Flood Disaster Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/flood-disaster/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 10:09:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Flood Disaster Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/flood-disaster/ 32 32 ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/ https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/#respond Thu, 04 Sep 2025 10:25:59 +0000 https://www.gujaratinside.com/?p=18320 નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી...

The post ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને લઈ સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરકારોને નોટિસ પાઠવી છે. અદાલતે રાજ્ય સરકારોને ત્રણ સપ્તાહની અંદર પરિસ્થિતિ અંગે વિગતવાર જવાબ આપવા આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન CJI ગવઈએ ટકોર કરી હતી કે પહેલી નજરે એવુ લાગી રહ્યું છે કે મોટા પાયે ગેરકાયદે વૃક્ષોનું નિકંદન થયું છે, જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી પરિસ્થિતિનું કારણ જાણવા સુચના આપી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવનો સંપર્ક કરી વિગતવાર માહિતી રજૂ કરશે. તેમણે કહ્યું કે, “અમે પ્રકૃતિ સાથે એટલો મોટો હસ્તક્ષેપ કર્યો છે કે હવે તે આપણને નુકસાન પહોંચાડી રહી છે,” જેના પર CJIએ પણ સહમતિ વ્યક્ત કરી.

પૂરના વીડિયોમાં હિમાચલ પ્રદેશમાં મોટી સંખ્યામાં વૃક્ષોના થડ વહેતા જોવા મળ્યા હતા. અદાલતે આ દ્રશ્યોને ગંભીર ગણાવતા જણાવ્યું કે પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારને પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, વાદળ ફાટવાના બનાવ અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાઈ ગયું છે. સેકડો લોકોનાં મોત થયા છે અને અનેક વિસ્તારોમાં સંકટની પરિસ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ માટે પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.

The post ઉત્તર ભારતના પૂર મામલે SCની કડક ટિપ્પણી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત રાજ્યોને નોટિસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/supreme-court-notice-north-india-floods/feed/ 0
પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન https://www.gujaratinside.com/2025/08/29/punjab-floods-2025-heavy-rain-sutlej-beas-ravi/ https://www.gujaratinside.com/2025/08/29/punjab-floods-2025-heavy-rain-sutlej-beas-ravi/#respond Fri, 29 Aug 2025 09:56:10 +0000 https://www.gujaratinside.com/?p=17668 પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને...

The post પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને પણ બચાવવાનો મોકો મળ્યો નથી.

લોકોના જણાવ્યા પ્રમાણે, 1988 બાદ પહેલીવાર પંજાબમાં આટલું વિકટ પૂર આવ્યું છે, જેનાથી 37 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પડતા અવિરત વરસાદના કારણે સતલુજ, બ્યાસ અને રાવી નદીઓ ખતરની સપાટીએ પહોંચી ગઈ છે અને બે કાંઠે વહેતી થઈ રહી છે.

પૂરથી પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, તરન તારન, કપૂરથલા, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર સહિતના જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં સેંકડો ગામો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભગવંત માને તમામ જિલ્લા વહીવટીતંત્રને રાહત કામગીરી તેજ કરવા આદેશ આપ્યો છે અને ચંદીગઢમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ફ્લડ કંટ્રોલ રૂમ તથા ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પટિયાલા જિલ્લામાં પૂરનો લાંબો ઈતિહાસ રહ્યો છે. 1993માં અહીં ભારે પૂર આવ્યું હતું અને 2023માં પણ વરસાદી પૂરે જિલ્લાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હાલ સોશિયલ મીડિયા પર #PrayforPunjab ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે અનેક NRI પંજાબને મદદ માટે આગળ આવી રહ્યા છે.

 

The post પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/punjab-floods-2025-heavy-rain-sutlej-beas-ravi/feed/ 0