Europe Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/europe/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 12:52:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Europe Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/europe/ 32 32 પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/ https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/#respond Thu, 04 Sep 2025 13:28:50 +0000 https://www.gujaratinside.com/?p=18366 યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત...

The post પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત તે સમયે જ થશે જ્યારે ચોક્કસ પરિણામ મળશે.”

પુતિન એ યુક્રેન સાથે સમાધાન અંગે વાત કરવા છતાં પોતાની મૌલિક માંગણીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં યુક્રેન દ્વારા નાટો જોડાવાની ઈચ્છા છોડવી અને રશિયન ભાષીઓ પ્રત્યે ભેદભાવ બંધ કરવો આવરી લેવાયેલ છે. પુતિન એ હૂંકાર ભર્યો કે જો વાતચીત ન થઈ, તો યુદ્ધ પૂર્ણ કરવા માટે મોસ્કો જરૂરી સૈન્ય પગલાં લઈ શકે છે.

જોકે, કીવ (યુક્રેન) મોસ્કોને મંત્રણા સ્થળ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને આ વિચારને અસ્વીકાર્ય ગણાવ્યો છે. આ દરમિયાન, ઝેલેન્સ્કી વોશિંગ્ટન અને યુરોપીયન દેશોને રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા વિનંતી કરી રહ્યા છે. ટ્રમ્પે નેતાઓને મળીને રાજદ્વારી પ્રયાસો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, સાથે ચેતવણી આપી છે કે નિષ્ફળતા થાય તો રશિયા પર વધારાના પ્રતિબંધો લાગુ થઈ શકે છે.

પુતિન એ સ્પષ્ટ કર્યું કે રશિયા યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવું પસંદ કરશે, પરંતુ પોતાના દાવાઓ, જેમાં ચાર યુક્રેનિયન પ્રદેશો પર કબજો પણ સમાવિષ્ટ છે, છોડશે નહીં. તેઓએ જણાવ્યું કે આ વિસ્તારો પર કીવ અને પશ્ચિમ દેશો ગેરકાયદેસર રીતે દાવો કરે છે.

 

The post પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/putin-invites-zelensky-moscow-peace-talk/feed/ 0
યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી https://www.gujaratinside.com/2025/08/19/russia-foreign-minister-slams-europe-supports-trump/ https://www.gujaratinside.com/2025/08/19/russia-foreign-minister-slams-europe-supports-trump/#respond Tue, 19 Aug 2025 15:32:49 +0000 https://www.gujaratinside.com/?p=16743 અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે...

The post યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું.

અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી બેઠકની ચર્ચા કરતા લાવરોવે કહ્યું કે ટ્રમ્પ લાંબા ગાળાની શાંતિ સમજૂતી કરવા ઈચ્છે છે જ્યારે યુરોપિયન દેશો માત્ર યુદ્ધવિરામની વાતો કરે છે. તેમણે કહ્યું, “ટ્રમ્પ અને તેમની ટીમ ઈમાનદારીથી યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેઓ ટકાઉ, વિશ્વસનીય સમાધાન ઈચ્છે છે.”

લાવરોવે આક્ષેપ કર્યો કે યુરોપિયન દેશો શાંતિ કરતાં યુદ્ધવિરામને પ્રાધાન્ય આપે છે જેથી તેઓ યુક્રેનને હથિયારો પૂરા પાડતા રહી શકે. તેમણે ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની બેઠક અંગે જણાવ્યું કે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થઈ શકે છે અને યુદ્ધવિરામની જરૂર નથી.

The post યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/russia-foreign-minister-slams-europe-supports-trump/feed/ 0