France protest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/france-protest/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 18 Sep 2025 10:49:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png France protest Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/france-protest/ 32 32 ફ્રાન્સમાં 8 લાખ લોકોનો રસ્તા પર વિરોધ, સરકાર પર નાગરિકોની માંગણીઓ સાંભળવાનો દબાણ https://www.gujaratinside.com/2025/09/18/france-protest-800k-people-demand-government-action/ https://www.gujaratinside.com/2025/09/18/france-protest-800k-people-demand-government-action/#respond Thu, 18 Sep 2025 11:50:41 +0000 https://www.gujaratinside.com/?p=19535 ફ્રાન્સમાં ફરી એક વખત વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું છે જેમાં દેશભરના અંદાજે 8 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધને કારણે શાળા, રેલવે અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે. સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 80 હજારથી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ હડતાળને 2023ના ઐતિહાસિક પેન્શન સુધારણા વિરોધ પછીની સૌથી મોટી ગણવામાં આવી...

The post ફ્રાન્સમાં 8 લાખ લોકોનો રસ્તા પર વિરોધ, સરકાર પર નાગરિકોની માંગણીઓ સાંભળવાનો દબાણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ફ્રાન્સમાં ફરી એક વખત વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું છે જેમાં દેશભરના અંદાજે 8 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ વિરોધને કારણે શાળા, રેલવે અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે. સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 80 હજારથી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે.

આ હડતાળને 2023ના ઐતિહાસિક પેન્શન સુધારણા વિરોધ પછીની સૌથી મોટી ગણવામાં આવી રહી છે. ટ્રેડ યુનિયનોના નેતાઓએ પીએમ સેબેસ્ટિયન લેકોર્નુ પર તેમની બજેટ કાપ યોજનાઓ પર પુનર્વિચાર કરવા અને કામદારો, પેન્શનરો તથા સામાન્ય નાગરિકોની માંગણીઓ સાંભળવા દબાણ વધાર્યું છે.

ગયા અઠવાડિયે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ પોતાના નજીકના સાથી અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા, જે એક વર્ષમાં ત્રીજા પીએમ છે. લેકોર્નુએ જૂની રાજકીય વ્યવસ્થામાંથી મોટું પરિવર્તન લાવવાનો વચન આપ્યું છે.

ટ્રેડ યુનિયનોનો આક્ષેપ છે કે 2017થી સરકારે ઉદ્યોગપતિઓના પક્ષમાં નીતિઓ ઘડી છે. તેઓ એવી સરકાર ઈચ્છે છે જે કામદારો અને સામાન્ય નાગરિકોના હિતોને પ્રાથમિકતા આપે.

અગાઉના પીએમ બાયરોએ 44 અબજ યુરોના બજેટ કાપ દ્વારા દેવું ઘટાડવાની યોજના બનાવી હતી જેમાં બે જાહેર રજાઓ નાબૂદ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ હતો. લેકોર્નુએ આ નિર્ણય પાછો ખેંચવાનો વચન આપ્યો છે, પરંતુ યુનિયનો ચિંતિત છે કે અન્ય કલ્યાણ ખર્ચ પ્રતિબંધો ચાલુ રહી શકે છે.

જો બજેટ પર સહમતિ ન બને તો વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા લેકોર્નુ સરકારને પડકાર આપી શકે છે, જેના કારણે સરકાર પર દબાણ વધુ વધી શકે છે.

 

The post ફ્રાન્સમાં 8 લાખ લોકોનો રસ્તા પર વિરોધ, સરકાર પર નાગરિકોની માંગણીઓ સાંભળવાનો દબાણ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/france-protest-800k-people-demand-government-action/feed/ 0