free trade agreement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/free-trade-agreement/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 14 Sep 2025 15:25:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png free trade agreement Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/free-trade-agreement/ 32 32 ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર https://www.gujaratinside.com/2025/09/14/india-eu-fta-negotiations-trade-opportunities/ https://www.gujaratinside.com/2025/09/14/india-eu-fta-negotiations-trade-opportunities/#respond Sun, 14 Sep 2025 16:15:16 +0000 https://www.gujaratinside.com/?p=19375 ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી. કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ...

The post ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી.

કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ જેવા ક્ષેત્રોને આવરી લેવાનો છે.

છેલ્લા દાયકામાં અનેક રાઉન્ડની વાટાઘાટો છતાં, અલગ આર્થિક પ્રાથમિકતાઓ અને નિયમોને કારણે પ્રગતિ ધીમી રહી હતી. EU ભારત પાસેથી ઔદ્યોગિક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અને સેવા ક્ષેત્ર સુધી વધુ પહોંચ માંગે છે, જ્યારે ભારત તેની વિકાસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુગમતા માગે છે.

જો આ કરાર અમલમાં આવે છે, તો EU ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બનશે અને સાથે સાથે વિદેશી રોકાણનો મજબૂત સ્ત્રોત પણ પૂરું પાડશે, જે ભારતની વૈશ્વિક વેપાર હાજરીને વધારશે.

યુરોપિયન યુનિયન માટે આ કરાર મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરવા માંગે છે.

2013માં અટકેલી આ વાટાઘાટો COVID-19 રોગચાળો, રશિયા-યુક્રેન યુદ્ધ અને સપ્લાય ચેઇન કટોકટી પછી 2022માં ફરી શરૂ કરવામાં આવી હતી. હાલ ચર્ચાઓનું કેન્દ્ર ટકાઉ વિકાસ, ડિજિટલ વેપાર અને મજબૂત સપ્લાય ચેઇન પર છે.

જો આ કરાર પૂર્ણ થાય છે, તો તે ફક્ત ભારત અને EU વચ્ચેના વેપાર અને રોકાણને નવી ઊંચાઈએ લઈ જશે એટલું જ નહીં, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક નિયમો બનાવવામાં આગેવાની લેતા દેશોમાં સ્થાન અપાવશે અને વિશ્વના અન્ય મુખ્ય અર્થતંત્રો સાથેની વાટાઘાટોમાં પણ ભારતને મજબૂત સ્થિતિ આપશે.

The post ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/14/india-eu-fta-negotiations-trade-opportunities/feed/ 0
ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/ https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/#respond Wed, 27 Aug 2025 10:13:38 +0000 https://www.gujaratinside.com/?p=17465 ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત...

The post ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત મુલાકાતને વધુ મહત્વ મળશે.

શૃંગલાએ જણાવ્યું કે, “ભારત અને અમેરિકા પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં સંતોષકારક અને પરસ્પર લાભદાયક એફટીએને અંતિમ સ્વરૂપ આપશે. આ પગલું દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપશે.”

ત્યારે બીજી તરફ, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 25% વધારાનો ટેરિફ લાગુ કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) મુજબ, આ પગલાની અસર ભારતની અમેરિકા જતી $60.2 બિલિયનની નિકાસ પર પડશે. ખાસ કરીને ટેક્સટાઈલ્સ, જેમ્સ-જ્વેલરી, શ્રિમ્પ, કાર્પેટ્સ અને ફર્નિચર જેવા શ્રમ-આધારિત ક્ષેત્રો પર ગંભીર અસર થવાની શક્યતા છે, જેના કારણે નિકાસમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે અને લાખો કામદારોની રોજગારી જોખમમાં પડશે.

શૃંગલાએ જણાવ્યું કે ભારત આ પડકારનો સામનો કરવા વિકલ્પો શોધી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયા, યુએઈ અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, અને યુરોપિયન યુનિયન સાથેનો કરાર પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આથી ભારત પોતાના નિકાસને વૈકલ્પિક બજારો તરફ મોડી શકે છે.

ભારત-અમેરિકા સંબંધો અંગે શૃંગલાએ કહ્યું, “આ સંબંધ બહુઆયામી છે અને સામાન્ય મૂલ્યો તથા સિદ્ધાંતોની તાકાત તેને કોઈપણ ઉતાર-ચઢાવમાંથી બહાર કાઢશે.” તેમણે અમેરિકામાં ભારતના નવા એમ્બેસેડર તરીકે સર્જિયો ગોરની નિમણૂકને પણ સકારાત્મક પગલું ગણાવ્યું.

 

The post ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-us-free-trade-agreement-harsh-vardhan-shringla/feed/ 0
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/ https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/#respond Thu, 24 Jul 2025 13:17:19 +0000 https://www.gujaratinside.com/?p=15154 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન મોદીએ...

The post ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ માટે બ્રિટનની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે લંડનમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

દરમિયાન મોદીએ બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીય સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો, રોકાણ અને આર્થિક સહયોગ વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાન સ્ટાર્મરે પણ જણાવ્યુ હતું કે આ કરાર બ્રિટન માટે નોકરીઓ અને આર્થિક વિકાસ માટે મોટી સફળતા સાબિત થશે.

શું છે FTA?
FTA એટલે કે મુક્ત વેપાર કરાર, જે બે દેશો વચ્ચેના વેપારને સરળ બનાવે છે. તેના અંતર્ગત આયાત-નિકાસની ડ્યૂટી, ટેરિફ અથવા ટેક્સમાં છૂટછાટ મળે છે. ભારત અને યુકે વચ્ચે આ FTA માટે છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચા ચાલી રહી હતી.

આ કરારના અનુસંધાને ભારતમાં બ્રિટનથી આયાત થતા વસ્તુઓમાં વ્હિસ્કી, કાર અને કેટલીક જ્વેલરીના ભાવ ઘટશે. બીજી બાજુ, ભારત તરફથી નિકાસ થતી ચામડાની ચીજવસ્તુઓ, કપડાં, મરીન પ્રોડક્ટ્સ, સ્ટીલ અને મેટલના ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક ભાવે બહાર જઈ શકશે.

સસ્તું શું થશે?

  • ઈલેક્ટ્રોનિક્સ
  • કપડાં
  • ચામડા અને જૂતા
  • મરીન પ્રોડક્ટ્સ
  • વ્હિસ્કી
  • જ્વેલરી

મોંઘું શું થઈ શકે?

  • કૃષિ પ્રોડક્ટ્સ
  • કાર અને બાઈકના ઓટો પાર્ટ્સ

હવે આ કરાર બ્રિટિશ સંસદમાં મંજૂરી માટે જશો, ત્યારબાદ જ તે લાગુ પડશે. ભારત સરકારે પણ આ કરારને મંજૂરી આપી છે અને તેનો અમલ નિકટ ભવિષ્યમાં જોવા મળશે.

The post ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર: કપડાંથી કાર સુધી થશે ભાવમાં બદલાવ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/24/india-uk-free-trade-agreement-modi-starmar-fta-2025/feed/ 0