GST Council Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-council/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 13:58:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png GST Council Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-council/ 32 32 GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/ https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/#respond Mon, 22 Sep 2025 15:00:56 +0000 https://www.gujaratinside.com/?p=19885 દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે. નિર્મલા સીતારમણે...

The post GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી.

આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલો “નાગરિક દેવો ભવ” સંદેશ સરકાર માટે માર્ગદર્શક છે.

તેમણે સમજાવ્યું કે અગાઉ ભારતના રાજ્યોમાં જુદા જુદા ટેક્સને કારણે વેપારીઓને અનેક મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ GST લાગુ થયા પછી એક જ ટેક્સ સિસ્ટમથી વ્યવસાયમાં પારદર્શિતા અને સરળતા આવી છે.

તેમણે યાદ અપાવ્યું કે 2017માં GST લાગુ પડ્યો હતો, પરંતુ 2019ની ચૂંટણી અને પછીના COVID-19 રોગચાળાને કારણે મોટા સુધારા શક્ય નહોતા.

ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ નવા સુધારાઓનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયો. નવા સુધારાથી 375થી વધુ રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.

અગાઉના 5%, 12%, 18% અને 28%ના દરને ઘટાડીને હવે માત્ર બે સ્લેબ – 5% અને 18% – રાખવામાં આવ્યા છે.

નવા GST સુધારાથી મોટાભાગની રોજિંદી વસ્તુઓ હવે 5%ના સ્લેબમાં આવતાં હોવાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજો ઘટ્યો છે અને ગ્રાહકો માટે જીવનયાપન વધુ સહેલું બન્યું છે.

નાણાપ્રધાને વેપારીઓને ગ્રાહકો પ્રત્યે આદર રાખવા અને ગ્રાહક કેન્દ્રિત વ્યવહાર કરવાની અપીલ કરી.

 

The post GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/gst-2-0-nirmala-sitharaman-message-to-traders/feed/ 0
ITC, HUL, P&G અને Emami દ્વારા મોટી જાહેરાત – સાબુ, શેમ્પૂ, લોટ, ક્રીમ સહિતના ઉત્પાદનોના ભાવ ઘટ્યા https://www.gujaratinside.com/2025/09/19/fmcg-price-cut-itc-hul-pg-emami-india/ https://www.gujaratinside.com/2025/09/19/fmcg-price-cut-itc-hul-pg-emami-india/#respond Fri, 19 Sep 2025 07:05:43 +0000 https://www.gujaratinside.com/?p=19588 દેશની અગ્રણી FMCG કંપનીઓએ ગ્રાહકોને રાહત આપતા 22 સપ્ટેમ્બરથી દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. ITC, HUL, Procter & Gamble (P&G) અને Emami જેવી કંપનીઓએ શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ, બેબી ડાયપર, ક્રીમ, રેઝર અને આફ્ટર-શેવ લોશન સહિતના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા કર દર ઘટાડ્યા બાદ લેવામાં આવ્યો છે...

The post ITC, HUL, P&G અને Emami દ્વારા મોટી જાહેરાત – સાબુ, શેમ્પૂ, લોટ, ક્રીમ સહિતના ઉત્પાદનોના ભાવ ઘટ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેશની અગ્રણી FMCG કંપનીઓએ ગ્રાહકોને રાહત આપતા 22 સપ્ટેમ્બરથી દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

ITC, HUL, Procter & Gamble (P&G) અને Emami જેવી કંપનીઓએ શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ, બેબી ડાયપર, ક્રીમ, રેઝર અને આફ્ટર-શેવ લોશન સહિતના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે.

આ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા કર દર ઘટાડ્યા બાદ લેવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને સીધો લાભ મળી શકે.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) એ વિક્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, પેન્ટીન, પેમ્પર્સ, જીલેટ, ઓલ્ડ સ્પાઇસ અને ઓરલ-બી સહિતના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કર્યો છે. ઉદાહરણ તરીકે, હેડ એન્ડ શોલ્ડર્સ કૂલ મેન્થોલ (300ML) હવે ₹360 બદલે ₹320માં મળશે, જ્યારે પેન્ટીન શેમ્પૂ (340ML) ₹410 બદલે ₹355માં મળશે. ડાયપર અને બેબી વાઇપ્સ પર પણ GST 12-18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

એમામી (Emami) એ બોરોપ્લસ એન્ટિસેપ્ટિક ક્રીમ, નવરત્ન તેલ, ઝંડુ બામ અને ડર્મીકૂલ પાવડરના ભાવ ઘટાડ્યા છે. ઉદાહરણ તરીકે, બોરોપ્લસ ક્રીમ (80ML) હવે ₹165 ના બદલે ₹155માં મળશે, જ્યારે નવરત્ન તેલ (180ML) ₹145માં ઉપલબ્ધ થશે.

હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) એ ડવ શેમ્પૂ, ક્લિનિક પ્લસ, સનસિલ્ક, લક્સ, લાઇફબોય સોપ, ક્લોઝ-અપ ટૂથપેસ્ટ, હોર્લિક્સ, બૂસ્ટ, કિસાન જામ અને બ્રુ કોફી જેવા ઉત્પાદનોના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે.

