GST Council Meeting Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-council-meeting/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 20 Sep 2025 05:06:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png GST Council Meeting Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-council-meeting/ 32 32 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/ https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/#respond Sat, 20 Sep 2025 07:00:26 +0000 https://www.gujaratinside.com/?p=19671 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે,...

The post 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં 12% અને 28%ના GST સ્લેબ દૂર કરીને ફક્ત બે સ્લેબ – 5% અને 18% – જ રાખવામાં આવ્યા છે. આ નવા GST સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

ખાદ્ય પદાર્થો, કપડાં, કાર, એસી, ટીવી સહિત ઘણી ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે મોટાભાગની આવશ્યક વસ્તુઓ સસ્તી થશે.

લોકોમાં એક મોટો સવાલ LPG સિલિન્ડરના ભાવને લઈને છે. હાલ સરકાર ઘરેલુ LPG સિલિન્ડર પર 5% અને કોમર્શિયલ સિલિન્ડર પર 18% GST વસૂલ કરે છે.

GST કાઉન્સિલે LPG પરના GST દરમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી, એટલે કે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. કોમર્શિયલ LPG પર 18% GST લાગુ છે કારણ કે તેનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં થાય છે.

GST કાઉન્સિલના આ સુધારા 2017 પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવવામાં આવી રહ્યો છે.

FMCG, આરોગ્યસંભાળ ઉત્પાદન, શૈક્ષણિક સામગ્રી, ઇલેક્ટ્રોનિક્સ, કૃષિ સાધનો, વીમા, ઓટોમોબાઇલ અને ઠંડા પીણાં સહિત અનેક ચીજવસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે. સુપર લક્ઝરી કાર પર પણ GST દર ઘટાડીને 40% કરવામાં આવ્યો છે.

 

The post 22 સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારા બાદ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર નહીં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/20/lpg-cylinder-gst-rate-september-2025/feed/ 0
GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ https://www.gujaratinside.com/2025/09/05/gst-relief-package-for-exporters-us-tariffs/ https://www.gujaratinside.com/2025/09/05/gst-relief-package-for-exporters-us-tariffs/#respond Fri, 05 Sep 2025 10:25:43 +0000 https://www.gujaratinside.com/?p=18463 નવી દિલ્હી: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ પગલું ભરવા તૈયાર થઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. અમેરિકા દ્વારા 50 ટકા સુધીના ટેરિફ લાગુ...

The post GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ પગલું ભરવા તૈયાર થઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

અમેરિકા દ્વારા 50 ટકા સુધીના ટેરિફ લાગુ કરાયા બાદ ભારતીય ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ચામડું, ફૂટવેર, કેમિકલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કૃષિ અને દરિયાઈ નિકાસ ક્ષેત્રોમાં ગંભીર પડકારો ઊભા થયા છે. આ ક્ષેત્રના નિકાસકારોએ સરકાર સમક્ષ આર્થિક નુકસાનની ભરપાઈની માંગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાહત પેકેજની ઘોષણા પર વિચારણા ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ પેકેજમાં નાના અને મધ્યમ નિકાસકારોની લિક્વિડિટી સમસ્યા દૂર કરવી, કાર્યકારી મૂડીનો બોજો ઘટાડવો અને સૌથી અગત્યનું નોકરીઓ સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવશે. નવા બજારો શોધાઈ જાય ત્યાં સુધી ઉત્પાદન અટકાવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ રાહત યોજનાનો અમલ કરવામાં આવશે.

આ પેકેજ કોવિડ-19 મહામારી દરમિયાન આપવામાં આવેલા રૂ. 20 લાખ કરોડના MSME રાહત પેકેજની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે સમયે આ પગલાંએ ઉદ્યોગોને મોટી રાહત મળી હતી. સાથે સાથે, સરકાર એક્સપોર્ટ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે, જે ભારતના નિકાસ બજારને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે રચાયું છે.

