Financial Technology Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/financial-technology/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 05:53:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Financial Technology Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/financial-technology/ 32 32 તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર https://www.gujaratinside.com/2025/09/02/upi-transactions-cross-20-billion-during-festival-season/ https://www.gujaratinside.com/2025/09/02/upi-transactions-cross-20-billion-during-festival-season/#respond Tue, 02 Sep 2025 09:05:26 +0000 https://www.gujaratinside.com/?p=18074 મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો. મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો....

The post તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો.

મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો. એનપીસીઆઈના ડેટા અનુસાર, ઓગસ્ટમાં UPI મારફત દૈનિક સરેરાશ વ્યવહાર 64.50 કરોડ રહ્યો હતો, જે જુલાઈમાં 62.80 કરોડ નોંધાયો હતો. દૈનિક સરેરાશ મૂલ્ય રૂ. 80,177 કરોડ રહ્યું, જ્યારે જુલાઈમાં રૂ. 80,919 કરોડ હતું.

ગયા વર્ષના ઓગસ્ટની તુલનામાં, UPI વ્યવહારમાં વોલ્યુમના દૃષ્ટિકોણે 34 ટકા અને મૂલ્યના દૃષ્ટિકોણે 21 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. તહેવારોના સમયમાં ગ્રાહકોમાં વધેલા ખર્ચને આ વૃદ્ધિ દર્શાવે છે. કોરોના મહામારી પછીથી, દેશમાં ઓનલાઈન ખરીદીમાં સતત વધારો નોંધાયો છે અને હવે ડિજિટલ પેમેન્ટ્સ માત્ર મોટા શહેરો સુધી મર્યાદિત નથી, પરંતુ નાના નગરો અને ગ્રામિણ વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે.

 

The post તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/upi-transactions-cross-20-billion-during-festival-season/feed/ 0