Emergency Landing Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/emergency-landing/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 12 Sep 2025 12:08:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Emergency Landing Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/emergency-landing/ 32 32 કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત https://www.gujaratinside.com/2025/09/12/spicejet-flight-wheel-breaks-safe-landing-mumbai/ https://www.gujaratinside.com/2025/09/12/spicejet-flight-wheel-breaks-safe-landing-mumbai/#respond Fri, 12 Sep 2025 12:45:06 +0000 https://www.gujaratinside.com/?p=19253 કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી. મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા...

The post કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી.

મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા વિના પાયલોટે સંપૂર્ણ કંટ્રોલ સાથે વિમાન મુંબઈ તરફ આગળ ધપાવ્યું અને સાંજે આશરે ચાર વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ, કંડલા ATC ટીમે રનવે પરથી તૂટેલું પૈડું અને મેટલ રિંગ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ રેસ્ક્યુ ટીમો અને ફાયર બ્રિગેડને મુંબઈ એરપોર્ટ પર તહેનાત કરવામાં આવ્યા હતા. સદનસીબે લેન્ડિંગ દરમિયાન કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોને સલામત રીતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

સ્પાઈસજેટના પ્રવક્તાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, “12મી સપ્ટેમ્બર, 2025ના રોજ કંડલા એરપોર્ટથી મુંબઈ જતી Q400 વિમાનના ટેકઓફ બાદ રનવે પર પૈડું મળ્યું હતું.

ફ્લાઈટને તમામ નિયમોનું પાલન કરતા મુંબઈ તરફ આગળ વધારવામાં આવી અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું.” પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ DGCA અને ટેકનિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.

આ ઘટનાએ મુસાફરોને થોડા સમય માટે ચિંતા અને ભયમાં મૂકી દીધા હતા, પરંતુ પાયલોટની સતર્કતા અને એરપોર્ટ સત્તાવાળાઓની ઝડપી કાર્યવાહીથી મોટો અકસ્માત ટળી ગયો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં એરલાઇન્સ ક્ષેત્રે આવી ટેકનિકલ ખામીઓના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હીથી સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં કેબિન તાપમાનની સમસ્યા સર્જાતા મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી અને ફ્લાઈટને છ કલાક મોડું કરીને બાદમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

The post કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/spicejet-flight-wheel-breaks-safe-landing-mumbai/feed/ 0
એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત https://www.gujaratinside.com/2025/09/05/air-india-express-ix1028-technical-glitch/ https://www.gujaratinside.com/2025/09/05/air-india-express-ix1028-technical-glitch/#respond Fri, 05 Sep 2025 13:25:16 +0000 https://www.gujaratinside.com/?p=18508 દિલ્હીથી ઈન્દોર જઈ રહી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં 5 સપ્ટેમ્બરના રોજ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ‘પાન-પાન’ ઈમરજન્સી કોલ કર્યો. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા. પાયલટની વ્યાવસાયિક સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ ગયું, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોના જીવ બચ્યા. ફ્લાઈટ દિલ્હીના...

The post એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દિલ્હીથી ઈન્દોર જઈ રહી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ આઈએક્સ-1028માં 5 સપ્ટેમ્બરના રોજ ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક ‘પાન-પાન’ ઈમરજન્સી કોલ કર્યો. ફ્લાઈટમાં 161 મુસાફરો સવાર હતા. પાયલટની વ્યાવસાયિક સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયથી વિમાન ઈન્દોરના દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ થઈ ગયું, જેનાથી મોટી દુર્ઘટના ટળી અને મુસાફરોના જીવ બચ્યા.

