global politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 03 Sep 2025 13:31:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png global politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-politics/ 32 32 રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર https://www.gujaratinside.com/2025/09/03/russia-ukraine-drone-missile-attack/ https://www.gujaratinside.com/2025/09/03/russia-ukraine-drone-missile-attack/#respond Wed, 03 Sep 2025 14:18:53 +0000 https://www.gujaratinside.com/?p=18262 યુક્રેન પર રશિયાના હુમલાઓમાં તીવ્રતા સતત વધી રહી છે. ગઈકાલે રાત્રે રશિયાએ યુક્રેન પર 526 ડ્રોન અને મિસાઇલ છોડીને ભયાનક પ્રહાર કર્યો. આ હુમલામાં 502 ડ્રોન અને 24 મિસાઇલનો સમાવેશ હતો. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું કે 69 ડ્રોન અને 3 મિસાઇલ યુક્રેનના 14 જુદા-જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘણા વિસ્તારોમાં કાટમાળ ફેલાયો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ...

The post રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
યુક્રેન પર રશિયાના હુમલાઓમાં તીવ્રતા સતત વધી રહી છે. ગઈકાલે રાત્રે રશિયાએ યુક્રેન પર 526 ડ્રોન અને મિસાઇલ છોડીને ભયાનક પ્રહાર કર્યો. આ હુમલામાં 502 ડ્રોન અને 24 મિસાઇલનો સમાવેશ હતો. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું કે 69 ડ્રોન અને 3 મિસાઇલ યુક્રેનના 14 જુદા-જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘણા વિસ્તારોમાં કાટમાળ ફેલાયો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા અને ઘર, ઈમારતો તથા જાહેર સંપત્તિમાં નુકસાન થયું.

આ તાજા હુમલાઓમાં ખાસ કરીને યુક્રેનના પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યું હતું. તાજેતરના દિવસોમાં બંને પક્ષ દ્વારા હવાઈ હુમલાઓમાં વધારો થયો છે. રશિયા યુક્રેનની વીજ અને પરિવહન પ્રણાલીઓને પ્રાથમિક નિશાન બનાવી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાની આ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધોની માંગ કરી છે અને આંતરરાષ્ટ્રીય સમર્થન માટે અપીલ કરી છે.

વિશ્વના ધ્રુવીય દ્રષ્ટિકોણ મુજબ, શાંઘાઈ સહયોગ સંગઠન સમ્મેલનમાં રશિયાના યુદ્ધ પ્રયાસોને ચીન, ઉત્તર કોરિયા અને ભારતના નેતા આર્થિક રીતે ટેકો આપી રહ્યા છે. યુદ્ધના આ સતત હુમલાઓ વચ્ચે યુએસ અને યુરોપિયન દેશો યુક્રેનને સમર્થન પૂરુ પાડવા માટે આગળ વધ્યા છે.

 

The post રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/russia-ukraine-drone-missile-attack/feed/ 0
પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/ https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/#respond Mon, 18 Aug 2025 16:21:43 +0000 https://www.gujaratinside.com/?p=16648 ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે અને તેઓ વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ છે. તેમણે એ પણ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી પુતિન સતત વૈશ્વિક રાજકીય ચર્ચાના કેન્દ્રમાં છે. તેથી, શાંતિ સમજૂતી માટે તેમની સાથે મંત્રણા કરવી સહજ બાબત છે.

ચીન પર વધારાના ટેરિફ બાબતે રૂબિયોએ જણાવ્યું કે ચીન રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી તેને રિફાઇન કરીને ખાસ કરીને યુરોપિયન દેશોને એએફટી, પેટ્રોલ અને ડીઝલ રૂપે વેચે છે. જો વધારાના ટેરિફ લગાડવામાં આવે તો તેલના ભાવ વિશ્વભરમાં વધી શકે છે. સાથે તેમણે યાદ અપાવ્યું કે યુરોપ આજે પણ રશિયા પાસેથી કુદરતી ગેસ ખરીદે છે, જેને નિરીક્ષકો ‘અસ્પષ્ટ નીતિ’ કહી રહ્યા છે.

રૂબિયોએ એ પણ ઉલ્લેખ્યું કે 15મી ઓગસ્ટે આલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે ત્રણ કલાકની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ આવી શક્યો નહોતો. બેઠકમાં રશિયા તરફથી યુરી ઉશાકાવે અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવારોવ હાજર હતા, જ્યારે અમેરિકાની તરફથી રૂબિયો અને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ ઉપસ્થિત રહ્યા હતા.

 

The post પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/putin-trump-alaska-summit-ukraine-war/feed/ 0
ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/ https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/#respond Sat, 16 Aug 2025 15:49:03 +0000 https://www.gujaratinside.com/?p=16479 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ...

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી બેઠક બાદ ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બેઠક દરમિયાન ટ્રેડ ડીલ અને યુક્રેન યુદ્ધના સીઝફાયર પર કોઈ સમજૂતી થઈ નહીં, પરંતુ મીડિયા સાથે વાતચીતમાં પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. પુતિનના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વેપારમાં 20%નો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રોકાણ અને સહકારની શક્યતાઓ ઘણી મોટી છે.

અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ટ્રમ્પ અન્ય દેશો પર રશિયા સાથે વેપાર ન કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે તેઓ પોતે કેમ વેપાર કરી રહ્યા છે? હકીકત એ છે કે અમેરિકા રશિયા પર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ માટે નિર્ભર છે. જો અમેરિકા રશિયા સાથે વેપાર બંધ કરે, તો તેની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થશે.

