Electric Vehicle Chip Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/electric-vehicle-chip/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 05:26:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Electric Vehicle Chip Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/electric-vehicle-chip/ 32 32 ભારતનો પહેલો 32-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 લોન્ચ https://www.gujaratinside.com/2025/09/03/vikram-32-bit-microprocessor-chip-launch-india/ https://www.gujaratinside.com/2025/09/03/vikram-32-bit-microprocessor-chip-launch-india/#respond Wed, 03 Sep 2025 05:26:25 +0000 https://www.gujaratinside.com/?p=18178 નવી દિલ્હી: ભારતે પોતાની પ્રથમ સ્વદેશી વિક્રમ-32 બિટ માઇક્રોપ્રોસેસર ચિપ તૈયાર કરી છે. સેમીકોન ઇન્ડિયા 2025ના સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિપના લોન્ચિંગના પ્રસંગે કહ્યું કે, એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી નાની ચિપ સમગ્ર વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે. સમ્મેલનમાં કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-32 બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ...

The post ભારતનો પહેલો 32-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 લોન્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ભારતે પોતાની પ્રથમ સ્વદેશી વિક્રમ-32 બિટ માઇક્રોપ્રોસેસર ચિપ તૈયાર કરી છે. સેમીકોન ઇન્ડિયા 2025ના સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિપના લોન્ચિંગના પ્રસંગે કહ્યું કે, એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી નાની ચિપ સમગ્ર વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે. સમ્મેલનમાં કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-32 બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ ચિપ્સ રજૂ કર્યા. મોદીએ આ સિદ્ધિને 21મી સદીનો ડિજિટલ હીરો ગણાવ્યો.

ચંડીગઢમાં ઇસરોના સેમીકન્ડક્ટર લેબ અને વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર સાથે મળીને આ ચિપ તૈયાર કરવામાં આવી છે. ચિપનું સત્તાવાર નામ Vikram3201 રાખવામાં આવ્યું છે. આ પ્રોસેસર મોબાઇલ, કમ્પ્યુટર, રાઉટર, કાર, સેટેલાઇટ અને અન્ય આધુનિક ડિવાઇસોમાં મગજની ભૂમિકા ભજવે છે.

સેમીકન્ડક્ટર ચિપના પ્રદર્શન સમયે વડાપ્રધાન મોદીએ દેશમાં બનેલા ચિપ-ટેસ્ટ ચિપ્સનું નિરિક્ષણ કર્યું અને જણાવ્યું કે, 18 બિલિયન ડોલરના 10 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સ હાલમાં સક્રિય છે અને ભારત સેમીકન્ડક્ટર મિશનના બીજા તબક્કામાં પ્રવેશ કરવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે મેડ ઇન ઇન્ડિયા ચિપથી વિશ્વમાં પરિવર્તન લાવવાનું સપનું નજીક છે અને આ સિદ્ધિ ભારતની લૉંગ-ટર્મ નીતિ, રિફોર્મ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

વિક્રમ-32 બિટ ચિપનો ઉપયોગ મોબાઇલ, કમ્પ્યુટિંગ, બેસબેન્ડ, પાવર મેનેજમેન્ટ, મેમરી, એપ્લિકેશન પ્રોસેસર, ઓટો, ઇલેક્ટ્રિક વાહન, બેટરી મેનેજમેન્ટ, એડીએએસ સેંસર, ઇન્ફોટેનમેન્ટ, ટેલિકોમ, 5G, આરએફ, સ્વિચ, રાઉટર, ઇન્ડસ્ટ્રીયલ, માઇક્રોકન્ટ્રોલર્સ, મોટર ડ્રાઇવ, સેંસર-નોડ્સ, એરોશ્પેસ, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રમાં થઈ શકશે.

ચિપ પાતળા સિલિકોન વેફર પર બનેલા લાખો કરોડો ટ્રાન્ઝિસ્ટરોનું જાળ છે, જે કમ્પ્યુટિંગ, મેમરી મેનેજમેન્ટ અને સિગ્નલ પ્રોસેસિંગની ક્ષમતા ધરાવે છે, જેના કારણે ડિવાઇસ વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બને છે.

 

The post ભારતનો પહેલો 32-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 લોન્ચ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/vikram-32-bit-microprocessor-chip-launch-india/feed/ 0