Global Security Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-security/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 11 Sep 2025 03:34:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Global Security Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-security/ 32 32 UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/ https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/#respond Thu, 11 Sep 2025 03:34:35 +0000 https://www.gujaratinside.com/?p=19082 સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે...

The post UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે.

જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે ફરી એક વાર એવા દેશની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને જવાબ આપવો પડ્યો છે, જેના પોતાના નેતાઓએ તાજેતરમાં પાકિસ્તાનને ‘ડમ્પ ટ્રક’ તરીકે સંબોધ્યું હતું. આ જ તેનું સાચું પ્રતિબિંબ છે, કારણ કે તે હંમેશા જૂઠાણા અને જૂના પ્રોપેગન્ડાનું પુનરાવર્તન કરે છે.”

ત્યાગીએ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાની યાદ અપાવી અને 9/11ના હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દુનિયાએ ક્યારેય એ ભૂલવું નહીં જોઈએ કે, તે દેશે ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો અને પછી તેને “શહીદ” ગણાવ્યો હતો.

ભારતના પ્રતિનિધિએ પુલવામા, ઉરી, પઠાણકોટ અને મુંબઈ જેવા આતંકી હુમલાઓની યાદી ગણીને કહ્યું કે, “આ યાદી ક્યારેય પૂરી થતી નથી. છતાંય પાકિસ્તાન અહીં આવીને નૈતિક બનવાનો પ્રયાસ કરે છે, જ્યારે હકીકતમાં તે આતંકી નેટવર્કને ટેકો આપે છે, જે વૈશ્વિક સુરક્ષાને ખતરામાં મૂકે છે. વિશ્વ આ નાટકને સારી રીતે ઓળખે છે.”

ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, આતંકવાદને આશ્રય આપતા દેશ પાસેથી ભારત કોઈ પાઠ કે ઉપદેશ નહીં લે. ત્યાગીએ વધુમાં કહ્યું કે, “અમે એવા દેશ પાસેથી પણ સલાહ નહીં લઈએ જે પોતાના દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને જે પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે.”

The post UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી” appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/india-slams-pakistan-at-unhrc-over-terror-support/feed/ 0
પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/ https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/#respond Sun, 31 Aug 2025 11:20:11 +0000 https://www.gujaratinside.com/?p=17885 ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ...

The post પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ જિનપિંગ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા માટે જોડાણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન હરીફ નથી, પરંતુ વિકાસના ભાગીદાર છે અને મતભેદોને વિવાદોમાં ફેરવવા ન જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને 2026માં ભારતમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું.

વિવિધ ચર્ચાઓમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળના મહત્વ પર ભાર મૂક્યો અને બંને વડાઓએ સરહદ મદ્દે યોગ્ય, નિષ્પક્ષ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગયા વર્ષે સૈનિકોની સફળ વાપસી બાદ સરહદ પર શાંતિ જાળવી રાખવામાં સંતોષ વ્યક્ત કર્યો.

જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે “મિત્ર બનવું બંને દેશો માટે યોગ્ય વિકલ્પ છે. એલિફન્ટ અને ડ્રેગન સાથે મળીને કામ કરે અને બંને લોકોની સુખાકારી, વિકાસશીલ દેશોની એકતા અને માનવ સમાજની પ્રગતિને વેગ આપે.” તેમણે જણાવ્યું કે બંને દેશોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે સંબંધો બાંધવા જોઈએ.

ચીનની શિન્હુઆ એજન્સીના અહેવાલ મુજબ, જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે ભારત અને ચીન હરીફ નથી પરંતુ સહયોગી ભાગીદાર છે. અમેરિકાની એકપક્ષીય નીતિઓ ટીકાજનક છે અને બંને દેશોને બહુપક્ષીયતા જાળવવા, એશિયા અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા કામ કરવું જોઈએ.

લગભગ દસ મહિનામાં પીએમ મોદી- જિનપિંગ ની આ બીજી મુલાકાત છે. અમેરિકાની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં પડેલી તિરાડને ધ્યાનમાં લેતા ચીન સાથે વેપાર સંબંધો સુધારવા પર ભાર મુકાયો. જિનપિંગે જણાવ્યું કે વિશ્વ હાલ સદીમાં એકવાર આવતા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, અને ભારત-ચીન જેવી પ્રાચીન અને મોટી વસ્તી ધરાવતી રાષ્ટ્રો આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.

 

The post પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/31/pm-modi-china-terrorism-discussion-bilateral-relations/feed/ 0
ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત https://www.gujaratinside.com/2025/08/06/masood-azhar-rebuilding-jaish-hq-operation-sindoor/ https://www.gujaratinside.com/2025/08/06/masood-azhar-rebuilding-jaish-hq-operation-sindoor/#respond Wed, 06 Aug 2025 11:43:29 +0000 https://www.gujaratinside.com/?p=15939 ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે. જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો...

The post ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે.

જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે તમામ લોકોને સાથે મળીને કાર્ય કરવું જોઈએ અને પૈસા ભેગા કરવા જોઈએ, જેમાં કોઈને ખબર ન પડે કે કોણે કેટલું યોગદાન આપ્યું છે.

મસૂદ અઝહરે પણ એક પોસ્ટમાં લખ્યું કે આ અભિયાનથી “જમીનના ઘણા ભાગો સ્વર્ગ બની જશે, શહીદ થયેલી મસ્જિદો ફરી હસશે અને તેમનો વૈભવ પાછો આવશે.” સાથે જ તેણે જેહાદ માટે ઝંખતા લોકોને નવા રસ્તા ખૂલશે તેવી વાત પણ કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ બહાવલપુરમાં આવેલા જૈશના મુખ્યાલય ‘સુભાન અલ્લાહ મસ્જિદ’ને તોડી નાખી હતી, જેમાં મસૂદ અઝહરના પરિવાર સહિત મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.

The post ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/masood-azhar-rebuilding-jaish-hq-operation-sindoor/feed/ 0