Election Commission of India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/election-commission-of-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 09:26:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Election Commission of India Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/election-commission-of-india/ 32 32 બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/ https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/#respond Mon, 22 Sep 2025 09:30:34 +0000 https://www.gujaratinside.com/?p=19840 બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે. સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે...

The post બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરે વિશેષ સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ તારીખોની જાહેરાત શક્ય છે.

ચૂંટણી પંચની યોજના અનુસાર, મતદાન દુર્ગા પૂજા અને દિવાળી વચ્ચે, 2 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન યોજાવાનું અનુમાન છે. આ વખતે ચૂંટણી બે થી ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચહલપહલ વધી રહી છે અને પક્ષોએ ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં SIR પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ રાજ્યોને SIR માટે વિગતવાર માર્ગદર્શિકા આપી હતી.

સૂચના મુજબ, જૂની મતદાર યાદીઓને વર્તમાન યાદીઓ સાથે મેળ કરવો, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઓળખ અને દૂર કરવાનું કામ પૂર્ણ કરવાનું રહેશે. છેલ્લો SIR 2002 અને 2004 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. 2020ની ચૂંટણીમાં NDA એ બહુમતી મેળવી હતી, જેમાં BJP પાસે 78, JDU પાસે 45 અને જીતન રામ માંઝી પાસે 4 બેઠકો હતી.

મહાગઠબંધન પાસે કુલ 110 બેઠકો છે, જેમાં RJD પાસે 75, કોંગ્રેસ પાસે 19 અને ડાબેરી પક્ષો પાસે 16 બેઠકો છે. બદલાતા રાજકીય સમીકરણોને કારણે આ વખતે ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

 

The post બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/bihar-assembly-elections-2025-dates-announcement-soon/feed/ 0
સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/ https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/#respond Mon, 01 Sep 2025 10:33:48 +0000 https://www.gujaratinside.com/?p=17975 સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી...

The post સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં ખાસ સઘન સંશોધન (SIR) સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી જોવા મળી રહી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચીની બેન્ચે ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા દાખલ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી કરી. અરજદારો તરફથી આરોપ મૂકાયો કે ચૂંટણી પંચની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને મોટા પ્રમાણમાં નામ કાઢવાની માંગણી થઈ રહી છે, જ્યારે નામ ઉમેરવાની અરજીઓ બહુ ઓછી છે.

બીજી તરફ, ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી કે બિહારના લોકો માટે પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી નથી, માત્ર અરજદારો જ અસંતુષ્ટ છે. તેમણે ચેતવણી આપી કે સમયમર્યાદા લંબાવવાથી આખી ચૂંટણી તૈયારીમાં વિક્ષેપ થશે અને પ્રક્રિયા અનંત બની જશે.

છતાં, સુપ્રીમ કોર્ટે અંતે સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો.

 

The post સુપ્રીમ કોર્ટએ સમયમર્યાદા 15 સપ્ટેમ્બર સુધી લંબાવી, ‘ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસની કમી’ પર ટિપ્પણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/01/supreme-court-extends-bihar-sir-deadline-trust-deficit/feed/ 0
ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/ https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/#respond Tue, 26 Aug 2025 12:43:45 +0000 https://www.gujaratinside.com/?p=17380 બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય. ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે...

The post ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વોટર લિસ્ટને સુધારવાના હાહાકાર વચ્ચે, ચૂંટણી પંચે દેશના તમામ નાગરિકોને પાંચ પ્રશ્નો પૂછ્યા છે અને તેમની સહભાગીદારીની માગણી કરી છે. આ સવાલો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો હેતુ ધરાવે છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય.

ચૂંટણી પંચે મતદારોને પૂછેલા પાંચ મુખ્ય સવાલો આ પ્રમાણે છે:

  1. શું વોટર લિસ્ટની ગહન તપાસ થવી જોઈએ?
  2. શું મૃતકોના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  3. જો કોઈનું નામ વોટર લિસ્ટમાં બે કે તેથી વધુ જગ્યાએ હોય, તો શું તેને એક જ જગ્યાએ રાખવું જોઈએ?
  4. જે લોકો બીજી જગ્યાએ ગયા છે, તેમના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  5. શું ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ?