ફ્લાઈટ દિલ્હીના એરપોર્ટથી ટેકઓફ કર્યા પછી પાયલટને એન્જિનના ઓઈલ ફિલ્ટર સાથે ટેકનિકલ ખામીની શંકા ગઈ. તરત જ તેણે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘પાન-પાન’ કોલ દ્વારા માહિતી આપી. આ કોડ તે સમયે ઉપયોગમાં લેવાય છે જ્યારે વિમાનમાં તાત્કાલિક સમસ્યા ઊભી થાય, પરંતુ તે જીવલેણ ન હોય. આ કોલ ATC અને અન્ય વિમાનોને સૂચિત કરે છે કે ફ્લાઈટને તાત્કાલિક અને પ્રાથમિકતાવાળી લેન્ડિંગની જરૂર છે.

ઈન્દોર એરપોર્ટના ડિરેક્ટર વિપિનકાંત સેઠના જણાવ્યા અનુસાર, ફ્લાઈટનો નિર્ધારિત લેન્ડિંગ સમય સવારે 9.35 વાગ્યાનો હતો, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે સવારે 9.55 વાગ્યે સલામત રીતે લેન્ડ થઈ હતી. માત્ર 20 મિનિટના વિલંબ બાદ તમામ 161 મુસાફરો સલામત રીતે ફ્લાઈટમાંથી ઉતરી ગયા.

‘પાન-પાન’ કોલનો અર્થ એ છે કે વિમાનમાં તાત્કાલિક ખતરો નથી, પરંતુ ATCને પરિસ્થિતિની જાણ કરવા અને સલામત લેન્ડિંગ માટે સૂચિત કરવું જરૂરી છે. જો ખામી ગંભીર અને જીવલેણ હોય તો પાયલટ ‘મે-ડે’ કોલ કરે છે, જે તાત્કાલિક અને ગંભીર અવસ્થાને દર્શાવે છે, જેમ કે એન્જિન ફેલ થવું, આગ લાગવી અથવા વિમાનનું નિયંત્રણ ગુમાવવું.

 

The post એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પાયલટે કર્યો ‘પાન-પાન’ કોલ; 161 મુસાફરો સુરક્ષિત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/air-india-express-ix1028-technical-glitch/feed/ 0
ઈન્ડિગો ફ્લાઈટ પર પક્ષી અથડાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું https://www.gujaratinside.com/2025/09/02/indigo-flight-bird-strike-emergency-landing-nagpur/ https://www.gujaratinside.com/2025/09/02/indigo-flight-bird-strike-emergency-landing-nagpur/#respond Tue, 02 Sep 2025 10:25:22 +0000 https://www.gujaratinside.com/?p=18087 નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં ઉડાન દરમિયાન પક્ષી અથડાતા મોટાભાગની દુર્ઘટનાનું જોખમ ટળી ગયું. ફ્લાઈટમાં 160-165 પ્રવાસીઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પાયલટને ફ્લાઈટ નાગપુર પરત લાવીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. નાગપુર એરપોર્ટના સિનિયર અધિકારી આબિદ રૂહીના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે આજે સવારે ઉડાન ભરેલી હતી. ઉડાન શરૂ થતાં થોડા ક્ષણોમાં જ...

The post ઈન્ડિગો ફ્લાઈટ પર પક્ષી અથડાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઈટમાં ઉડાન દરમિયાન પક્ષી અથડાતા મોટાભાગની દુર્ઘટનાનું જોખમ ટળી ગયું. ફ્લાઈટમાં 160-165 પ્રવાસીઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પાયલટને ફ્લાઈટ નાગપુર પરત લાવીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.

નાગપુર એરપોર્ટના સિનિયર અધિકારી આબિદ રૂહીના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે આજે સવારે ઉડાન ભરેલી હતી. ઉડાન શરૂ થતાં થોડા ક્ષણોમાં જ વિમાન સામે પક્ષી અથડાયું, જેના પગલે પાયલટે સલામતીને ધ્યાનમાં રાખીને તરત ફ્લાઈટ પરત લાવી. નાગપુર એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરાવ્યું. પેસેન્જર્સની સલામતી માટે આ ફ્લાઈટને રદ કરવામાં આવી છે.

