Fire safety Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fire-safety-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 04:55:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Fire safety Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fire-safety-gujarat/ 32 32 બારડોલીમાં કલરકામ ફેક્ટરીમાં ભીષણ આગ: 2 ના મોત, 20 જેટલા ઘાયલ https://www.gujaratinside.com/2025/09/02/bardoli-color-factory-fire-two-dead-twenty-injured/ https://www.gujaratinside.com/2025/09/02/bardoli-color-factory-fire-two-dead-twenty-injured/#respond Tue, 02 Sep 2025 04:54:57 +0000 https://www.gujaratinside.com/?p=18052 સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનામાં અત્યાર સુધી બે કામદારોના મોત થયાનું ખાતરી થયું છે, જ્યારે 15થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે કામ ચાલુ હોય તે સમયે અચાનક આગ લાગી હતી. આગ...

The post બારડોલીમાં કલરકામ ફેક્ટરીમાં ભીષણ આગ: 2 ના મોત, 20 જેટલા ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલરકામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનામાં અત્યાર સુધી બે કામદારોના મોત થયાનું ખાતરી થયું છે, જ્યારે 15થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે કામ ચાલુ હોય તે સમયે અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખી ફેક્ટરી તેની ઝપેટમાં આવી ગઈ. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી અને કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ભીષણ આગથી ફેક્ટરીને ભારે નુકસાન થયું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

The post બારડોલીમાં કલરકામ ફેક્ટરીમાં ભીષણ આગ: 2 ના મોત, 20 જેટલા ઘાયલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/bardoli-color-factory-fire-two-dead-twenty-injured/feed/ 0