Global Economic Impact Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-economic-impact/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 03 Aug 2025 03:55:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Global Economic Impact Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-economic-impact/ 32 32 અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ https://www.gujaratinside.com/2025/08/03/trump-economic-policy-us-recession/ https://www.gujaratinside.com/2025/08/03/trump-economic-policy-us-recession/#respond Sun, 03 Aug 2025 03:55:50 +0000 https://www.gujaratinside.com/?p=15833 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત અને રશિયાને “ડેડ ઇકોનોમી” ગણાવ્યા, પરંતુ તાજા આંકડા બતાવે છે કે અમેરિકન અર્થતંત્ર પોતે જ મંદીની દિશામાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે 2.80% વૃદ્ધિદર ધરાવતું અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના શાસનના માત્ર છ મહિનામાં 1.3%થી પણ નીચે પહોંચી ગયું છે. આ પરિસ્થિતિથી સ્પષ્ટ થાય...

The post અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત અને રશિયાને “ડેડ ઇકોનોમી” ગણાવ્યા, પરંતુ તાજા આંકડા બતાવે છે કે અમેરિકન અર્થતંત્ર પોતે જ મંદીની દિશામાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે 2.80% વૃદ્ધિદર ધરાવતું અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના શાસનના માત્ર છ મહિનામાં 1.3%થી પણ નીચે પહોંચી ગયું છે. આ પરિસ્થિતિથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ ભારત અને ચીન સાથે ટ્રેડ ડીલ માટે કેમ તાતી મચાવી રહ્યા છે.

અતાર્કિક નાણાકીય નીતિઓને કારણે અમેરિકન અર્થતંત્ર પર મંદીનું વાદળ ઘેરાયું છે. આર્થિક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે શરૂઆતના છ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગળનો સમય વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. બીજી બાજુ ભારતીય અર્થતંત્ર 6%ના વિકાસ દર સાથે આગળ વધી રહ્યું છે. અમેરિકન નાગરિકોનું પણ માનવું છે કે ટ્રમ્પે હવે વૈશ્વિક મુદ્દાઓ કરતાં પોતાના દેશની ચિંતા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

જોબ હાયરિંગના આંકડાઓ અર્થતંત્રની નબળાઈ સ્પષ્ટ કરે છે. મેમાં ફક્ત 19,000, જૂનમાં 14,000 અને જુલાઈમાં 73,000 નોકરીઓ ઉમેરાઈ, જ્યારે અપેક્ષા 1.15 લાખની હતી. 2025માં દર મહિને સરેરાશ ફક્ત 85,000 લોકોને જ નોકરી મળી, જે 2024ના 1.68 લાખના સરેરાશ કરતાં અડધું છે. 2021થી 2023 દરમિયાન દર મહિને 4 લાખ જેટલી નોકરીઓ ઉમેરાતી હતી, પરંતુ હવે સ્થિતિ પૂર્ણતઃ બદલાઈ ગઈ છે.

આ નબળા જોબ ડેટા બાદ ટ્રમ્પે આ આંકડા પૂરા પાડનારી એજન્સીના હેડ એરિકા એન્ટાર્ફેરને હકાલપટ્ટી કરી. ટ્રમ્પે આ આંકડાઓને રાજકીય પ્રેરિત ગણાવ્યા અને રિપબ્લિકનોને નીચું દેખાડવાનો આરોપ લગાવ્યો. ટ્રમ્પના આ પગલાથી આર્થિક જગત અને કોર્પોરેટ સેક્ટરમાં ભારે હલચલ મચી છે, કારણ કે અમેરિકાના લેબર માર્કેટના આંકડા હંમેશા વિશ્વસનીય ગણાતા આવ્યા છે. હવે ટ્રમ્પના નિમણૂક કરેલા અધિકારીઓ કેટલા સાચા આંકડા આપશે તે અંગે શંકા ઉઠી રહી છે.

વિપક્ષના નેતા ચક શુમરે ટ્રમ્પની ટીકા કરતાં જણાવ્યું કે “ખરાબ આગેવાનને ખરાબ સમાચાર મળે ત્યારે તે સંદેશાવાહકને ગોળી મારી દે છે, ટ્રમ્પે પણ એ જ કર્યું છે.” નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પના શાસનના પ્રથમ વર્ષમાં જ વૃદ્ધિદર 1%થી નીચે જઈ શકે છે. વધતા ટેરિફના કારણે અમેરિકન કુટુંબોના ખર્ચમાં વધારો થયો છે અને મંદીના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ટ્રમ્પના પગલાં અમેરિકા માટે બૂમરેંગ સાબિત થઈ રહ્યા છે.

 

The post અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/03/trump-economic-policy-us-recession/feed/ 0