European trade policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/european-trade-policy/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 05:27:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png European trade policy Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/european-trade-policy/ 32 32 જર્મનીએ અમેરિકાને ઝટકો આપ્યો: ભારત પર પ્રતિબંધ ન લગાવવાનો સંકેત, મિત્રતા વધારવાની જાહેરાત https://www.gujaratinside.com/2025/09/02/germany-supports-india-no-trade-restrictions/ https://www.gujaratinside.com/2025/09/02/germany-supports-india-no-trade-restrictions/#respond Tue, 02 Sep 2025 05:27:37 +0000 https://www.gujaratinside.com/?p=18059 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને વિશ્વની જિયોપોલિટિકલ સ્થિતિ બદલાવાની કોશિશ વચ્ચે જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ભારતની મુલાકાત પહેલાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પ દ્વારા ભારતમાં 50 ટકા ટેરિફ લાદ્યા બાદ અન્ય યુરોપિયન દેશોને પણ ભારત પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ જર્મનીએ એ માંગને સ્પષ્ટ રીતે નકાર્યું છે અને ભારત...

The post જર્મનીએ અમેરિકાને ઝટકો આપ્યો: ભારત પર પ્રતિબંધ ન લગાવવાનો સંકેત, મિત્રતા વધારવાની જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અને વિશ્વની જિયોપોલિટિકલ સ્થિતિ બદલાવાની કોશિશ વચ્ચે જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ભારતની મુલાકાત પહેલાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પ દ્વારા ભારતમાં 50 ટકા ટેરિફ લાદ્યા બાદ અન્ય યુરોપિયન દેશોને પણ ભારત પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ જર્મનીએ એ માંગને સ્પષ્ટ રીતે નકાર્યું છે અને ભારત સાથે સંબંધ વધારવા માટે પ્રયાસ કરવાના સંકેત આપ્યા છે.

જર્મન વિદેશ મંત્રી વેડેફુલે આજે બેંગલુરુની મુલાકાત લીધી છે, જ્યાં તેઓ ISROના મિશન અને કાર્યની વિગત જાણી રહ્યા છે. ત્યારબાદ વેડેફુલે નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત-જર્મની સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી.

વેડેફુલે પોતાના X પોસ્ટમાં જણાવ્યું, “ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ઘાટા છે. સુરક્ષા સહયોગ, નવી ટેક્નોલોજી અને કુશળ કામદારોની ભરતી સહિત વ્યૂહાત્મક ભાગીદારી વધારવાની વિશાળ સંભાવનાઓ છે. ભારતની ભૂમિકા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.”

જર્મન વિદેશ મંત્રીના આ નિવેદનને અમેરિકાના પ્રયત્નો માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે અમેરિકાએ યુરોપિયન દેશોને ભારત પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી હતી. વેડેફુલે સ્પષ્ટ કર્યું છે કે જર્મની ભારત સાથે સંબંધ મજબૂત કરવાનો અને ભાગીદારી વધારવાનો ઇરાદો ધરાવે છે, જે બંને દેશોના ગોઠવણાને વધુ દૃઢ બનાવશે.

The post જર્મનીએ અમેરિકાને ઝટકો આપ્યો: ભારત પર પ્રતિબંધ ન લગાવવાનો સંકેત, મિત્રતા વધારવાની જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/germany-supports-india-no-trade-restrictions/feed/ 0