અધિકારી ઉમેર્યા કે, “વિમાનનું વિશેષ તપાસ ચાલુ છે અને ઘટના અંગેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પેસેન્જર્સની સલામતી પ્રથમ પ્રાથમિકતા છે.”
નાગપુર એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું છે કે વિમાનના તકનીકી અને સલામતી પરીક્ષણ પછી જ ફરી ફ્લાઈટ સર્વિસ શરૂ થશે.

 

The post ઈન્ડિગો ફ્લાઈટ પર પક્ષી અથડાયું, નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/indigo-flight-bird-strike-emergency-landing-nagpur/feed/ 0
SpiceJet ફ્લાઈટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, કેબિન પ્રેશર એલર્ટ સામે https://www.gujaratinside.com/2025/08/29/spicejet-sg385-emergency-landing-srinagar/ https://www.gujaratinside.com/2025/08/29/spicejet-sg385-emergency-landing-srinagar/#respond Fri, 29 Aug 2025 14:41:00 +0000 https://www.gujaratinside.com/?p=17721 શુક્રવારે દિલ્હીથી શ્રીનગર આવતી સ્પાસજેટ્ની ફ્લાઈટ SG-385 ને શ્રીનગર એરપોર્ટ પર તાત્કાલિક પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઈટ અચાનક ઝડપથી નીચે આવી, જેના કારણે કેપ્ટને તાત્કાલિક એરપોર્ટથી પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. ફ્લાઈટમાં કેબિન પ્રેશરના એલર્ટની જાણ થતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલાં ભરવામાં આવ્યા. માહિતી અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 205 મુસાફરો, જેમાં 4 બાળકો...

The post SpiceJet ફ્લાઈટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, કેબિન પ્રેશર એલર્ટ સામે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
શુક્રવારે દિલ્હીથી શ્રીનગર આવતી સ્પાસજેટ્ની ફ્લાઈટ SG-385 ને શ્રીનગર એરપોર્ટ પર તાત્કાલિક પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઈટ અચાનક ઝડપથી નીચે આવી, જેના કારણે કેપ્ટને તાત્કાલિક એરપોર્ટથી પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. ફ્લાઈટમાં કેબિન પ્રેશરના એલર્ટની જાણ થતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલાં ભરવામાં આવ્યા.

માહિતી અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 205 મુસાફરો, જેમાં 4 બાળકો પણ સામેલ હતા, તેમજ 7 ક્રૂ સભ્યો સવાર હતા. ફ્લાઈટને બપોરે 3:27 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી. કોઈ મુસાફર અથવા ક્રૂ સભ્યને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર નહોતી. વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે.

સ્પાસજેટ દ્વારા આ ઘટનાને લગતી સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે કે, SG-385માં અપ્રોચ દરમિયાન કેબિન એલ્ટીટ્યૂડ વોર્નિંગ મળ્યું. ક્રૂએ તમામ નિયમિત પ્રોટોકોલ અનુસાર તપાસ કરી અને કેપ્ટનને સલાહરૂપે પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ તમામ મુસાફરો અને ક્રૂ સામાન્ય રીતે બહાર આવ્યા.

કેબિન એલ્ટીટ્યૂડ વોર્નિંગ ત્યારે જાહેર થાય છે, જ્યારે વિમાનના કેબિનમાં હવાનું પ્રેશર સામાન્ય સ્તર કરતા ઓછું થઈ જાય. આ સ્થિતિમાં ઓક્સિજન માસ્ક બંધારણીક રીતે લગાવવામાં આવે છે અને વિમાનને તાત્કાલિક નીચે ઉતારવાની જરૂર પડે છે.

