#Dwarka Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/dwarka/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 17 Jul 2025 15:27:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Dwarka Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/dwarka/ 32 32 ‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો https://www.gujaratinside.com/2025/07/17/the-political-atmosphere-heated-up-due-to-the-statement-of-veteran-leader-vikram-madam/ https://www.gujaratinside.com/2025/07/17/the-political-atmosphere-heated-up-due-to-the-statement-of-veteran-leader-vikram-madam/#respond Thu, 17 Jul 2025 15:27:30 +0000 https://www.gujaratinside.com/?p=14833 દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતેના સાની ડેમ પર યોજાયેલા પ્રમુખ પદગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. “હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી” જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મજબૂત પકડ રાખતા વિક્રમ માડમએ કહ્યું,...

The post ‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતેના સાની ડેમ પર યોજાયેલા પ્રમુખ પદગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તેઓ ચૂંટણી નહીં લડે.

“હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી”
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મજબૂત પકડ રાખતા વિક્રમ માડમએ કહ્યું, “જનતાને જે સમજવું હોય એ સમજે, પણ હવે હું દેવભૂમિ દ્વારકાની અંદર કોઈ ચૂંટણી લડવાનો નથી.

તેમણે મીડિયા સમક્ષ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, “હવે હું રાજકારણમાંથી દૂર રહીશ. વિક્રમ માડમ એકવાર બોલે તો એ જ પ્રતિજ્ઞા હોય. જ્યાં સુધી જનતા પોતાની લડાઈ જાતે નહીં લડે, ત્યાં સુધી કોઈ નેતા શું કરી શકે? જો પાંચ વર્ષ કામ કર્યા પછી પણ જનતા પાંચ મત ન આપે, તો મારે હવે બદલાવ લાવવો પડશે — અને હું હવે બદલાઈ ગયો છું.

રાજકીય ચર્ચા અને વિમર્શ શરૂ
વિક્રમ માડમના આ નિવેદન બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા શરૂ થઈ છે. પ્રદેશ કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવતા વિક્રમ માડમના નિર્ણયથી પાર્ટી અને સમર્થકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

દિવસો સુધી ચર્ચાતી અટકળોને અંત આપતાં વિક્રમ માડમે પોતાનું રાજકીય વલણ સ્પષ્ટ કર્યું છે. હવે તેઓ ચૂંટણીથી દૂર રહેશે તેવી જાહેરાતથી કોંગ્રેસ માટે પ્રદેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થઈ શકે છે.

The post ‘હવે હું ચૂંટણી નહીં લડું…’ – દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/17/the-political-atmosphere-heated-up-due-to-the-statement-of-veteran-leader-vikram-madam/feed/ 0