election fraud Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/election-fraud/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 11:00:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png election fraud Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/election-fraud/ 32 32 રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/ https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/#respond Wed, 27 Aug 2025 11:00:03 +0000 https://www.gujaratinside.com/?p=17478 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે...

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં તેઓ બિહારમાં “વોટર અધિકાર યાત્રા” પર છે અને આજે મુઝફ્ફરપુરમાં સભાને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતનું મોડલ એ ચોરીનું મોડલ છે, જે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વોટ ચોરી થઈ રહી છે અને એ કારણે જ લોકો અમારી યાત્રા સાથે જોડાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રસ્તામાં મળેલા 6 વર્ષના બાળકો પણ હવે સમજવા લાગ્યા છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. તેમણે અમિત શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમિત શાહે કહ્યું હતું કે ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. પરંતુ રાજકારણમાં કાલે શું થશે તે કોઈ નથી જાણતું, તો પછી એમને 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે ખબર છે? કારણ છે વોટ ચોરી.”

તેમણે વધુમાં ઉમેર્યું કે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોટાપાયે ગડબડી થઈ હતી. “ઓપિનિયન પોલ એક વાત કહી રહ્યા હતા, પરંતુ પરિણામ કંઈક અલગ જ આવ્યું. વડાપ્રધાન મોદીએ પહેલેથી જ 300 બેઠકોનો દાવો કર્યો હતો અને એ જ પરિણામ આવ્યું. આ બધું ગુજરાત મોડલ પરથી શરૂ થયું છે,” એમ રાહુલ ગાંધીએ જણાવ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી તથા વીડિયો રેકોર્ડિંગથી મોટી છેતરપિંડીના પુરાવા મળ્યા છે. એક વિધાનસભા ક્ષેત્રમાં એક લાખ નકલી મત મળી આવ્યા અને હજારો ડુપ્લિકેટ નામ પણ બહાર આવ્યા.

 

The post રાહુલ ગાંધીએ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ: “ગુજરાત મોડલ એ ચોરીનું મોડલ, દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/rahul-gandhi-alleges-gujarat-model-vote-rigging/feed/ 0
અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું https://www.gujaratinside.com/2025/08/18/donald-trump-plans-ban-evm-mail-in-voting-usa/ https://www.gujaratinside.com/2025/08/18/donald-trump-plans-ban-evm-mail-in-voting-usa/#respond Mon, 18 Aug 2025 14:49:22 +0000 https://www.gujaratinside.com/?p=16616 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મેઇલ દ્વારા થતું મતદાન બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક્ઝિક્યુટિવ આદેશ જારી કરશે. આ આદેશ પછી 2026ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે...

The post અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને મેઇલ દ્વારા થતું મતદાન બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં એક્ઝિક્યુટિવ આદેશ જારી કરશે. આ આદેશ પછી 2026ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે વોટિંગ મશીનો હેક થઈ શકે છે, જેના કારણે ચૂંટણીમાં ગડબડ થવાની શક્યતા રહે છે.

ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે વોટિંગ મશીનો માત્ર અચોક્કસ જ નથી, પણ અત્યંત ખર્ચાળ અને વિવાદાસ્પદ પણ છે. તેમણે કહ્યું કે આ મશીનો વોટરમાર્કવાળા પેપર કરતાં 10 ગણા મોંઘા છે. ટ્રમ્પે પેપર આધારિત મતદાનને ઝડપી, સસ્તું અને શંકામુક્ત ગણાવ્યું છે. બીજી તરફ, ડેમોક્રેટ્સ મેઇલ-ઇન વોટિંગનું સમર્થન કરે છે, જ્યારે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનું માનવું છે કે મેઇલ-ઇન વોટિંગને કારણે ગડબડ થવાની શક્યતા વધારે છે.

 

The post અમેરિકામાં EVM પર પ્રતિબંધ લગાવવાની તૈયારી, ટ્રમ્પે જાહેર કર્યું મોટું પગલું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/donald-trump-plans-ban-evm-mail-in-voting-usa/feed/ 0