 

The post SpiceJet ફ્લાઈટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, કેબિન પ્રેશર એલર્ટ સામે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/spicejet-sg385-emergency-landing-srinagar/feed/ 0
બોઈંગ 737-800માં ખામી, 12,000 ફૂટ ઊંચાઈ પર વિમાનના પાંખનો ભાગ તૂટ્યો https://www.gujaratinside.com/2025/08/22/delta-airlines-boeing-wing-incident/ https://www.gujaratinside.com/2025/08/22/delta-airlines-boeing-wing-incident/#respond Fri, 22 Aug 2025 14:24:16 +0000 https://www.gujaratinside.com/?p=16973 ડેલ્ટા એરલાઇન્સની બોઈંગ 737-800 મોડેલની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી, જેમાં 19મી ઓગસ્ટે વિમાન 12,000 ફૂટની ઊંચાઈએ હોવા દરમિયાન ડાબા પાંખનો એક ભાગ તૂટીને અલગ થઈ ગયો. ફ્લાઇટ નંબર-1893 ઓર્લાન્ડોથી ટેક્સાસના ઓસ્ટિન માટે જઇ રહી હતી અને તેમાં 62 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. મુસાફરોએ પાંખ તૂટતા વિમાનમાં આંચકો અનુભવ્યો. ડેલ્ટા એરલાઇન્સે જણાવ્યું કે...

The post બોઈંગ 737-800માં ખામી, 12,000 ફૂટ ઊંચાઈ પર વિમાનના પાંખનો ભાગ તૂટ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ડેલ્ટા એરલાઇન્સની બોઈંગ 737-800 મોડેલની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી, જેમાં 19મી ઓગસ્ટે વિમાન 12,000 ફૂટની ઊંચાઈએ હોવા દરમિયાન ડાબા પાંખનો એક ભાગ તૂટીને અલગ થઈ ગયો. ફ્લાઇટ નંબર-1893 ઓર્લાન્ડોથી ટેક્સાસના ઓસ્ટિન માટે જઇ રહી હતી અને તેમાં 62 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. મુસાફરોએ પાંખ તૂટતા વિમાનમાં આંચકો અનુભવ્યો.

ડેલ્ટા એરલાઇન્સે જણાવ્યું કે લેન્ડિંગ બાદ ડાબા પાંખનો ભાગ હાજર ન હોવાનો ખુલ્યો. વિમાનને તાત્કાલિક સર્વિસમાંથી હટાવી દેવાયું છે. કંપનીએ કહ્યું કે તેમના લોકો અને મુસાફરોની સુરક્ષા માટે આની તપાસ કરવામાં આવી રહી છે અને યાત્રીઓને થયેલી અસુવિધા માટે ક્ષમા માગી છે.

સદનસીબે, પાયલોટે વિમાનને ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી દીધું, અને કોઈ જાનહાનિ કે ગંભીર નુકસાન થયું નથી. આ કારણે 20 ઓગસ્ટની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે, જે વિમાનની જાળવણી અને ટેકનિકલ સલામતી માટે મહત્વપૂર્ણ સૂચના આપે છે.

 

The post બોઈંગ 737-800માં ખામી, 12,000 ફૂટ ઊંચાઈ પર વિમાનના પાંખનો ભાગ તૂટ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/22/delta-airlines-boeing-wing-incident/feed/ 0
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ https://www.gujaratinside.com/2025/07/23/ahmedabad-indigo-flight-engine-fire/ https://www.gujaratinside.com/2025/07/23/ahmedabad-indigo-flight-engine-fire/#respond Wed, 23 Jul 2025 13:02:58 +0000 https://www.gujaratinside.com/?p=15128 અમદાવાદ એરપોર્ટ પરથી દીવ જવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર ATR76 માં ટેકઓફના સમયે એન્જિનમાં અચાનક આગ લાગી. ફ્લાઈટમાં 60 મુસાફરો હાજર હતા. પાયલટે તરત જ આંતરિક વિમાની ટ્રાફિક નિયંત્રણ કેન્દ્ર (ATC) ને ‘મેડે’ કોલ આપ્યો અને પ્લેનનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું. ટેકઓફ પહેલાં જ રનવે પર ફ્લાઈટ રોલ થઈ ગઈ હતી રિપોર્ટ...

The post અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ એરપોર્ટ પરથી દીવ જવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર ATR76 માં ટેકઓફના સમયે એન્જિનમાં અચાનક આગ લાગી. ફ્લાઈટમાં 60 મુસાફરો હાજર હતા. પાયલટે તરત જ આંતરિક વિમાની ટ્રાફિક નિયંત્રણ કેન્દ્ર (ATC) ને ‘મેડે’ કોલ આપ્યો અને પ્લેનનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું.

