food safety Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/food-safety-gujarat/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 12:10:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png food safety Gujarat Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/food-safety-gujarat/ 32 32 વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/ https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/#respond Thu, 14 Aug 2025 12:10:25 +0000 https://www.gujaratinside.com/?p=16246 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી...

The post વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. આ તપાસ દરમિયાન કુલ 11 સ્થળો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા.

આજવા-વાઘોડિયા રીંગ રોડ પર આવેલી ગાંધી મહેશ પ્રોવિઝન સ્ટોરમાંથી તેલવાળી તુવેરની દાળનો નમૂનો લેવામાં આવ્યો. અકોટા વિસ્તારમાં આવેલી પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો નમૂનો અને ગાયત્રી સ્ટોરમાંથી ઘીનો નમૂનો લેવામાં આવ્યો. ઉપરાંત અન્નમબ્રહ્મમમાંથી જીરુંનો નમૂનો લેવામાં આવ્યો હતો. જીઆઇડીસી મકરપુરા વિસ્તારમાં હનુરામ ફુડ પ્રા. લિ.માંથી કેસર કાજુકતરી વિથ સિલ્વર લીફનો નમૂનો લેવામાં આવ્યો.

કમાટીબાગ વિસ્તારમાં ખોડલ કોર્પોરેશન પ્રા. લિ.માંથી પફ, બટાકા પૌવા અને દાલવડાના નમૂના લેવામાં આવ્યા. ખોડીયારનગર વિસ્તારમાં અમૃતસરી કુલચામાં ચેકિંગ કરી હળદર પાવડર અને મટકા બિરયાનીના નમૂના લેવામાં આવ્યા. તેમજ નિઝામપુરા વિસ્તારમાં ગોપાલ ખમણ હાઉસ, છાણી જકાતનાકા નજીક મધુરમ ફૂડ રેસ્ટોરન્ટ અને છાણી વિસ્તારમાં ધનલક્ષ્મી ફોર્ટમાં પણ ફૂડ ઇન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું.

 

The post વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી: શહેરમાં ચેકિંગ દરમિયાન ખોરાકના 11 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/vadodara-food-safety-inspection-11-samples-collected/feed/ 0