education policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/education-policy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 13:05:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png education policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/education-policy/ 32 32 શિક્ષક દિને ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોનું આંદોલન, સરકાર વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’ના નારા https://www.gujaratinside.com/2025/09/05/teachers-day-gandhinagar-protest/ https://www.gujaratinside.com/2025/09/05/teachers-day-gandhinagar-protest/#respond Fri, 05 Sep 2025 15:08:55 +0000 https://www.gujaratinside.com/?p=18522 શિક્ષક દિને રાજ્યભરના શિક્ષકોના આંદોલનનું દૃશ્ય ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જોવા મળ્યું. શુક્રવારે (5 સપ્ટેમ્બર) અહીં એકઠા થયેલા શિક્ષક ભરતીના ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારો દ્વારા 10,700 જેટલી ખાલી જગ્યાઓને ભરવાની માંગ, અનામત નીતિનો અમલ, તેમજ શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ અને વેપારીકરણ બંધ કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન શાળાના...

The post શિક્ષક દિને ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોનું આંદોલન, સરકાર વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’ના નારા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શિક્ષક દિને રાજ્યભરના શિક્ષકોના આંદોલનનું દૃશ્ય ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જોવા મળ્યું. શુક્રવારે (5 સપ્ટેમ્બર) અહીં એકઠા થયેલા શિક્ષક ભરતીના ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારો દ્વારા 10,700 જેટલી ખાલી જગ્યાઓને ભરવાની માંગ, અનામત નીતિનો અમલ, તેમજ શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ અને વેપારીકરણ બંધ કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન શાળાના ઉમેદવારો સાથે પોસ્ટર અને બેનરો લઈને ‘ભાજપ હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા.

સત્યાગ્રહ છાવણીમાં ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી માટે પણ અલગ આગ્રહો કરવામાં આવ્યા. આંદોલનમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખુલ્લેઆમ ઉપસ્થિત રહ્યા અને આંદોલનને સમર્થન આપ્યું. આ સમગ્ર ઘટનાએ રાજ્યની શિક્ષક ભરતી અને શિક્ષણ નીતિ અંગે સરકાર પર સવાલ ઊભા કર્યા છે.

 

The post શિક્ષક દિને ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોનું આંદોલન, સરકાર વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’ના નારા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/teachers-day-gandhinagar-protest/feed/ 0
સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/ https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/#respond Mon, 25 Aug 2025 09:46:08 +0000 https://www.gujaratinside.com/?p=17251 અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી. વિદ્યાર્થીઓના...

The post સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયા પછી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ પૂરતું તે ઓનલાઈન મોડમાં જ રહેશે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસિસ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી સુધી કોઈ શિક્ષણ કાર્ય શરૂ કરાયું નથી.

વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટો નિર્ણય લીધો છે. DEO કચેરીના ચાર અધિકારીઓની એક ટીમ સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવી છે, જે વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે અને જો વાલીઓ પોતાના બાળકને સેવન્થ ડે સ્કૂલમાંથી કાઢીને અન્ય શાળામાં દાખલ કરવા માંગે, તો તેમને મદદ કરશે.

સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હાલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ પ્રોવિઝનલ એડમિશનની સુવિધા આપવામાં આવશે. મણિનગર અને આસપાસની શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ આપે. વાલીઓ સીધા DEO કચેરીનો સંપર્ક કરીને પોતાના બાળકને બીજી શાળામાં દાખલ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં.

ઘટનાનો પર્દાફાશ:
ધોરણ-8ના વિદ્યાર્થીએ 7-8 મિત્રો સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને તેને ચપ્પાથી ઘાયલ કર્યો. આ હુમલો જૂના ઝઘડાના બદલા રૂપે કરવામાં આવ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

 

The post સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ શરૂ, DEOએ પ્રોવિઝનલ એડમિશન માટે લીધો મોટો નિર્ણય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/seventh-day-school-online-classes-deo-admission-decision/feed/ 0