ED summons Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ed-summons/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 15:35:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png ED summons Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ed-summons/ 32 32 ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/ https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/#respond Sun, 14 Sep 2025 14:36:06 +0000 https://www.gujaratinside.com/?p=19378 ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે. મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત...

The post ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે.

મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે.

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત સટ્ટાબાજી એપ્સના કેસમાં અનેક હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓ અને ખેલાડીઓની પૂછપરછ ચાલી રહી છે.

ED પહેલાથી જ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના, શિખર ધવન, તેમજ હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓના નિવેદનો નોંધાવી ચૂકી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની એપ્સ પહેલા પોતાને કૌશલ્ય આધારિત રમતો તરીકે રજૂ કરે છે અને યુઝર્સને રિવોર્ડ્સથી આકર્ષે છે. બાદમાં તેના અલ્ગોરિધમ ગેરન્યાયી રીતે કાર્ય કરે છે, જેના કારણે લોકોની મોટાપાયે નાણાકીય નુકશાની થાય છે.

આ પ્લેટફોર્મ્સ પોતાને લોકપ્રિય બનાવવા માટે સ્ટાર્સ, ખેલાડીઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની મદદ લે છે અને તેમને મોટી રકમ ચૂકવે છે.

આ કેસમાં EDની કાર્યવાહી આગળ વધતાં સેલિબ્રિટીઓ અને ક્રિકેટર્સ માટે મુશ્કેલીઓ વધી રહી છે અને વધુ નામો બહાર આવવાની શક્યતા છે.

The post ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/urvashi-rautela-mimi-chakraborty-ed-summons-1xbet-case/feed/ 0
રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/ https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/#respond Sun, 07 Sep 2025 04:22:56 +0000 https://www.gujaratinside.com/?p=18639 ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય...

The post રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે.

માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય વ્યવહારો વિશે વિગતો મેળવવા માંગે છે. સાથે જ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનની સંભાવના અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિગ્નેશ શિશિરે જણાવ્યું છે કે તેમને EDનું સમન્સ મળ્યું છે અને તેઓ 9 સપ્ટેમ્બરે હાજરી આપીને જરૂરી માહિતી પ્રદાન કરશે.

અગાઉ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે યુકે સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી ભારત સરકાર સાથે શેર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્તાનથી મળેલા દસ્તાવેજો આધારિત પુરાવા પણ તેમની પાસે છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બ્રિટિશ સરકારના ઈમેલ્સ અને દસ્તાવેજો રાહુલ ગાંધીની વિદેશી નાગરિકતા દર્શાવે છે. ભારતના કાયદા મુજબ બેવડી નાગરિકતા મંજૂર નથી, તેથી રાહુલ ગાંધીને ભારતમાં મતદાન કરવાનો અથવા ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ.

હવે ઈડીની તપાસને કારણે આ મામલામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની ચર્ચા ફરીથી કેન્દ્રસ્થાને આવી છે.

 

The post રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/feed/ 0
પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/ https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/#respond Mon, 21 Jul 2025 15:23:46 +0000 https://www.gujaratinside.com/?p=15036 એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત...

The post પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી અને લક્ષ્મી માંચૂ સહિત ચાર સ્ટાર્સને સમન્સ મોકલ્યા છે. આ સમન્સ ઓનલાઈન બેટિંગ એપ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસને લઈને મોકલાયા છે. EDએ આ કાર્યવાહી સાઈબરાબાદ પોલીસે નોંધેલી FIRના આધારે શરૂ કરી છે. સ્ટાર્સ પર આરોપ છે કે તેઓ ગેરકાયદે બેટિંગ એપનો પ્રમોશન કરીને યુવાનોને આકર્ષિત કરતા હતા.

EDએ રાણા દગ્ગુબાતીને 23 જુલાઈ, પ્રકાશ રાજને 30 જુલાઈ, વિજય દેવરકોંડાને 6 ઑગસ્ટ અને લક્ષ્મી માંચૂને 13 ઑગસ્ટે પૂછપરછ માટે હાજર થવા સૂચના આપી છે. FIR મુજબ, આ કેસમાં કુલ 29 સેલિબ્રિટીઝના નામ આવ્યા છે જેમાં નિધિ અગ્રવાલ, પ્રણીતા સુભાષ, અનન્યા નાગલ્લા, શ્રીમુખી, યૂટ્યૂબર હર્ષા સાઈ અને સની યાદવ સહિત અનેક લોકપ્રિય ચહેરાઓ શામેલ છે.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે સ્ટાર્સ દ્વારા પ્રમોટ કરેલી એપ્લિકેશન્સ યુવાનોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપતી હતી. પરિણામે ઘણા યુવાનો આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ ગયા હતા. ED હવે આ સ્ટાર્સને પૂછપરછ દ્વારા જાણી રહી છે કે તેમણે કેટલાં પૈસામાં એપનો પ્રમોશન કર્યો હતો, તેમને કેટલા પૈસા મળ્યા, કેવો ટેક્સ ભરાયો અને આ તમામ વિગતો કેવી રીતે સંચાલિત થઈ.

આ સમગ્ર કેસની શરૂઆત મિયાપુરના ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદથી થઈ હતી. તેઓએ જણાવ્યું કે આ પ્રકારના પ્રમોશનથી મધ્યમ વર્ગના પરિવારોને મોટું આર્થિક નુકસાન થાય છે. તેમની ફરિયાદ બાદ 19 માર્ચ 2025ના રોજ સાઈબરાબાદ પોલીસ સ્ટેશનમાં સ્ટાર્સ વિરુદ્ધ FIR નોંધાઈ હતી.

The post પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત ચાર સ્ટાર્સને EDનું સમન્સ, બેટિંગ એપ મામલે થશે પૂછપરછ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/21/prakash-raj-vijay-deverakonda-ed-summons-betting-app-case/feed/ 0