Farmers Protest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/farmers-protest/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 10:16:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Farmers Protest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/farmers-protest/ 32 32 રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત https://www.gujaratinside.com/2025/09/03/amreli-farmers-protest-relief-package-exclusion/ https://www.gujaratinside.com/2025/09/03/amreli-farmers-protest-relief-package-exclusion/#respond Wed, 03 Sep 2025 10:28:18 +0000 https://www.gujaratinside.com/?p=18207 ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે....

The post રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે.

આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે. લાઠીના રામપર સહિતના ગામોના ખેડૂતો સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે તમામ પીડિત ખેડૂતોને સહાય મળવી જોઈએ. આ મામલે ધારાસભ્ય જનક તળાવિયાએ રાજ્ય સરકારને પત્ર લખી બાકી રહેલા ગામોને પણ રાહત પેકેજનો લાભ મળે તે માટે રજૂઆત કરી છે.

કમોસમી વરસાદના કારણે રાજ્યના છ જિલ્લામાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે. સરકારના નિયમો અનુસાર, જે ખેડૂતોના પાકને 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે, તેમને સહાય આપવામાં આવશે.

સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને બે રીતે સહાય મળશે – સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૂ. 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી રૂ. 2,500, એમ મળીને પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય મળશે. સહાયમાં પ્રતિ ખાતા મહત્તમ બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

 

The post રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/amreli-farmers-protest-relief-package-exclusion/feed/ 0
ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/ https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/#respond Thu, 14 Aug 2025 09:23:23 +0000 https://www.gujaratinside.com/?p=16189 મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય...

The post ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે.

ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં પણ કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. તેમનો આરોપ છે કે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટરે માત્ર ₹20 થી ₹22 જેટલું વળતર મળે છે, જ્યારે નજીકની NA કરેલી જમીનનો ભાવ ₹4000 થી ₹4500 સુધી પહોંચી ગયો છે. આ મુદ્દે ખેડૂતો અનેકવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં ઉકેલ મળ્યો નથી.

 

The post ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/bharatmala-project-farmers-protest-mehsana-banaskantha/feed/ 0