઘટના

માહિતી મુજબ, બપોરે 2:39 વાગ્યે ઘટના બની હતી, ત્યારે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગોલ્ફ કોર્સમાં હાજર હતા. ટ્રમ્પની હાજરીને કારણે વિસ્તારમાં TFR લાગુ કરાયું હતું. છતાં એક સામાન્ય પેસેન્જર વિમાન પ્રતિબંધિત હવાઈ વિસ્તારમાં પ્રવેશી ગયું, જેને પગલે રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી જણાઈ આવી છે.

ફાઈટર જેટ્સે ‘હેટબટ’ રણનીતિ અપનાવી વિમાનને બહાર કાઢ્યું

NORADના ફાઈટર જેટ્સ તુરંત હરકતમાં આવી ગયા હતા અને ઇન્ટરસેપ્ટ કરીને પેસેન્જર વિમાનના પાયલટનું ધ્યાન દોર્યું. હેટબટ પદ્ધતિ દ્વારા સંકેત આપીને પાયલટને વિમાન પ્રતિબંધિત વિસ્તારથી સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ, TFR લાગુ હોવા છતાં તે દિવસે કુલ પાંચ વખત આવા ઉલ્લંઘન થયાં હતાં. અગાઉ પણ ત્રણ વખત આવો ભંગ થવા પામ્યો હતો. પરિણામે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

એરફોર્સે પાયલટ્સને કડક ચેતવણી આપી

યુ.એસ. એરફોર્સે FAA દ્વારા જારી કરવામાં આવેલી NOTAMs (1353, 1358, 2246, 2247)ના પાલન અંગે પાયલટ્સને કડક સૂચનાઓ આપી છે. એરફોર્સે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, “કોઈ બહાનું નહીં ચાલે. જો તમે બેડમિન્સ્ટર વિસ્તારમાં ઉડાનનું આયોજન કરો છો, તો ખાસ સાવચેતી રાખો.”

TFR ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી શક્ય

NORADએ સ્પષ્ટ કહ્યું છે કે, TFRનું ઉલ્લંઘન થયા પર સસ્પેન્શન, દંડ તેમજ ક્યારેક વિમાનને તોડી પાડવાની કાર્યવાહી પણ શક્ય છે. આ અંગે યુ.એસ. એરફોર્સે અગાઉ વીડિયો જાહેર કરીને પણ ચેતવણી આપી હતી.

The post ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક; રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/06/major-lapse-in-trumps-security-passenger-plane-enters-presidents-golf-course/feed/ 0
ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો https://www.gujaratinside.com/2025/06/30/canada-withdraws-digital-tax-decision-against-companies-like-google-amazon/ https://www.gujaratinside.com/2025/06/30/canada-withdraws-digital-tax-decision-against-companies-like-google-amazon/#respond Mon, 30 Jun 2025 08:19:12 +0000 https://www.gujaratinside.com/?p=14535 ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે. કેનેડિયન નાણા...

The post ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર કડક વલણ જાળવી રાખતાં કેનેડા અંતે ઝૂકવા તૈયાર થયુ છે. કેનેડાએ અમેરિકાની એમેઝોન, ગુગલ જેવી ટેક્નોલોજી કંપનીઓ પર લાગુ ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) રદ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો અમલ સોમવારથી શરૂ થઈ ચૂક્યો છે. કેનેડાએ આ પગલાં પાછળનો ઉદ્દેશ અમેરિકા સાથે અટકેલી વેપાર મંત્રણાને આગળ વધારવાનો છે.

કેનેડિયન નાણા મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન કર્યું છે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 21 જુલાઈ સુધીમાં નવા વેપાર કરાર પર સંમતિ માટે વાટાઘાટો ફરી શરૂ કરવા જઈ રહ્યા છે.

ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરાશે

કેનેડિયન નાણા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે, સોમવારથી ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરવામાં આવશે. જેના માટે ફાઈનાન્સ મિનિસ્ટર ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન સોમવારે ડિજિટલ સર્વિસ ટેક્સ એક્ટને રદ કરતું એક બિલ રજૂ કરશે. DSTની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. કેનેડામાં કાર્યરત ઘણી મોટી ટેક કંપનીઓ કેનેડિયન નાગરિકો પાસેથી થતી આવક પર ટેક્સ ચૂકવતી ન હતી. જેથી કેનેડાએ ડિજિટલ સર્વિસ ટેક્સ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ BIG NEWS: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત

ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂકવા તૈયાર 

ટ્રમ્પે અચાનક કેનેડા દ્વારા વસૂલવામાં આવતો ડિજિટલ સર્વિસ ટેક્સને અમેરિકા પર સીધો અને સ્પષ્ટ હુમલો ગણાવતાં વેપાર મંત્રણા બંધ કરવાની જાહેરાત કરી હતી. રવિવારે ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કેનેડા કેટલાક ટેક્સ નાબૂદ નહીં કરે ત્યાં સુધી અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી વેપાર કરાર મુદ્દે ચર્ચાઓ આગળ વધશે નહીં.

The post ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓ સામે કેનેડાએ ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/06/30/canada-withdraws-digital-tax-decision-against-companies-like-google-amazon/feed/ 0