 

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જો નાગરિકો આ સવાલોના જવાબ ‘હા’ આપે, તો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું તૈયાર કરવાના કાર્યમાં તેમને સહયોગ આપવો જોઈએ. છેલ્લા છ મહિનામાં વોટર લિસ્ટને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે 28 નક્કર પગલાં લીધા છે અને તમામ રાજકીય પક્ષો સાથે નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

અત્યારે ચૂંટણી પંચે પેટા વિભાગ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષો સાથે 4719 બેઠકનો આયોજન કરવામા આવ્યુ છે. આ બેઠકમાં 28,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં 40 બેઠક મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા, 800 બેઠક જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા અને 3879 બેઠક મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યોજાઈ હતી.

 

The post ચૂંટણી પંચે વોટર લિસ્ટ સુધારણા માટે પૂછ્યા પાંચ મહત્વના પ્રશ્નો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/bihar-voter-list-five-questions/feed/ 0
‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/ https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/#respond Sun, 17 Aug 2025 11:00:58 +0000 https://www.gujaratinside.com/?p=16523 ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ...

The post ‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે.

મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ ‘વોટ ચોરી’ જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આ મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરવાની હતી. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવી સંપૂર્ણપણે ખોટું છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “આ ગંભીર ચિંતાનો વિષય છે કે જિલ્લા સ્તરના પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી નથી પહોંચતા અથવા તો જમીની હકીકતોને અવગણીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”

 

The post ‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/election-commission-response-on-vote-theft-allegations/feed/ 0
ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’ https://www.gujaratinside.com/2025/08/10/rahul-gandhi-double-voting-allegation-eci-response/ https://www.gujaratinside.com/2025/08/10/rahul-gandhi-double-voting-allegation-eci-response/#respond Sun, 10 Aug 2025 14:59:23 +0000 https://www.gujaratinside.com/?p=16087 વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા...

The post ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ, આ માહિતી ચૂંટણી પંચના જ રેકોર્ડમાંથી લીધી છે.

આ દાવાની પરેક્ષણ કરતી વખતે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવાયું છે કે, શકુન રાનીએ માત્ર એક વખત જ મતદાન કર્યું હોવાનું તેમનું કહેવું છે અને પ્રાથમિક તપાસમાં જે દસ્તાવેજો રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, તે અધિકૃત સ્ત્રોતમાંથી નથી લાગતાં.

ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “તમે જે દસ્તાવેજો રજૂ કર્યા છે, તે અમને મોકલવા વિનંતી છે જેથી અમે તેના આધારે યોગ્ય તપાસ કરી શકીએ.” ચૂંટણી પંચની દલીલ છે કે, આવા ગંભીર આરોપોનો આધારવાળા પુરાવા જરૂરી છે અને જો તેઓ ઉપલબ્ધ છે તો તેમની પુષ્ટિ કરવી જરૂરી છે.

 

The post ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ: ‘દસ્તાવેજો આપો, અમે તપાસ કરીશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/10/rahul-gandhi-double-voting-allegation-eci-response/feed/ 0
આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/ https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/#respond Tue, 22 Jul 2025 08:30:17 +0000 https://www.gujaratinside.com/?p=15076 બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ...

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ દૂર કરી મતદારોને મતદાનથી વંચિત કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની બંધારણીય જવાબદારીના ભાગરૂપે ફક્ત નકલી મતદારોને દૂર કરવા કામ કરી રહ્યા છે અને સામાન્ય મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી. તેમણે જણાવ્યુ હતું કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને દેશભરમાં નકલી રાશન કાર્ડોની સંખ્યા મોટી છે, જે પાત્રતાની ખાતરી માટે અવિશ્વસનીય બને છે.

પંચે વધુમાં કહ્યું કે પાત્રતાની ચકાસણી માટે 11 દસ્તાવેજોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રાશન કાર્ડનો સમાવેશ ખાસ કરીને નકલી દસ્તાવેજોની સંખ્યાને કારણે કરવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરી છે કે કોઇ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ દૂર થવા છતાં નાગરિકતા ગુમાવવાનો ભય રહેતો નથી.

સોગંદનામામાં ચૂંટણી પંચે એવી ખાતરી પણ આપી છે કે SIR (Special Summary Revision) પ્રક્રિયામાં કાયદાનું ઉલ્લંઘન થયો નથી અને કોઈના મૌલિક અધિકારોનું ભંગ કરાયું નથી.


 

The post આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/election-commission-voter-eligibility-documents-supreme-court/feed/ 0