FWICE notice to Badshah Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fwice-notice-to-badshah/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 14 Aug 2025 14:13:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png FWICE notice to Badshah Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/fwice-notice-to-badshah/ 32 32 બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ https://www.gujaratinside.com/2025/08/14/badshah-us-concert-controversy-pakistani-company-fwice-notice/ https://www.gujaratinside.com/2025/08/14/badshah-us-concert-controversy-pakistani-company-fwice-notice/#respond Thu, 14 Aug 2025 14:13:44 +0000 https://www.gujaratinside.com/?p=16282 ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી...

The post બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી કરી છે.

FWICE દ્વારા મોકલાયેલા પત્રમાં જણાવાયું છે કે, “પ્રિય બાદશાહ, અમને માહિતી મળી છે કે તમે 19 સપ્ટેમ્બરે અમેરિકાના ડલાસમાં યોજાનારા ‘બાદશાહ અન-ફિનિશ્ડ ટૂર’માં પરફોર્મ કરવાના છો. આ ઇવેન્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની ‘3સિક્સટી શોઝ’ દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો છે.”

આ ઉપરાંત, પત્રમાં યાદ અપાવવામાં આવ્યું છે કે FWICEએ ભારત સરકારના સૂચનો અનુસાર ભારતીય કલાકારોને પાકિસ્તાની નાગરિકો અથવા પાકિસ્તાન સાથે સંકળાયેલા સંગઠનો સાથે કોઈપણ પ્રકારના વ્યવસાયિક સહયોગથી દૂર રહેવા જણાવ્યું છે. આ આદેશો સરહદ પારથી થતા આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે. પત્રમાં વધુમાં લખ્યું છે કે, “એક જવાબદાર ભારતીય કલાકાર તરીકે અમે આશા રાખીએ છીએ કે તમે દેશની ભાવનાઓ અને FWICE તથા ભારત સરકારના આદેશોનું પાલન કરશો.” FWICEએ બાદશાહને આ મામલે તાત્કાલિક જવાબ આપવાની વિનંતી કરી છે.

 

The post બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/badshah-us-concert-controversy-pakistani-company-fwice-notice/feed/ 0