Energy Diplomacy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/energy-diplomacy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 21 Aug 2025 12:11:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Energy Diplomacy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/energy-diplomacy/ 32 32 જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/ https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/#respond Thu, 21 Aug 2025 12:11:50 +0000 https://www.gujaratinside.com/?p=16868 વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે....

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે. તેમ છતાં અમેરિકા દ્વારા માત્ર ભારત પર જ ટેરિફ લાદવો, અણધારી અને એકતરફી નિર્ણય હોવાનું જણાવ્યું હતું.

જેયશંકરે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી ઘણા દેશોએ રશિયાથી આયાતમાં વધારો કર્યો છે, તેમ છતાં માત્ર ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. તેમણે તાકિદ કરી કે ભારતે રશિયાથી ક્રૂડ ખરીદીનો નિર્ણય ઊર્જા બજારમાં સ્થિરતા લાવવા માટે લીધો હતો, જે પોતે અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. ઉપરાંત ભારતે અમેરિકાથી પણ ક્રૂડ ખરીદીમાં વધારો કર્યો છે, છતાં અમેરિકાનું વર્તન દુખદ અને વિચિત્ર છે.

રશિયા સાથેના સંબંધો અંગે જેયશંકરે ઉમેર્યું હતું કે, ભારત અને રશિયા દુનિયાના સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશોમાંથી એક છે. બંને દેશોએ એનર્જી, ડિફેન્સ, ટેક્નોલોજી અને રોકાણ ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવ્યો છે. રશિયાએ ભારતના “મેક ઈન ઈન્ડિયા” પ્રયાસોને પણ સહકાર આપ્યો છે.

તેમણે વ્યાપારના મુદ્દે જણાવ્યું કે કૃષિ, ફાર્મા અને ટેક્સટાઈલ સેક્ટરમાં નિકાસ વધારવાની સાથે ભારત રશિયા સાથેના વેપાર સંતુલન સુધારવા માટે પ્રતિબદ્ધ છે. રશિયા હાલમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર છે, પરંતુ આ બાબત પર અમેરિકાએ જે રીતે વિવાદ ઊભો કર્યો છે, તે મૌલિક ન્યાયની વિરુદ્ધ છે.

The post જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/india-china-oil-imports-jaishankar-russia-response-trump/feed/ 0
ટ્રમ્પના ટેરિફ પછી રશિયાનો ભારતને ખુલ્લો ટેકો: ‘અમેરિકા નહીં ખરીદે તો અમે ખરીદશું’ https://www.gujaratinside.com/2025/08/21/russia-supports-india-against-us-tariffs/ https://www.gujaratinside.com/2025/08/21/russia-supports-india-against-us-tariffs/#respond Thu, 21 Aug 2025 03:28:11 +0000 https://www.gujaratinside.com/?p=16850 ભારત સામે ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલા કડક ટેરિફની વચ્ચે રશિયાએ ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. રશિયાના રાજદૂત રોમન બાબુશ્કિને જણાવ્યું કે જો અમેરિકા ભારતના ઉત્પાદનો નહીં ખરીદે, તો રશિયા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે ભારતને ઓઈલ પર મળતી ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલુ રહેશે અને ભારત માટે રશિયન બજારો ઓપન છે. બાબુશ્કિને ભારત સાથે વ્યાપક...

The post ટ્રમ્પના ટેરિફ પછી રશિયાનો ભારતને ખુલ્લો ટેકો: ‘અમેરિકા નહીં ખરીદે તો અમે ખરીદશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત સામે ટ્રમ્પ સરકાર દ્વારા લગાવવામાં આવેલા કડક ટેરિફની વચ્ચે રશિયાએ ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. રશિયાના રાજદૂત રોમન બાબુશ્કિને જણાવ્યું કે જો અમેરિકા ભારતના ઉત્પાદનો નહીં ખરીદે, તો રશિયા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે ભારતને ઓઈલ પર મળતી ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલુ રહેશે અને ભારત માટે રશિયન બજારો ઓપન છે.

બાબુશ્કિને ભારત સાથે વ્યાપક ટ્રેડ કોરિડોરની રજૂઆત પણ કરી છે અને તેને સમયની માંગ ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યો કે રશિયા ભારત સાથે ઊર્જા અને સુરક્ષા બંને ક્ષેત્રોમાં સહયોગ વધુ મજબૂત બનાવવા તૈયાર છે. બીજી તરફ વ્હાઇટ હાઉસની સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની ઓઈલ ખરીદી પુતિનને નાણાંકીય સહારો આપી રહી છે, જેના જવાબમાં ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યા છે – જેમાંથી 25% અમલમાં આવી ચૂક્યા છે અને બાકીના 25% 27 ઓગસ્ટથી લાગુ પડશે.

રશિયાએ એમ પણ જણાવ્યું છે કે તેઓ પાસે એવી વ્યવસ્થા છે કે જેથી અમેરિકન ટેરિફ ભારતના વેપાર પર કોઈ અસર નહીં કરે. તેમણે કહ્યું કે ભારતે અમેરિકન પ્રતિબંધોની ચિંતા કરવાની જરૂર નથી. ભારતના ઉત્પાદકો માટે રશિયન માર્કેટ ઓપન છે અને તેઓએ ભારતના ઉત્પાદનોનું સ્વાગત કરવા તૈયાર છે.

બાબુશ્કિનું વધુમાં કહેવું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશ્વાસભર્યા છે અને સમય સાથે વધુ મજબૂત બન્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે બંને દેશો પોતાની દ્વિપક્ષીય વેપાર મૂલ્ય 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છે. બ્રિક્સના મહત્વ પર વાત કરતાં બાબુશ્કિણે જણાવ્યું કે આજના અસ્થિર યુગમાં BRICS એક વિશાળ સ્થિરતા અને શક્તિનો કેન્દ્ર બની ગયું છે. BRICS અર્થતંત્ર આજે 77 લાખ કરોડ ડોલર છે, જ્યારે G7 દેશોનો કુલ અર્થતંત્ર 57 લાખ કરોડ ડોલર છે.

આ તમામ દાવાઓના માધ્યમથી રશિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત તેના માટે માત્ર એક વેપારસાથી નહીં, પણ ઊર્જા, સુરક્ષા અને ભવિષ્યની વ્યૂહરચના માટે અગત્યનો ભાગીદાર છે. ટ્રમ્પ સરકારના પ્રતિબંધો છતાં, ભારત-રશિયા સંબંધો નવી ઊંચાઈએ પહોંચી શકે છે.

The post ટ્રમ્પના ટેરિફ પછી રશિયાનો ભારતને ખુલ્લો ટેકો: ‘અમેરિકા નહીં ખરીદે તો અમે ખરીદશું’ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/russia-supports-india-against-us-tariffs/feed/ 0