આ સાથે જ, જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં સામાન્ય જનતાને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવે દેશમાં માત્ર બે જ સ્લેબ રહેશે – 5 ટકા અને 18 ટકા. હાનિકારક અને લક્ઝરી પ્રોડક્ટ્સ માટે 40 ટકાનો અલગ સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. આ સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

 

The post GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/gst-relief-package-for-exporters-us-tariffs/feed/ 0
“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/#respond Thu, 04 Sep 2025 05:10:44 +0000 https://www.gujaratinside.com/?p=18282 નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.”

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા જેવા દરો પર કામ કરી રહ્યું છે, જેનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાન અંગે તેમણે કહ્યું કે, “વિવિધ આંકડાઓ બહાર આવી રહ્યા છે, પરંતુ અમે અમારી પાસેના સચોટ ડેટા પર આધાર રાખીએ છીએ.”

56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સરકારે GSTના દરોને તર્કસંગત બનાવીને બે ટેક્સ સ્લેબ – 12% અને 28% – નાબૂદ કર્યા છે. હવે માત્ર 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રહેશે. આ સાથે જ કેટલીક વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ઝરદા, ખાંડવાળા કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટેના વિમાનોનો સમાવેશ થાય છે.

આ સુધારાઓથી રોજિંદી વપરાશની વસ્તુઓ વધુ સસ્તી થઈ છે. હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તે જ રીતે માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકોની બોટલ, નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી સામાન્ય માણસ, MSME, ખેડૂતો અને મધ્યમ વર્ગને સીધો લાભ મળશે, સાથે સાથે અર્થતંત્રમાં વપરાશ અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે.

 

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/feed/ 0
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/ https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/#respond Thu, 04 Sep 2025 04:48:55 +0000 https://www.gujaratinside.com/?p=18279 નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને...

The post ‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને તેને “દરેક ભારતીય માટે દિવાળી ગિફ્ટ” તરીકે સંબોધ્યો. તેમણે કહ્યું કે આગામી પેઢીના GST સુધારા સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.

PM મોદીએ એક X પોસ્ટમાં જણાવ્યું: “મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે દરો અને પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવાનો અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયત્નોથી GST કાઉન્સિલે દર ઘટાડા અને સુધારાઓ અંગે સર્વસંમતિથી નિર્ણય લીધો છે. “આ નિર્ણયથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો ફાયદો થશે. વ્યાપક સુધારાઓ નાગરિકોના જીવનમાં સુધારો લાવશે અને ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે,” એમ તેમણે કહ્યું.

 

The post ‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/feed/ 0
GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે https://www.gujaratinside.com/2025/09/03/gst-council-approves-dual-tax-slabs-5-18-percent/ https://www.gujaratinside.com/2025/09/03/gst-council-approves-dual-tax-slabs-5-18-percent/#respond Wed, 03 Sep 2025 17:19:36 +0000 https://www.gujaratinside.com/?p=18272 ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...

The post GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે.

જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં

અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને 28% એમ ચાર GST સ્લેબ લાગુ હતા. કાઉન્સિલે 12% અને 28%ના સ્લેબ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે જે પ્રોડક્ટ્સ પર 12% લાગુ પડતો હતો, તે પર 5% લાગશે, જ્યારે જે સામાન પર 28% ટેક્સ લાગતો હતો તેને 18% પર લાવવામાં આવશે. આ બદલાવને કારણે અનેક ઉત્પાદનો ગ્રાહકો માટે સસ્તા થઈ જશે.

લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST

કાઉન્સિલે ખાસ જાહેરાત કરી છે કે લક્ઝરી વસ્તુઓ અને હાનિકારક ઉત્પાદનો (જેમ કે તમાકુ, શરાબ, મોંઘી કાર, સોફ્ટ ડ્રિંક્સ વગેરે) પર 40% GST લાગુ રહેશે. આ વધારાના આવક સ્રોતથી સરકારને સામાન્ય વસ્તુઓ પર કર ઘટાડાથી થનારી ખોટનો ભાગ પુરો થવાની અપેક્ષા છે.

