Education Department Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/education-department/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 12:53:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Education Department Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/education-department/ 32 32 અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ https://www.gujaratinside.com/2025/08/23/pm-modi-rally-ahmedabad-teachers-mandatory-attendance/ https://www.gujaratinside.com/2025/08/23/pm-modi-rally-ahmedabad-teachers-mandatory-attendance/#respond Sat, 23 Aug 2025 12:53:32 +0000 https://www.gujaratinside.com/?p=17075 અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે. વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને...

The post અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે.

વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને આપવામાં આવેલી સૂચનાઓ મુજબ, શિક્ષકોને નક્કી કરાયેલા સ્થળે હાજર રહેવું પડશે અને AMTS બસ દ્વારા સભા સ્થળે લઈ જવાશે.

કांग्रेस દાવો કરે છે કે, પ્રત્યેક બીટમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સ મીટિંગ લઈ રહ્યા છે જેથી આ કાર્યક્રમ સફળ થાય. આચાર્યોને જણાવવામાં આવ્યું છે કે જો 10 કરતા વધારે શિક્ષકો હાજર રહેવા માંગે તો શાળામાં સંપૂર્ણ રજા રાખવી પડે છતાં રજા આપવામાં આવી છે.

એક વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમારા શાળાના શિક્ષકોને બપોરે 2:30 કલાકે I.P. Mission સ્કૂલ ખાતે બસ ઉપલબ્ધ છે. તમામ શિક્ષકો ફરજિયાત બસમાં જ જવા અને સમયસર હાજરી આપવા જરૂરી છે.’

કांग्रेस પ્રવક્તાએ આ પ્રકારના પગલાં પર કડક પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, ‘એક તરફ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ નથી મળતું અને બીજી તરફ PMની સભા માટે ખાલી ખુરશીઓ ભરી પ્રજાના સમર્થન દર્શાવવાનું પ્રયાસ થઈ રહ્યું છે. આચાર્યોએ શિક્ષકોને સીધું સભામાં જવાનું નહીં પરંતુ પહેલાં નક્કી કરેલા સ્થળે પહોંચવાનું કહ્યું છે અને ત્યાંથી AMTS બસ દ્વારા સભામાં હાજરી આપવી છે.’

તેમણે આ કાર્યવાહી વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ગુજરાતની અંદર શિક્ષકોને અગાઉ તીડ ભેગા કરવા, કોરોના દરમિયાન લાશો ગણવા, સ્વ ખર્ચે પ્રવેશોત્સવ કરાવવા મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે માત્ર PMની સભામાં ખાલી ખુરશીઓ ભરવા માટે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓના ભણતર પર દુર્લક્ષ્ય દર્શાવે છે.’

The post અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/pm-modi-rally-ahmedabad-teachers-mandatory-attendance/feed/ 0
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/#respond Thu, 14 Aug 2025 10:08:09 +0000 https://www.gujaratinside.com/?p=16203 તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર મુખ્ય કારણ છે. બાળકોના અભાવે ઘણી સરકારી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. જો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આવશે તો શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઘટતો જન્મ દર એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. આંકડાઓ દર્શાવે છે કે તમિલનાડુનો કુલ પ્રજનન દર 2011 થી 2015 દરમિયાન 1.68 ટકા હતો, જે 2021-2025માં ઘટીને 1.54 ટકા થયો છે. જન્મદર ઘટવાના કારણે બાળકોની સંખ્યા પણ ઓછી થઈ છે. 2011માં આશરે 10.7 લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2023માં 9.02 લાખ અને 2024માં માત્ર 8.46 લાખ જન્મ નોંધાયા છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં માતાપિતા પોતાના બાળકોને સારી શિક્ષણ માટે શહેર લઈ જતા હોવાથી પણ આ સમસ્યા વધી છે. ખાસ કરીને 1204 શાળાઓમાં કોઈ એડમિશન નથી, જેમાંથી 208 સરકારી શાળાઓ છે અને મોટાભાગે દૂરના વિસ્તારોમાં આવેલી છે. ઘણા પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં દાખલ કરવાનું પસંદ કરે છે.

હાલમાં તમિલનાડુમાં કુલ 37,595 સરકારી શાળાઓ છે, જેમાં 42.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે ધોરણ 1માં આશરે 4,07,379 વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે. સરકારી આંકડા મુજબ 2024-25માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં લગભગ 1.75 લાખ વધુ વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં સરકારી શાળાઓમાં એડમિશન વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

 

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/feed/ 0