Fatal Accident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fatal-accident/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 14:15:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Fatal Accident Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fatal-accident/ 32 32 જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/ https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/#respond Sun, 14 Sep 2025 14:15:42 +0000 https://www.gujaratinside.com/?p=19351 રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે. માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે...

The post જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે.

માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરતા હતા, જ્યાં તેઓ તેમના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કર્યા હતા.

શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને રિંગરોડના ડિવાઇડર સાથે અથડાઈ ગઈ અને લગભગ 16 ફૂટ ઊંડા અંડરપાસમાં ખાબકી. કાર ખાબકતા અંડરપાસમાં પાણી ભરાયું હતું.

દુર્ઘટનામાં શામેલ પરિવારના સભ્યોમાં કાલૂરામ, તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને 3 વર્ષનો દીકરો ગજરાજ સામેલ છે.

આ પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડીનો અને જયપુરના વાટિકા વિસ્તારમાં નિવાસી છે. સમગ્ર પંથકમાં આ દુર્ઘટનાથી શોકની લહેર પ્રસરી ગઈ છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અકસ્માત શનિવાર રાત્રે થયો હતો, પરંતુ દુર્ઘટનાની જાણ રવિવારે બપોરે મળી જ્યારે સ્થાનિક લોકોએ પાણીથી ભરેલા અંડરપાસમાં કાર જોઈ.

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરા પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ જણાવ્યું કે, “કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.”

આ દુર્ઘટના મોડી રાત્રે ઓવરસ્પીડ અને રસ્તાના ખતરનાક પરિસ્થિતિઓને કારણે બની હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

 

The post જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/jaipur-car-accident-7-deaths-family/feed/ 0
મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ https://www.gujaratinside.com/2025/08/28/mangalore-bus-accident-ksrtc-5-dead-7-injured/ https://www.gujaratinside.com/2025/08/28/mangalore-bus-accident-ksrtc-5-dead-7-injured/#respond Thu, 28 Aug 2025 13:14:05 +0000 https://www.gujaratinside.com/?p=17605 કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે. પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક...

The post મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કર્ણાટકના મેંગલોર શહેરમાં આજે, 28 ઓગસ્ટે, ભયાનક અકસ્માત બન્યો છે. કસર્ગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો કમકમાટીભર્યો મોત થયો છે, જેમાં ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સામેલ છે.

પ્રાથમિક જાણકારી અનુસાર, કેટલાક મૃતકો બસ સ્ટેન્ડ પાસે બેઠેલા ઓટો રિક્ષામાં સવાર હતા. આ દુર્ઘટનામાં અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલીકની હાલત ગંભીર હોવાનું તબીબી અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે અકસ્માત બસની બ્રેક ફેલ થવાના કારણે બન્યો. બસ ડ્રાઈવરે વાહન પર કાબૂ ગુમાવ્યો હતો અને તે સીધી સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તરત ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને બેદરકારી દાખવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

The post મેંગલોરમાં બસ સ્ટેન્ડમાં ઘૂસી કસર્ગોડ-મેંગલુરુ બસ, 5નાં મોત, 7 ગંભીર રીતે ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/28/mangalore-bus-accident-ksrtc-5-dead-7-injured/feed/ 0