ક્યારે લાગુ થશે?

રિપોર્ટ્સ મુજબ, કાઉન્સિલના આ તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.

આર્થિક અસર

નવી કર માળખાને કારણે સરકારને અંદાજે ₹93,000 કરોડ રૂપિયાની આવકમાં ખોટ થવાની શક્યતા છે. જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% નો ટેક્સ લાગુ થવાથી અંદાજે ₹45,000 કરોડની વધારાની આવક થઈ શકે છે. તેમ છતાં, રાજ્યોને થનારી ખોટ માટે કોઈ સ્પષ્ટ વળતર યોજનાની જાહેરાત હાલ કરવામાં આવી નથી.

પંજાબના નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે રાજ્યોને આવકનું નુકસાન થશે, પરંતુ આ નિર્ણય જનહિતમાં લેવાયો છે અને તેનો સીધો લાભ સામાન્ય લોકો સુધી પહોંચશે. હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ પણ બેઠક બાદ કહ્યું કે, દરેક સભ્ય નવા GST દરોને વધુ ન્યાયસંગત બનાવવામાં સહમત થયો હતો.

ગ્રાહકો માટે રાહત

નવી GST વ્યવસ્થા લાગુ થતા મેડિકલ સપ્લાય, રોજિંદી વપરાશના સામાન, શિક્ષણ સંબંધિત વસ્તુઓ, કોસ્મેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કેટલાક વાહનો સહિત અનેક વસ્તુઓ સસ્તી થઈ જશે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકોને આ સુધારા સીધો લાભ આપશે.

 

The post GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/gst-council-approves-dual-tax-slabs-5-18-percent/feed/ 0
આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા https://www.gujaratinside.com/2025/09/03/gst-council-meeting-2025-tax-slab-changes/ https://www.gujaratinside.com/2025/09/03/gst-council-meeting-2025-tax-slab-changes/#respond Wed, 03 Sep 2025 05:20:08 +0000 https://www.gujaratinside.com/?p=18172 નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ...

The post આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે.

સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રાખવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. આ સાથે કેટલીક ચીજવસ્તુઓ પર ખાસ 40% જીએસટી સ્લેબ લગાવવામાં આવવાની શક્યતા છે. આ સુધારાઓથી દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવોમાં ઘટાડો થશે. વિપક્ષી રાજ્યો આ બદલાવને કારણે આવક નુકસાનેની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે.

ગણિત મુજબ, 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓને 5% સ્લેબમાં અને 28% સ્લેબમાં આવતી 90% વસ્તુઓને 18% સ્લેબમાં આવરી લેવામાં આવશે. તેમાંથી ઘી, ડ્રાય ફ્રૂટ, પીવાનું પાણી (20 લિટર), નમકીન, ફૂટવેર, દવાઓ અને મેડિકલ ઉપકરણો 5% સ્લેબમાં આવશે. પેન્સિલ, સાયકલ, છત્રી, હેર પિન જેવા નાના ઉપકરણો પણ 5% સ્લેબમાં સમાવિષ્ટ થવાના છે.

ટેલિવિઝન, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર 28% સ્લેબમાંથી 18% સ્લેબમાં લાવવાની યોજના છે. જ્યારે તમાકુ, પાન મસાલા અને સિગરેટ જેવી વસ્તુઓ પર 40% ખાસ દર લગાવવામાં આવી શકે છે.

પ્રસ્તાવિત સુધારાઓ 1 જુલાઇ, 2017થી લાગુ થયેલા ચાર સ્લેબ (5%, 12%, 18%, 28%)ને બદલવા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સંબોધનમાં જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી. આ સુધારાઓથી સામાન્ય નાગરિકને લાભ મળી શકે છે અને જટિલ ટેક્સ માળખામાં સરળતા આવશે.

The post આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/gst-council-meeting-2025-tax-slab-changes/feed/ 0