Global Trade Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-trade-tensions/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 27 Aug 2025 10:52:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Global Trade Tensions Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/global-trade-tensions/ 32 32 ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો, મોંઘવારી અને બેરોજગારીમાં વધારો https://www.gujaratinside.com/2025/08/27/trump-tariffs-impact-us-economy-inflation/ https://www.gujaratinside.com/2025/08/27/trump-tariffs-impact-us-economy-inflation/#respond Wed, 27 Aug 2025 10:52:18 +0000 https://www.gujaratinside.com/?p=17474 અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિતના દેશો પર લાગુ કરાયેલા ભારે ટેરિફનો અસરકારક પ્રભાવ અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થાને ઝીલવો પડી રહ્યો છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ મુજબ, આ ટેરિફ નીતિને કારણે અમેરિકાનો વિકાસ દર 0.4% થી 0.5% સુધી ઘટી શકે છે, જ્યારે મોંઘવારીમાં વધારો થવાની આશંકા છે. રિપોર્ટ અનુસાર, 2026 સુધી અમેરિકામાં મોંઘવારીનો દર 2%...

The post ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો, મોંઘવારી અને બેરોજગારીમાં વધારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિતના દેશો પર લાગુ કરાયેલા ભારે ટેરિફનો અસરકારક પ્રભાવ અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થાને ઝીલવો પડી રહ્યો છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ મુજબ, આ ટેરિફ નીતિને કારણે અમેરિકાનો વિકાસ દર 0.4% થી 0.5% સુધી ઘટી શકે છે, જ્યારે મોંઘવારીમાં વધારો થવાની આશંકા છે.

રિપોર્ટ અનુસાર, 2026 સુધી અમેરિકામાં મોંઘવારીનો દર 2% થી વધુ રહેવાની સંભાવના છે. ટેરિફના કારણે પુરવઠા શૃંખલામાં વિક્ષેપ આવી શકે છે, કરન્સી વિનિમય દરમાં અસ્થિરતા વધે છે અને આયાત આધારિત ઉદ્યોગો પર સીધી અસર પડે છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ક્ષેત્રોમાં ખર્ચ વધતાં કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.

ભારતીય ઉત્પાદનો પર લાગેલા 50% સુધીના ટેરિફનો અમેરિકાની અર્થવ્યવસ્થામાં નકારાત્મક પ્રભાવ પડશે, કારણ કે અમેરિકા મોટાપાયે ભારતીય ટેક્સટાઇલ્સ, ચામડાં અને જ્વેલરી પર આધારિત છે. ટેરિફના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને અમેરિકાનો GDP 40 થી 50 બેઝિસ પોઈન્ટ સુધી ઘટી શકે છે.

ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ જેક્સન હોલમાં યોજાયેલા વાર્ષિક સંમેલનમાં જણાવ્યું કે, “ટેરિફના કારણે કિંમતોમાં વધારો અને રોજગારની નબળી સ્થિતિ વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ બન્યું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જુલાઈમાં અમેરિકાનો wholesale મોંઘવારી દર 1% વધ્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. વાર્ષિક ધોરણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (PPI) 3.3% વધ્યો છે. ટેરિફના કારણે સેવાઓ, ફર્નિચર, કપડાં સહિતના ઉત્પાદનો પર આયાત ખર્ચ વધી ગયો છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે જો ટેરિફ દૂર નહીં થાય તો મોંઘવારી પર દબાણ ચાલુ રહેશે, અમેરિકન્સના દૈનિક ખર્ચમાં વધારો થશે અને ઘરેલુ બજેટ પર ગંભીર અસર પડશે.

 

The post ટ્રમ્પના ટેરિફથી અમેરિકાની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો, મોંઘવારી અને બેરોજગારીમાં વધારો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/trump-tariffs-impact-us-economy-inflation/feed/ 0
ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/ https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/#respond Wed, 27 Aug 2025 04:40:25 +0000 https://www.gujaratinside.com/?p=17434 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો...

The post ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો અમલ બુધવારથી શરૂ થયો છે.

ટ્રમ્પે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીના મુદ્દે દબાણ બનાવવા માટે લીધો હોવાનું જણાવાયું છે. અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જાહેર કરેલી નોટિસમાં જણાવાયું છે કે બુધવાર સવારે 9:31 કલાક પછી આયાત થનારા અથવા ગોદામમાંથી બહાર પાડવામાં આવતા ભારતીય ઉત્પાદનો પર આ વધારાનો ટેરિફ લાગુ રહેશે.

આ નવા ટેરિફના કારણે ભારતના શ્રમ આધારિત નિકાસ સેક્ટર્સને ભારે ઝટકો લાગશે. તેમાં ખાસ કરીને શ્રીમ્પ, ટેક્સટાઈલ, એપેરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી, ફૂટવેર, પશુ ઉત્પાદનો, રસાયણો અને ઈલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરીનો સમાવેશ થાય છે. જોકે, ફાર્મા, એનર્જી પ્રોડક્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ગૂડ્સને આ ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે.

વાણિજ્ય મંત્રાલયના અંદાજ મુજબ, ટ્રમ્પના 50 ટકા ટેરિફના અમલથી અમેરિકામાં ભારતની 48.2 અબજ ડોલરની નિકાસ પર સીધી અસર થશે. જ્યારે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI)ના અહેવાલ અનુસાર, આ ઝટકાથી ભારતની કુલ 50 થી 70 ટકા નિકાસ પ્રભાવિત થશે અને લગભગ 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમેરિકા ટેરિફ મુદ્દે આકરા પગલાં લઈ રહ્યું છે, પરંતુ ભારત ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓના હિતોમાં કોઈ સમજૂતી નહીં કરે અને તમામ મુશ્કેલીઓનો સામનો કરવા સજ્જ છે.

ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ભારત જ નહીં, પરંતુ બ્રાઝિલ જેવા કેટલાક દેશો પર પણ અસર થઈ છે. અમેરિકા દ્વારા અન્ય સ્પર્ધકો પર લગાવવામાં આવેલા ટેરિફની તુલનામાં ભારત માટે સૌથી વધુ દર નક્કી કરવામાં આવ્યો છે. મ્યાનમાર પર 40%, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36%, બાંગ્લાદેશ પર 35%, ઈન્ડોનેશિયા પર 32%, ચીન અને શ્રીલંકા પર 30%, મલેશિયા પર 25%, જ્યારે વિયેતનામ અને ફિલિપાઈન્સ પર 20% ટેરિફ લાગુ છે.

અમેરિકા ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ 2024-25માં દ્વિપક્ષીય વેપાર 131.8 અબજ ડોલર રહ્યો હતો, જેમાં ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ અને 43.3 અબજ ડોલરની આયાત કરી હતી. અમેરિકાના આંકડા અનુસાર 2024માં ભારતમાં થઈ રહેલી નિકાસ 91.2 અબજ ડોલર જેટલી હતી. આ સ્થિતિમાં ટ્રમ્પના 50% ટેરિફના અમલથી ભારતના નિકાસ ક્ષેત્રને મોટો આર્થિક ઝટકો લાગી શકે છે.

The post ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/trump-50-percent-tariff-on-india-exports/feed/ 0
મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી https://www.gujaratinside.com/2025/08/07/modi-lula-phone-call-india-brazil-partnership/ https://www.gujaratinside.com/2025/08/07/modi-lula-phone-call-india-brazil-partnership/#respond Thu, 07 Aug 2025 16:56:20 +0000 https://www.gujaratinside.com/?p=16000 7 ઑગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ગત મહિને થયેલી બ્રાઝિલ યાત્રાને યાદ કરી હતી અને બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ...

The post મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
7 ઑગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ગત મહિને થયેલી બ્રાઝિલ યાત્રાને યાદ કરી હતી અને બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ સંવાદ દરમિયાન બંને દેશોના નેતાઓએ વિદેશ નીતિ સંબંધિત વિસ્તૃત મુદ્દાઓ અને વૈશ્વિક તથા પ્રાદેશિક હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ કર્યો અને આગામી દિવસોમાં સતત સંપર્કમાં રહેવાનો નિણર્મય કર્યો.

આ અગાઉ થોડા દિવસ પહેલા લૂલાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાતચીતના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “લૂલા જ્યારે ઈચ્છે, મારી સાથે વાત કરી શકે છે”, જેના જવાબમાં લૂલાએ કહ્યું કે તેઓ ટ્રમ્પને ફોન નહીં કરે, પરંતુ મોદીની જેમ નેતાઓ સાથે સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ભારતમાં અને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાવાયા છે. બ્રાઝિલ WTOમાં વિવાદના ઉકેલ માટે જવા પર વિચાર કરી રહ્યું છે. જોકે લૂલા એ પણ કહ્યું કે તેઓ COP-30 સમિટ માટે ટ્રમ્પને આમંત્રણ આપશે.

The post મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા વચ્ચે ટેલિફોનિક ચર્ચા, વ્યૂહાત્મક સહયોગ વધારવાની સમજૂતી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/modi-lula-phone-call-india-brazil-partnership/feed/ 0
રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/ https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/#respond Wed, 06 Aug 2025 14:17:30 +0000 https://www.gujaratinside.com/?p=15948 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં લેવામાં આવ્યું છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને વૈશ્વિક બજારમાં શુદ્ધ ઉત્પાદનો તરીકે વેચે છે, જેનાથી રશિયાની યુદ્ધ મશીનરીને ફંડિંગ મળે છે.

ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત તેની નીતિમાં ફેરફાર નહીં કરે તો આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું, “કોઈપણ દેશ જે રશિયાની યુદ્ધ મશીનરીને ફંડ આપે છે, તેને પરિણામો ભોગવવા પડશે.”

ભારતનો પ્રતિસાદ અને તણાવમાં વધારો

ભારત સરકારે અમેરિકાના આ પગલાને “અન્યાયી અને અયોગ્ય” ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે પુનરાવર્તન કર્યું કે તે પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી અને કહ્યું કે ભારત વૈશ્વિક દબાણ છતાં પોતાના હિત માટે નીતિઓમાં સ્વતંત્રતા જાળવશે.

અર્થતંત્ર પર અસર

આ વધારાના ટેરિફને કારણે ભારતીય નિકાસ ક્ષેત્રોમાં તણાવ વધી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્વેલરી, ટેક્સટાઇલ, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડશે. જો ટેરિફ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે ભારતના GDP વૃદ્ધિ દર પર નકારાત્મક અસર કરી શકે છે.

સાથે જ યુ.એસ. દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે જો ભારત રશિયન તેલ ખરીદી ચાલુ રાખશે તો વધુ ઊંચા ટેરિફ સહિત અન્ય આર્થિક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. આ પરિસ્થિતિ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં નવા તણાવનું કારણ બની રહી છે.

 

The post રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/06/trump-25-percent-additional-tariff-on-india-over-russian-oil/feed/ 0