Gandhinagar development Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gandhinagar-development/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 23 Sep 2025 09:33:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gandhinagar development Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gandhinagar-development/ 32 32 GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-gst-reforms-gujarat-visit/ https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-gst-reforms-gujarat-visit/#respond Tue, 23 Sep 2025 09:33:51 +0000 https://www.gujaratinside.com/?p=19920 ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નું ઉદ્ઘાટન કર્યું તેમજ NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “GST દેશ ચલાવવા માટે છે, દેશની જનતાને લૂંટવા માટે નહીં.” અમિત...

The post GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025નું ઉદ્ઘાટન કર્યું તેમજ NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “GST દેશ ચલાવવા માટે છે, દેશની જનતાને લૂંટવા માટે નહીં.”

અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની જરૂરિયાત કરતાં વધુ ટેક્સ વસૂલવામાં આવશે નહીં અને જો એવો કોઇ ટેક્સ હશે તો તેને ઘટાડવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે પહેલી નવરાત્રિથી નવા GST દરો અમલમાં આવ્યા છે અને કેટલીક વસ્તુઓ પર GST શૂન્ય કરાયો છે. ઉપરાંત, દેશમાં 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ શૂન્ય કરાયો છે, જે આઝાદી બાદ પહેલીવાર થયું છે.

કાર્યક્રમ બાદ અમિત શાહે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ગાંધીનગરમાં ગટર અને પાણીની લાઈનના કામો તેમજ ટ્રંક લાઈન સંબંધિત પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદ અને ગાંધીનગરના વિકાસ કામોની પ્રગતિ વિશે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સાંજે અમિત શાહ માણસામાં બહુચરાજી માતાના મંદિરે દર્શન કરશે અને ગાંધીનગરમાં જાહેર ગરબા મહોત્સવમાં હાજરી આપશે.

 

The post GST દેશ ચલાવવા માટે છે, લૂંટવા માટે નહીં: અમિત શાહનું નિવેદન, જરૂરિયાત કરતાં વધુ ટેક્સમાં ઘટાડાનો આશ્વાસન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/23/amit-shah-gst-reforms-gujarat-visit/feed/ 0
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-visit-roadshow-development-projects/ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-visit-roadshow-development-projects/#respond Mon, 25 Aug 2025 04:45:21 +0000 https://www.gujaratinside.com/?p=17210 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર...

The post વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી નિકોલ ખાતે જાહેરસભાને પણ સંબોધિત કરશે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુલ રૂ. 5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં માત્ર અમદાવાદમાં જ રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. ખાસ કરીને, રૂ. 133 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રામાપિરના ટેકરો, સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસકાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની શરૂઆત થશે.

અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સાથે જ, શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને આધુનિક માળખાગત સુવિધા ઉભી કરવા માટે ચાર-માગીય મુખ્ય માર્ગોને છ-માગીયમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે તબક્કામાં પૂરા થશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 1624 કરોડ રહેશે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ વડાપ્રધાન રૂ. 555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને શહેરી સુવિધાઓમાં મોટો ફાળો આપશે, જેનાથી ગુજરાતના વિકાસમાં નવી ગતિ આવશે.

The post વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-visit-roadshow-development-projects/feed/ 0