Ganesh festival Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ganesh-festival/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 05 Sep 2025 05:12:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Ganesh festival Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/ganesh-festival/ 32 32 અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/ https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/#respond Fri, 05 Sep 2025 08:05:11 +0000 https://www.gujaratinside.com/?p=18447 અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે...

The post અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: શનિવારે, ૬ સપ્ટેમ્બર, શહેરમાં ગણેશ વિસર્જનના કારણે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો માર્ગ, એલિસબ્રિજથી રાયપુર સુધીનો માર્ગ, તેમજ રિવરફ્રન્ટના માર્ગો બંધ રહેશે. વાહનચાલકોને અન્યો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

શહેરના પાલડી અને એલિસબ્રિજથી પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે વિસર્જન થવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગો બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાલડીથી એસટી ગીતા મંદિર સુધીનો માર્ગ બંધ રહેશે, જેના કારણે વાહનચાલકો બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકરબ્રીજ, પાલડી અને આશ્રમ રોડના માર્ગનો ઉપયોગ કરી શકે છે. ગીતા મંદિરથી રાયપુર ચાર રસ્તા અને કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો માર્ગ પણ બંધ રહેશે, જેના માટે કાલુપુર જવા માટે એસટી દ્વારા ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા, ગોમતીપુર રેલવે કોલોની અને આંબેડરકર હોલ મારફતે કાલુપુર બ્રિજનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

કાલુપુર રેલવે સ્ટેશનથી સાંરગપુર સર્કલ અને એલિસબ્રીજ સુધીના માર્ગો બંધ રહેશે. રખિયાલ ચાર રસ્તા થી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા સુધીના માર્ગ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે. દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલ, જૂની પોલીસ કમિશનર કચેરીથી દધિચીબ્રીજ, અને બીઆરટીએસ માર્ગ પરથી દધિચીબ્રીજ સુધી પણ તમામ પ્રકારના વાહનો માટે માર્ગ બંધ રહેશે. ઉપરાંત, રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ માર્ગો બપોરે ૧ વાગ્યાથી મોડી રાત સુધી બંધ રહેશે.

 

The post અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે માર્ગો બંધ, ટ્રાફિક માટે વૈકલ્પિક રૂટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/ahmedabad-ganesh-visarjan-road-closure/feed/ 0
જામનગરમાં અનોખું ગણપતિ મ્યુઝિયમ: નિવૃત્ત બેંક કર્મચારીએ 3000થી વધુ મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો https://www.gujaratinside.com/2025/09/04/jamnagar-ganpati-museum-3000-idols-collection/ https://www.gujaratinside.com/2025/09/04/jamnagar-ganpati-museum-3000-idols-collection/#respond Thu, 04 Sep 2025 15:16:04 +0000 https://www.gujaratinside.com/?p=18399 જામનગર શહેરમાં ગણેશ ભક્તો માટે એક અનોખું આકર્ષણ ઉભું થયું છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવએ છેલ્લા 40 વર્ષથી અનોખો શોખ પૂરું કરતાં 3000થી વધુ ગણપતિની મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. આ કલેક્શન કોઈ મ્યુઝિયમથી ઓછું નથી, કારણ કે અહીં એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં ગણપતિ જોવા...

The post જામનગરમાં અનોખું ગણપતિ મ્યુઝિયમ: નિવૃત્ત બેંક કર્મચારીએ 3000થી વધુ મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
જામનગર શહેરમાં ગણેશ ભક્તો માટે એક અનોખું આકર્ષણ ઉભું થયું છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવએ છેલ્લા 40 વર્ષથી અનોખો શોખ પૂરું કરતાં 3000થી વધુ ગણપતિની મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. આ કલેક્શન કોઈ મ્યુઝિયમથી ઓછું નથી, કારણ કે અહીં એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં ગણપતિ જોવા મળે છે.

દિલીપભાઈના ઘરમાં ગણપતિની મૂર્તિઓ જ નહીં, પરંતુ કિચન સાધનો, બોલપેન, ફોટો ફ્રેમ અને વિવિધ કલાકૃતિઓ સ્વરૂપે પણ ગણપતિનું દર્શન થાય છે. તેમનાં સંગ્રહમાં સંગીત વગાડતા, ક્રિકેટ રમતા, ડોક્ટર તેમજ પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિની મૂર્તિઓ છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ સંગ્રહ પાછળ દિલીપભાઈનો સમય, આર્થિક ભોગ અને વર્ષોની મહેનત સમાયેલ છે.

ગણેશોત્સવ દરમિયાન દિલીપભાઈ ધ્રુવનું ઘર જામનગર સહિત બહારગામના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. તાજેતરમાં ભારત-તિબ્બત સંઘ અને મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ સહિતના હોદ્દેદારોએ તેમના આ અનોખા યોગદાન માટે વિશેષ સન્માન કર્યું હતું. આ સન્માન શહેરના ગૌરવમાં વધારો કરતું સાબિત થયું છે.

The post જામનગરમાં અનોખું ગણપતિ મ્યુઝિયમ: નિવૃત્ત બેંક કર્મચારીએ 3000થી વધુ મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/jamnagar-ganpati-museum-3000-idols-collection/feed/ 0
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા https://www.gujaratinside.com/2025/09/02/vadodara-food-safety-inspection-ganesh-festival/ https://www.gujaratinside.com/2025/09/02/vadodara-food-safety-inspection-ganesh-festival/#respond Tue, 02 Sep 2025 13:15:31 +0000 https://www.gujaratinside.com/?p=18120 ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના...

The post વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં 69 યુનિટો પર ચેકિંગ કરવામાં આવી.

તપાસ દરમિયાન કેસરી, ચોકલેટ, બુંદીના લાડુ, રાસબેરી, મલાઈ મોદક, ઘી, ગાયનું દુધ, સનફ્લાવર ઓઇલ, સેવ, પનીર, મસાલા, મોતીચુરના લાડુ, ગુજીયા, માવો, હળદર પાવડર, ધાણા પાવડર, કેસરી બરફી સહિત 59 નમૂનાઓ લઇને પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલાયા.

વ્યવસાયો દ્વારા મિઠાઈ અને ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવો, બરફી, ઘી, કપાસીયા તેલ, પામોલીન તેલ, સીંગતેલ વગેરેના લેબલ ગ્રાહકોને દેખાડવા સુચના આપવામાં આવી હતી.

સાથે જ, વેપારીઓને પોતાની દુકાનોમાં સ્વચ્છતા જાળવવા અને હાયજિન પર ખાસ ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી છે, જેથી ઉત્સવ દરમિયાન ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

 

The post વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/vadodara-food-safety-inspection-ganesh-festival/feed/ 0