gaming law india Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gaming-law-india/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 19 Aug 2025 11:42:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png gaming law india Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gaming-law-india/ 32 32 કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા https://www.gujaratinside.com/2025/08/19/online-gaming-bill-approved-india/ https://www.gujaratinside.com/2025/08/19/online-gaming-bill-approved-india/#respond Tue, 19 Aug 2025 11:42:02 +0000 https://www.gujaratinside.com/?p=16705 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલના માધ્યમથી ઓનલાઈન ગેમિંગને કાયદાકીય નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અનુસાર, આ પગલાંથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે અને લિસ્ટેડ તેમજ અનલિસ્ટેડ કંપનીઓ પર કડક નિયંત્રણ થશે. બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલમાં કેટલાક મહત્વના...

The post કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલના માધ્યમથી ઓનલાઈન ગેમિંગને કાયદાકીય નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અનુસાર, આ પગલાંથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે અને લિસ્ટેડ તેમજ અનલિસ્ટેડ કંપનીઓ પર કડક નિયંત્રણ થશે. બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

નવા બિલમાં કેટલાક મહત્વના પ્રાવધાનો સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસર પેદા કરતી ગેમ્સ પર પ્રતિબંધ મુકાશે. સ્કિલ આધારિત ગેમ્સ જેવી કે ચેસ, ક્વિઝ અને ઈ-સ્પોર્ટ્સને દર્શાવવું પડશે કે તેઓ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક ગેમિંગ પ્લેટફોર્મ માટે કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઈમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરેન્ટલ કંટ્રોલ ફરજિયાત રહેશે. સાથે જ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે.

બિલનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઈન ગેમિંગ સેક્ટર માટે કાયદાકીય માળખું બનાવવાનો અને ગ્રાહકોને સુરક્ષિત માહોલ પ્રદાન કરવાનો છે. હાલ નિયમોના અભાવે ગ્રાહકો છેતરપિંડી અને ફ્રોડનો ભોગ બને છે. નવા કાયદાથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે, ફ્રોડ રોકાશે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. ભારતમાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીની સાઈઝ હાલમાં 3 અબજ ડોલરથી વધુ છે, અને આ બિલથી સાચા ગેમિંગ પ્લેટફોર્મને લાભ મળશે.

 

The post કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/online-gaming-bill-approved-india/feed/ 0