ટેકઓફ પહેલાં જ રનવે પર ફ્લાઈટ રોલ થઈ ગઈ હતી
રિપોર્ટ અનુસાર, પ્લેનને ટેકઓફ માટે ક્લિયરન્સ મળી ગઈ હતી અને રનવે પર રોલિંગ પણ શરૂ થઈ ગઈ હતી. જોકે એ જ સમયે પ્લેનના એક એન્જિનમાં આગ લાગતાં તાત્કાલીક પગલાં લેવાયા. પાયલટે સમયસૂચકતા દાખવી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ ફ્લાઈટને રોકી દીધી. તમામ મુસાફરોને સલામત રીતે પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યા.

ફ્લાઈટ રદ, મુસાફરોને પુરતી સહાય
ઈન્ડિગોના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. મુસાફરોને અથવા તો બીજા વિમાને રવાનગી અપાઈ છે અથવા સંપૂર્ણ રિફંડની ઓફર આપવામાં આવી છે. એરલાઈન્સે મુસાફરોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

ફ્લાઈટને ઓપરેશનમાંથી હટાવી તપાસ શરૂ
આ ઘટના બાદ સંબંધિત વિમાનને ઓપરેશનમાંથી હટાવવામાં આવ્યું છે અને તેમાં સંપૂર્ણ ટેકનિકલ ચકાસણી હાથ ધરાશે. કંપનીએ ખાતરી આપી છે કે પ્લેન ફરી સેવામાં લેતા પહેલાં તમામ સુરક્ષા પ્રમાણભૂત પ્રક્રિયા ચકાસવામાં આવશે.

આ ઘટનાએ ભારતીય વિમાની સુરક્ષા મુદ્દે ફરી ચર્ચા જગાવી છે. આ અગાઉ પણ 21 જુલાઈએ ગોવા-ઈન્દોર ફ્લાઈટમાં ટેકનિકલ ખામી નોંધાઈ હતી. વિમાની સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની જરૂરત વધુ ભારપૂર્વક ઊભી થઈ છે.

The post અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/23/ahmedabad-indigo-flight-engine-fire/feed/ 0
ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ https://www.gujaratinside.com/2025/07/22/air-india-delhi-kolkata-flight-cancelled-technical-glitch/ https://www.gujaratinside.com/2025/07/22/air-india-delhi-kolkata-flight-cancelled-technical-glitch/#respond Tue, 22 Jul 2025 03:35:11 +0000 https://www.gujaratinside.com/?p=15073 એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું...

The post ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું હતું, અને વિમાનમાં ઘબરાહટનો માહોલ સર્જાયો હતો.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટેકનિકલ ઇશ્યુને કારણે ફ્લાઈટ રદ કરવી પડી હતી, પણ તમામ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય એક ઘટના એર ઈન્ડિયાની કોચીથી મુંબઈ આવતી ફ્લાઈટની છે. ભારે વરસાદના કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને આશરે ૧૬થી ૧૭ મીટર દૂર અનપેવ્ડ વિસ્તારમાં પહોંચી ગયું હતું. વિમાન નિર્ધારિત માર્ગ છોડીને બહાર નીકળી ગયું હતું, પરંતુ પાયલટની ચપળતાથી વિમાનને નુકસાન વિના સુરક્ષિત રીતે નિયંત્રિત કરવામાં આવ્યું. આ ઘટનામાં પણ કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

વિમાન ક્ષેત્રે આવી ઘટનાઓએ મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે, પરંતુ પાયલટોની તાત્કાલિક પ્રતિક્રિયા અને સુરક્ષા પ્રક્રિયાઓને કારણે મોટી દુર્ઘટના ટળી છે.

The post ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/22/air-india-delhi-kolkata-flight-cancelled-technical-glitch/feed/ 0