Education News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/education-news/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 29 Aug 2025 12:48:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Education News Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/education-news/ 32 32 સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ https://www.gujaratinside.com/2025/08/29/seventh-day-school-student-death-deo-action/ https://www.gujaratinside.com/2025/08/29/seventh-day-school-student-death-deo-action/#respond Fri, 29 Aug 2025 12:48:42 +0000 https://www.gujaratinside.com/?p=17709 સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી...

The post સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ ઘટનાના પગલે વાલીઓએ બાળકોના લિવિંગ સર્ટિફિકેટ (LC) મેળવવા માટે સ્કૂલમાં સામૂહિક રજૂઆત કરી છે. માહિતી પ્રમાણે, 160 વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી નામ રદ કરાવવાનું શરૂ કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓ સ્કૂલમાં તદ્દન ચકાસણી માટે ડેપ્યુટ કરવામાં આવ્યા છે. અંદાજે 250થી વધુ વાલીઓ તેમના બાળકોના LC મેળવવા માટે સ્કૂલમાં હાજર રહ્યા, જેમાં કેટલીક વાલીઓએ બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો કર્યા.

સેવન્થ ડે સ્કૂલને અગાઉ બે વખત DEO દ્વારા શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, જેમાં અંતિમ નોટિસમાં સ્કૂલને આચાર્ય અને જવાબદાર સ્ટાફને છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતાં, ABVP, NSUI સહિતના સંગઠનો, વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વેપારી મહામંડળે પણ એક દિવસનો સ્કૂલ-બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે.

 

The post સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/seventh-day-school-student-death-deo-action/feed/ 0
હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી: 40 વિદ્યાર્થીઓમાં 12 ગંભીર રીતે ઘાયલ https://www.gujaratinside.com/2025/08/28/haldwani-school-bus-accident-40-students-12-injured/ https://www.gujaratinside.com/2025/08/28/haldwani-school-bus-accident-40-students-12-injured/#respond Thu, 28 Aug 2025 12:56:41 +0000 https://www.gujaratinside.com/?p=17602 ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરૂવારે ભયાનક અકસ્માત બન્યો હતો. જયપુર બીસા ગામ પાસે એક ખાનગી શાળાની બસ બેકાબૂ બની નાળામાં ખાબકી હતી. બસમાં આશરે 40 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 12થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે...

The post હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી: 40 વિદ્યાર્થીઓમાં 12 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરૂવારે ભયાનક અકસ્માત બન્યો હતો. જયપુર બીસા ગામ પાસે એક ખાનગી શાળાની બસ બેકાબૂ બની નાળામાં ખાબકી હતી. બસમાં આશરે 40 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી 12થી વધુ બાળકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ગંભીર ઈજા પહોંચી છે.

સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. બસનો કાચ તોડી વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટના બરેલી રોડ પર બની હતી, જ્યાં બસ રામપુર રોડ પરથી વિદ્યાર્થીઓને શાળાએ લઈ જઈ રહી હતી. સાઈડ લેવાની કોશિશ દરમિયાન બસ રોડ પરથી ઉતરીને નાળામાં ખાબકી હતી.

ગામના સરપંચ રમેશ ચંદ્ર જોષીએ આ અકસ્માત માટે બસ ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. તેમનો આરોપ છે કે, ડ્રાઈવર અવારનવાર નશાની હાલતમાં બસ ચલાવે છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં શાળાના વહીવટીતંત્રે કોઈ કડક પગલાં લીધા નથી. સદનસીબે, નાળામાં પાણી ન હોવાથી મોટા જાનહાનિથી બચી શકાયું.

સરપંચે જિલ્લા વહીવટીતંત્ર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, અકસ્માત બાદ પણ અધિકારીઓ સમયસર પહોંચ્યા ન હતા. સ્થાનિક લોકોએ પોતાના પ્રયાસોથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા. આ ઘટનાના પગલે વાલીઓએ શાળામાં સુરક્ષા માપદંડોનો કડક અમલ કરાવવાની માગ કરી છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

 

The post હલ્દ્વાનીમાં સ્કૂલ બસ નાળામાં ખાબકી: 40 વિદ્યાર્થીઓમાં 12 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/haldwani-school-bus-accident-40-students-12-injured/feed/ 0
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/ https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/#respond Thu, 14 Aug 2025 10:08:09 +0000 https://www.gujaratinside.com/?p=16203 તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર મુખ્ય કારણ છે. બાળકોના અભાવે ઘણી સરકારી શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે. જો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આવશે તો શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં ઘટતો જન્મ દર એડમિશનમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. આંકડાઓ દર્શાવે છે કે તમિલનાડુનો કુલ પ્રજનન દર 2011 થી 2015 દરમિયાન 1.68 ટકા હતો, જે 2021-2025માં ઘટીને 1.54 ટકા થયો છે. જન્મદર ઘટવાના કારણે બાળકોની સંખ્યા પણ ઓછી થઈ છે. 2011માં આશરે 10.7 લાખ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે 2023માં 9.02 લાખ અને 2024માં માત્ર 8.46 લાખ જન્મ નોંધાયા છે.

રાજ્યના ઘણા વિસ્તારોમાં માતાપિતા પોતાના બાળકોને સારી શિક્ષણ માટે શહેર લઈ જતા હોવાથી પણ આ સમસ્યા વધી છે. ખાસ કરીને 1204 શાળાઓમાં કોઈ એડમિશન નથી, જેમાંથી 208 સરકારી શાળાઓ છે અને મોટાભાગે દૂરના વિસ્તારોમાં આવેલી છે. ઘણા પરિવારો પોતાના બાળકોને ખાનગી શાળામાં દાખલ કરવાનું પસંદ કરે છે.

હાલમાં તમિલનાડુમાં કુલ 37,595 સરકારી શાળાઓ છે, જેમાં 42.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે ધોરણ 1માં આશરે 4,07,379 વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે. સરકારી આંકડા મુજબ 2024-25માં સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં લગભગ 1.75 લાખ વધુ વિદ્યાર્થીઓ છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં સરકારી શાળાઓમાં એડમિશન વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

 

The post તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/tamil-nadu-schools-closing-no-students-low-birth-rate/feed/ 0