અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે ભારતીય પાયલટ સંગઠન ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સ (FIP)એ ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને રૉયટર્સ સામે કાનૂની નોટિસ મોકલી છે. FIPનું કહેવું છે કે, વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના અકસ્માતને પાયાવિહોણા દાવાઓથી ઝાંકી આપીને પાયલટ્સનું અપમાન કર્યું છે. તેમણે સમાચાર તુરંત પાછા ખેંચવા અને જાહેરમાં માફી માગવાની માગ કરી...
