#Gandhinagar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gandhinagar/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 21 Sep 2025 06:48:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png #Gandhinagar Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gandhinagar/ 32 32 અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/ https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/#respond Sun, 21 Sep 2025 10:15:02 +0000 https://www.gujaratinside.com/?p=19777 ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે. 22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય...

The post અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે.

22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો છે.

તેઓ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અમદાવાદના જોધપુર અને સરખેજ વિસ્તારમાં ચાલી રહેલા નવરાત્રિના કાર્યક્રમોમાં ભાગ લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધશે.

23 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરમાં 11 જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને અમદાવાદમાં ચાલતા ટ્રંક લાઈન કામો અને ગાંધીનગરમાં ગટર તથા પાણી પુરવઠાના કામોની સમીક્ષા કરશે.

આ ઉપરાંત, તેઓ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ ભાગ લેશે.

નવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, ગૃહમંત્રી બીજા દિવસે માણસામાં તેમના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન વિકાસ કાર્યોની સમીક્ષા અને રાજકીય ગતિવિધિઓને ગતિ આપવાનું મંત્રીનું મુખ્ય લક્ષ્ય રહેશે.

 

The post અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, નવા વિકાસકાર્યોની સમીક્ષા અને કુળદેવીના દર્શન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/21/amit-shah-gujarat-two-day-visit-development-review/feed/ 0
ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ https://www.gujaratinside.com/2025/09/04/gandhinagar-ai-driving-test/ https://www.gujaratinside.com/2025/09/04/gandhinagar-ai-driving-test/#respond Thu, 04 Sep 2025 12:44:34 +0000 https://www.gujaratinside.com/?p=18363 ગાંધીનગર: ડ્રાઈવિંગ લાયસન્સ માટે હવે માનવ નિરીક્ષણની જગ્યાએ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારીત સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગાઉ, ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન સેન્સર, કેમેરા અને RTO ઇન્સ્પેક્ટર દ્વારા પદ્ધતિ અનુસાર પારખ કરવામાં આવતી હતી. નવા વ્યવસ્થામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ થશે અને ટેસ્ટ પૂરી થયા પછી પાસ કે નાપાસની...

The post ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: ડ્રાઈવિંગ લાયસન્સ માટે હવે માનવ નિરીક્ષણની જગ્યાએ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારીત સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગાઉ, ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન સેન્સર, કેમેરા અને RTO ઇન્સ્પેક્ટર દ્વારા પદ્ધતિ અનુસાર પારખ કરવામાં આવતી હતી. નવા વ્યવસ્થામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ થશે અને ટેસ્ટ પૂરી થયા પછી પાસ કે નાપાસની સ્થિતિ સીધો RTO એપ્લિકેશનમાં અપડેટ થશે.

ગાંધીનગર RTOમાં હાલમાં રોજના 200થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. AI સિસ્ટમથી આ પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને કડક બની રહેશે. ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવામાં અગાઉ ‘સેટિંગ’ થવાની શક્યતા રહી છે, જેના કારણે યોગ્ય રીતે લાયસન્સ ન મેળવતા ડ્રાઈવરો અકસ્માતના જોખમમાં રહેતા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, 2030 સુધીમાં અકસ્માતમાં માનવ મૃત્યુની ઘટમાં 50 ટકા ઘટાડો લાવવા માટે વધુ કડક અને યોગ્ય ડ્રાઈવિંગ પરીક્ષણ જરૂરી છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને ગાંધીનગર RTOમાં નવા AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ સિસ્ટમને આગામી દિવસોમાં શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જે વાહનચાલકો માટે સુરક્ષિત માર્ગસંચલન સુનિશ્ચિત કરશે.

 

The post ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/gandhinagar-ai-driving-test/feed/ 0
દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં https://www.gujaratinside.com/2025/07/13/father-drowns-in-canal-in-front-of-6-year-old-daughter-in-gandhinagar/ https://www.gujaratinside.com/2025/07/13/father-drowns-in-canal-in-front-of-6-year-old-daughter-in-gandhinagar/#respond Sun, 13 Jul 2025 12:28:59 +0000 https://www.gujaratinside.com/?p=14783 ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને બાળ તબીબ ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું શનિવારના રોજ અડાલજ નર્મદા કેનાલમાં  ડૂબી જવાથી મોત નીપજ્યું. આ  ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પોતાની 6 વર્ષીય દીકરી દ્વીજાના ગોરાના જવારા પધરાવવા કેનાલ પર ગયા હતા. જવારા પધરાવતી ઘડી બની જીવલેણ ડૉ. નિરવ પોતાની...

The post દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને બાળ તબીબ ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું શનિવારના રોજ અડાલજ નર્મદા કેનાલમાં  ડૂબી જવાથી મોત નીપજ્યું. આ  ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પોતાની 6 વર્ષીય દીકરી દ્વીજાના ગોરાના જવારા પધરાવવા કેનાલ પર ગયા હતા.

જવારા પધરાવતી ઘડી બની જીવલેણ

ડૉ. નિરવ પોતાની દીકરીને સાથે લઈને એક્ટિવા પર અડાલજ નર્મદા કેનાલ પર ગયા હતા. ત્યાં દીકરીને કેનાલના કિનારે ઊભી રાખી પોતે જવારા પધરાવા માટે પાણીમાં ઉતર્યા. તે દરમિયાન અચાનક તેમનો પગ લપસતા તેઓ કેનાલના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા. આ દ્રશ્ય દીકરીએ પોતાની આંખોથી જોયું અને ભયથી રડતી-ચીસો પાડવા લાગી.

મદદ માટે લોકો દોડી આવ્યા, પણ…

દીકરીના બુમો સાંભળીને આજુબાજુના રિક્ષાચાલકો દોડી આવ્યા. એક રિક્ષાચાલકે તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું અને મહેનત કરી ડૉ. નિરવને બહાર કાઢ્યા. તેમને તરત જ અડાલજ આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.

ઘટનાસ્થળે શોકના લાગણીભર્યા દ્રશ્યો

ઘટનાની જાણ થતાં ડૉ. કોશા અને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હેડ કોન્સ્ટેબલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “મોત દુર્ઘટનાગત છે અને પગ લપસી જવાથી કેનાલમાં પડવાનું પ્રથમ તપાસ માં સામે આવ્યું છે.” પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

The post દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/13/father-drowns-in-canal-in-front-of-6-year-old-daughter-in-gandhinagar/feed/ 0
વિધાનસભા કેમ્પસ અને સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી https://www.gujaratinside.com/2025/07/02/ban-on-plastic-bottles-in-assembly-campus-and-secretariat-water-will-be-available-in-glass-bottles/ https://www.gujaratinside.com/2025/07/02/ban-on-plastic-bottles-in-assembly-campus-and-secretariat-water-will-be-available-in-glass-bottles/#respond Wed, 02 Jul 2025 10:58:48 +0000 https://www.gujaratinside.com/?p=14554 CM ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. સચિવાલય કેમ્પસમાં દરરોજ...

The post વિધાનસભા કેમ્પસ અને સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
CM ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે.

સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે. માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જોડાયેલી છે.

આ પ્રકારનો પાયલોટ પ્રોકેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. અહીં પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે.

The post વિધાનસભા કેમ્પસ અને સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/02/ban-on-plastic-bottles-in-assembly-campus-and-secretariat-water-will-be-available-in-glass-bottles/feed/ 0