Double Voting Allegation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/double-voting-allegation/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 10 Aug 2025 14:59:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Double Voting Allegation Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/double-voting-allegation/ 32 32 ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’ https://www.gujaratinside.com/2025/08/10/rahul-gandhi-double-voting-allegation-eci-response/ https://www.gujaratinside.com/2025/08/10/rahul-gandhi-double-voting-allegation-eci-response/#respond Sun, 10 Aug 2025 14:59:23 +0000 https://www.gujaratinside.com/?p=16087 વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા...

The post ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ, આ માહિતી ચૂંટણી પંચના જ રેકોર્ડમાંથી લીધી છે.

આ દાવાની પરેક્ષણ કરતી વખતે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવાયું છે કે, શકુન રાનીએ માત્ર એક વખત જ મતદાન કર્યું હોવાનું તેમનું કહેવું છે અને પ્રાથમિક તપાસમાં જે દસ્તાવેજો રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, તે અધિકૃત સ્ત્રોતમાંથી નથી લાગતાં.

ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “તમે જે દસ્તાવેજો રજૂ કર્યા છે, તે અમને મોકલવા વિનંતી છે જેથી અમે તેના આધારે યોગ્ય તપાસ કરી શકીએ.” ચૂંટણી પંચની દલીલ છે કે, આવા ગંભીર આરોપોનો આધારવાળા પુરાવા જરૂરી છે અને જો તેઓ ઉપલબ્ધ છે તો તેમની પુષ્ટિ કરવી જરૂરી છે.

 

The post ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/10/rahul-gandhi-double-voting-allegation-eci-response/feed/ 0