Ganesh Chaturthi 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ganesh-chaturthi-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 12:23:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ganesh Chaturthi 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ganesh-chaturthi-2025/ 32 32 સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/ https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/#respond Wed, 03 Sep 2025 12:23:01 +0000 https://www.gujaratinside.com/?p=18240 સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે. પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે,...

The post સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે.

પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ગાદી પર પાઘડી અને ફેંટાવાળા પરિધાનોમાં ગણેશજી બિરાજમાન છે, અને તેમના બાજુમાં મહિલાની પ્રતિમા સુરતના કાપડ ઉદ્યોગની સમૃદ્ધિ દર્શાવે છે.

બીજા મંડપમાં જૂના જરી ઉદ્યોગને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં પેન્ટ-શર્ટમાં ગણેશજીની ઊભી પ્રતિમા અને આસપાસ જરીના ફીરકા મૂકી દેવાયા છે.

ત્રીજા મંડપમાં વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ગણેશજી ટેબલ-ખુરશી પર બિરાજમાન છે અને આસપાસ હીરાના પડિકા અને હાર દેખાડવામાં આવ્યા છે.

છેલ્લે, રિયલ એસ્ટેટ ઉદ્યોગને દર્શાવતા મંડપમાં બિલ્ડર જેવી કોટી પહેરેલા ગણેશજીની પ્રતિમા અને આસપાસ બિલ્ડિંગના મોડેલ મૂકી દેવામાં આવ્યા છે.

મંડળના સભ્ય સમીર કાપડિયા જણાવે છે કે મંડળ દર વર્ષે કોઈ સામાજિક કે સાંસ્કૃતિક થીમ પર માટીની પ્રતિમાઓ તૈયાર કરે છે, જે દર્શનાર્થીઓને સંદેશ આપે. આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે પરંતુ વિસર્જન મુખ્ય પ્રતિમાના વિસર્જન પછી દસ દિવસમાં કરવામાં આવે છે. આ અનોખી પહેલ મહિધરપુરાની શેરીને ગણેશ ભક્તો માટે ખાસ આકર્ષણ બનાવે છે.

The post સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/surat-industry-themed-ganesh-idols-mahidharpura/feed/ 0
અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા https://www.gujaratinside.com/2025/08/29/ahmedabad-ganesh-idol-immersion-ponds-2025/ https://www.gujaratinside.com/2025/08/29/ahmedabad-ganesh-idol-immersion-ponds-2025/#respond Fri, 29 Aug 2025 10:15:13 +0000 https://www.gujaratinside.com/?p=17674 ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા...

The post અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા અંગેની વિગતવાર નોંધ કરવામાં આવશે. ઉપરાંત, કચરો અલગ રીતે એકઠો થાય તે માટે સ્ટિકર લગાવેલા ડસ્ટબિન અને બેરલ મુકવામાં આવશે.

આગની કોઈપણ આશંકાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની પાંચ ટીમોને પણ અલગ-અલગ કુંડ અને પંડાલ ખાતે તહેનાત કરવામાં આવી છે.
પ્રતિ વર્ષે જેમ ભાવિકો એક દિવસથી લઈ દસ દિવસ સુધી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિપૂર્વક વિસર્જન કરતા હોય છે, તેવી જ રીતે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે એક કુંડ બનાવવા માટે અંદાજે રૂ. 15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

The post અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/ahmedabad-ganesh-idol-immersion-ponds-2025/feed/ 0
બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન https://www.gujaratinside.com/2025/08/29/bollywood-celebrities-ganpati-visarjan-2025/ https://www.gujaratinside.com/2025/08/29/bollywood-celebrities-ganpati-visarjan-2025/#respond Fri, 29 Aug 2025 07:05:00 +0000 https://www.gujaratinside.com/?p=17656 ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું. ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને...

The post બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું.

ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને વિદાય આપી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અનન્યા પાંડેે આ વર્ષે ઘરે જ બાપ્પાનું વિસર્જન કર્યું અને તેનો વીડિયો પોતાના ફેન્સ સાથે શેર કર્યો.

સલમાન ખાન પણ અર્પિતા ખાનના ઘરે યોજાયેલા વિસર્જન કાર્યક્રમમાં નજર આવ્યો, જ્યાં તે ઢોલના તાલે ડાન્સ કરતો જોવા મળ્યો. સલમાન સાથે આખો પરિવાર પણ વિસર્જનના ઉત્સવમાં ઝૂમી રહ્યો હતો.

ટીવી સેલેબ્રિટી ગુરમીત ચૌધરી અને દેબીના બોનરજી પણ પોતાના દીકરીઓ સાથે ઘાટ પર પહોંચી બાપ્પાને વિદાય આપી અને ઢોલના તાલે ડાન્સ કરીને ઉત્સવની મજા માણી.

અંબાણી પરિવાર પણ ગણપતિના આગમન અને વિદાયમાં કોઈ કસર છોડતો નથી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ ગુરુવારે બાપ્પાનું વિસર્જન કર્યું. અંબાણી પરિવારના ઘરે ગણપતિના દર્શન માટે અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.

 

The post બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/bollywood-celebrities-ganpati-visarjan-2025/feed/ 0