અમેરિકા રશિયાથી આયાત કરતી મુખ્ય વસ્તુઓ

  • ખાતર (Fertilizers): યુએસ સેન્સસ બ્યુરોના આંકડા મુજબ, અમેરિકાએ આ વર્ષે $927 મિલિયનના મૂલ્યના ખાતરની આયાત કરી છે. તેમાં યુરિયા, યુએએન (યુરિયા એમોનિયમ નાઈટ્રેટ) અને પોટેશિયમ ક્લોરાઇડ જેવા રસાયણિક ખાતરોનો સમાવેશ થાય છે.

  • પેલેડિયમ (Palladium): આ ધાતુ ઇલેક્ટ્રોનિક્સ અને કારના કેટાલિટિક કન્વર્ટરમાં ઉપયોગ થાય છે. 2024 માં $878 મિલિયન અને 2025 માં $594 મિલિયનની આયાત થઈ છે.

  • યુરેનિયમ અને પ્લુટોનિયમ: અમેરિકા રશિયાથી પરમાણુ ઉર્જા માટેના આ ઘટકોની આયાત કરે છે, જેની કિંમત $755 મિલિયન જેટલી છે.

આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપારિક સંબંધો જાળવી રાખવા મજબૂર છે, કારણ કે આ વસ્તુઓનો અભાવ અમેરિકન અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

The post ટ્રમ્પનું દ્વિચરિત્રઃ રશિયા પર ટેરિફનો દબાણ અને પાછળથી વધી રહેલો વેપાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/trump-russia-trade-controversy-double-standards/feed/ 0
‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/ https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/#respond Thu, 14 Aug 2025 14:36:48 +0000 https://www.gujaratinside.com/?p=16292 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે....

The post ‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે.

સ્કૉટ બેસન્ટે સ્પષ્ટ કર્યું કે, બેઠકના પરિણામો પર આધાર રાખીને ભારત પર પહેલેથી લાગેલા સેકન્ડરી ટેરિફમાં વધારો થઈ શકે છે. તેમણે યાદ અપાવ્યું કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર પહેલેથી જ સેકન્ડરી ટેરિફ લાગુ છે. તાજેતરમાં ટ્રમ્પે પણ ભારત પર હાલના 25% ટેરિફ ઉપરાંત 25% વધારાનો દંડ જાહેર કર્યો છે, જે 27 ઑગસ્ટથી અમલમાં આવશે.

ટ્રમ્પે ભારત પર આરોપ મૂક્યો છે કે, ભારત રશિયાથી સસ્તું તેલ ખરીદીને ગ્લોબલ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે અને નફો કમાય છે. સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ભારત રશિયાની સાથેના વેપારથી યુક્રેન યુદ્ધમાં ફંડિંગ કરી રહ્યું છે. જોકે, ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, આ પગલું ગ્લોબલ માર્કેટમાં સ્થિરતા જાળવવા માટે હતું અને તે સમયે અમેરિકા પોતે આ માટે પ્રોત્સાહિત કરી રહ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માટે રશિયાથી તેલ ખરીદવું વિકલ્પ નહીં પરંતુ મજબૂરી છે, જેથી ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઊર્જા મળી રહે. મંત્રાલયે એ પણ ઉમેર્યું કે, જે દેશો ભારતની ટીકા કરે છે તેઓ પોતે જ રશિયા સાથે વેપાર ચાલુ રાખે છે.

અલાસ્કામાં યોજાનારી ટ્રમ્પ-પુતિનની બેઠક રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો બેઠક સફળ રહેશે, તો ટ્રમ્પ બીજી બેઠક બોલાવવાની સંભાવના દર્શાવી રહ્યા છે, જેમાં યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી પણ હાજર રહેશે. જોકે, પુતિન ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર નથી.

 

The post ‘ટ્રમ્પ-પુતિન ચર્ચા નિષ્ફળ રહી તો ભારત પર વધશે ટેરિફ’, અમેરિકાની ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/us-threat-tariff-hike-on-india-if-trump-putin-talks-fail/feed/ 0
વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ https://www.gujaratinside.com/2025/07/26/pm-modi-tops-global-leader-approval-rating-july-2025/ https://www.gujaratinside.com/2025/07/26/pm-modi-tops-global-leader-approval-rating-july-2025/#respond Sat, 26 Jul 2025 04:13:37 +0000 https://www.gujaratinside.com/?p=15534 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે...

The post વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે.

આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે હાથ ધરાયો હતો. ભારતીય રાજકીય દ્રષ્ટિએ આ રેટિંગ મહત્વપૂર્ણ છે, કારણ કે પીએમ મોદીએ દક્ષિણ કોરિયા, અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નેતાઓને પણ પાછળ છોડી દીધા છે.

https://x.com/amitmalviya/status/1948897521981685877

સર્વે મુજબ, દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુંગને 59% સમર્થન મળ્યું છે, જ્યારે આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલે ત્રીજા સ્થાને છે 57% સાથે. ત્યારબાદ કેનેડાના માર્ક કાર્ની (56%) અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બાનીઝ (54%) છે.

અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 44% approval મળ્યું છે જ્યારે 50% લોકો તેમની વિરુદ્ધ છે. સૌથી ઓછા લોકપ્રિય નેતાઓમાં ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના પીએમ પેટ્ર ફિઆલા છે, જેમને માત્ર 18% approval મળ્યું છે.

The post વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/26/pm-modi-tops-global-leader-approval-rating-july-2025/feed/ 0