Financial Assistance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/financial-assistance/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 09:42:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Financial Assistance Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/financial-assistance/ 32 32 બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ https://www.gujaratinside.com/2025/09/23/bihar-mahila-rojgar-yojana-first-installment/ https://www.gujaratinside.com/2025/09/23/bihar-mahila-rojgar-yojana-first-installment/#respond Tue, 23 Sep 2025 10:00:24 +0000 https://www.gujaratinside.com/?p=19925 પાટણા: બિહાર સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મહિલા રોજગાર યોજનાનો પ્રથમ હપ્તો જલદી જ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યની આશરે 75 લાખ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે તેઓ પોતાના...

The post બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પાટણા: બિહાર સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મહિલા રોજગાર યોજનાનો પ્રથમ હપ્તો જલદી જ વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

આ યોજના હેઠળ રાજ્યની આશરે 75 લાખ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે.

આ પહેલથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે તેઓ પોતાના પરિવાર અને સમાજમાં વધુ માન-મર્યાદાવાળું સ્થાન મેળવી શકશે.

સરકારના જણાવ્યા મુજબ, રોજગાર શરૂ કર્યા બાદ મહિલાઓને તેમના વ્યવસાયના વિકાસના આધારે રૂ. 2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે, જે તેમના માટે દીર્ઘકાલીન આર્થિક સુરક્ષા પૂરું પાડશે.

આ યોજનાનો લાભ માત્ર બિહારના સ્થાયી રહેવાસી મહિલાઓ લઈ શકે છે. રાજ્યના ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોની મહિલાઓ માટે આ યોજના ખુલ્લી છે. યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ જીવિકા સ્વસહાય જૂથ સાથે જોડાવું ફરજિયાત છે.

જો મહિલાઓ હજી સુધી જીવિકા જૂથ સાથે જોડાયી નથી, તો તેઓ પહેલા જૂથની સભ્યતા લઈ શકે છે. સભ્ય બનવા માટે નિર્ધારિત અરજીપત્રક ભરવું પડશે અને આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો તેમજ નિવાસ પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પડશે.

મહિલાઓ માટે અરજી કરવાની સુવિધા ખૂબ જ સરળ અને સુલભ બનાવવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારમાં મહિલાઓ પોતાના ગ્રામ સંગઠન અથવા જીવિકા જૂથ મારફતે સીધી અરજી કરી શકે છે, જ્યાં જૂથ પ્રતિનિધિ તેમને ફોર્મ ભરવામાં અને દસ્તાવેજો જમા કરાવવામાં સહાય કરશે.

શહેરી વિસ્તારની મહિલાઓ જીવિકા ની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે, જ્યાં ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ અપલોડ કરવાની રહેશે.

 

The post બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/bihar-mahila-rojgar-yojana-first-installment/feed/ 0
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/ https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/#respond Wed, 27 Aug 2025 15:01:54 +0000 https://www.gujaratinside.com/?p=17546 કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. સરકારના આ...

The post કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

સરકારના આ નિર્ણયથી યોજનામાં લગભગ 50 લાખ નવા ફેરિયાઓ સામેલ થશે. ઉપરાંત યોજનામાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેમાં લોનની રકમ, યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેક જેવી સુવિધાઓનો સમાવેશ છે. આ પગલાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપશે.

નવા ફેરફાર મુજબ, પહેલાની પ્રથમ લોન 10,000 રૂપિયાની જગ્યાએ હવે 5,000 રૂપિયા રહેશે. બીજી લોનમાં વધારો કરીને 25,000 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજી લોન 50,000 રૂપિયાની યથાવત રહેશે. ખાસ વાત એ છે કે, જે લાભાર્થીઓ પોતાની બીજી લોન સમયસર ચૂકવશે, તેમને યુપીઆઈ-લિંક્ડ રુપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેઓને વ્યવસાય અને અંગત જરૂરિયાત માટે તરત ક્રેડિટ ઉપલબ્ધ થશે. ઉપરાંત, ડિજિટલ વ્યવહારો પર રૂપિયા 1,600 સુધીનું કેશબેક મળશે.

 

The post કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/pm-svanidhi-scheme-extended-till-2030-new-benefits-for-vendors/feed/ 0