ઉદાહરણ તરીકે, ડવ હેર ફોલ શેમ્પૂ (340ML) હવે ₹490 બદલે ₹435માં અને લાઇફબોય સોપના ચાર પેક (75 ગ્રામ) ₹60માં ઉપલબ્ધ રહેશે.

ITC એ પણ પોતાના તમામ પોર્ટફોલિયો પ્રોડક્ટ્સ પર ભાવ ઘટાડાની જાહેરાત કરી છે, જેમાં લોટ અને અન્ય FMCG પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

આ ભાવ ઘટાડા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જેનાથી ગ્રાહકોને દૈનિક ખરીદીમાં નોંધપાત્ર બચત થશે.

 

The post ITC, HUL, P&G અને Emami દ્વારા મોટી જાહેરાત – સાબુ, શેમ્પૂ, લોટ, ક્રીમ સહિતના ઉત્પાદનોના ભાવ ઘટ્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/fmcg-price-cut-itc-hul-pg-emami-india/feed/ 0
અમૂલ તેના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે, ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ https://www.gujaratinside.com/2025/09/17/amul-to-cut-prices-of-800-products/ https://www.gujaratinside.com/2025/09/17/amul-to-cut-prices-of-800-products/#respond Wed, 17 Sep 2025 05:05:05 +0000 https://www.gujaratinside.com/?p=19443 અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા અમૂલએ પોતાના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલે ડેરી ઉત્પાદનો પર કરેલા જીએસટી દરના ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવા માટે આ નિર્ણય લેવાયો છે. અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું કે આવનારા બે-ત્રણ દિવસમાં ભાવ ઘટાડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને સીધો લાભ મળી શકે...

The post અમૂલ તેના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે, ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: દેશની અગ્રણી સહકારી સંસ્થા અમૂલએ પોતાના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલે ડેરી ઉત્પાદનો પર કરેલા જીએસટી દરના ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવા માટે આ નિર્ણય લેવાયો છે.

અમૂલના ટોચના સૂત્રોએ જણાવ્યું કે આવનારા બે-ત્રણ દિવસમાં ભાવ ઘટાડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને સીધો લાભ મળી શકે અને તેમના ખર્ચમાં ઘટાડો થાય.

આ નિર્ણયથી પનીર, ઘી, બટર, ચોકલેટ, ક્રીમ, આઈસક્રીમ સહિતના અનેક પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. અમૂલના ઘણા પ્રોડક્ટ્સને 5% જીએસટી સ્લેબમાંથી 0% સ્લેબમાં અને 12% અથવા 18% સ્લેબમાંથી 5% સ્લેબમાં લાવવામાં આવ્યા છે. આ ભાવ ઘટાડાની જાહેરાત 22મી સપ્ટેમ્બર પહેલા કરી દેવામાં આવશે.

અમૂલના પોર્ટફોલિયોમાં આવેલા દૂધ, ઘી, ચીઝ, પનીર, બટર, ફ્રેશ ક્રીમ, શ્રીખંડ, દહીં, ગુલાબજાંબું, ફ્લેવર્ડ મિલ્ક અને લસ્સી સહિતના તમામ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થશે. આ પગલાથી કરોડો ગ્રાહકોને રાહત મળશે.

બીજી તરફ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની સબસિડિયરી મધર ડેરીએ પણ પોતાના ઉત્પાદનોના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મધર ડેરીએ 200 ગ્રામ પનીરના પેક પર રૂ. 3નો ઘટાડો કર્યો છે, જ્યારે 1 લીટર ઘીના પેકેટની કિંમત રૂ. 675 થી ઘટાડી રૂ. 645 કરી છે.

આઈસક્રીમ પરના જીએસટી દર 18% થી ઘટાડીને 5% કરાતા કસાટા આઈસક્રીમ, અથાણા, ટોમેટો પ્યૂરી અને ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ જેવા પ્રોડક્ટ્સના ભાવમાં પણ ઘટાડો થશે.

 

The post અમૂલ તેના 800થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડશે, ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/amul-to-cut-prices-of-800-products/feed/ 0
નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી https://www.gujaratinside.com/2025/09/05/new-gst-reforms-benefit-women-navratri/ https://www.gujaratinside.com/2025/09/05/new-gst-reforms-benefit-women-navratri/#respond Fri, 05 Sep 2025 04:34:44 +0000 https://www.gujaratinside.com/?p=18426 નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે....

The post નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ૧૫ ઑગસ્ટે લાલકિલ્લાથી પોતાના સંબોધનમાં તેમણે આત્મનિર્ભર ભારત માટે “નેક્સ્ટ જનરેશન રિફોર્મ” લાવવાની જાહેરાત કરી હતી. હવે નવા જીએસટી સુધારાથી સામાન્ય જનતા માટે જરૂરી વસ્તુઓ પર ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

મોદીએ જણાવ્યું કે આ સુધારાઓને કારણે ધનતેરસ અને દિવાળીની ઉજવણી વધુ આનંદમય બનશે. તેમણે ઉમેર્યું કે જીએસટી ૨.૦ દેશ માટે સપોર્ટ અને ગ્રોથનો ડબલ ડોઝ છે, જે ગરીબ, નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મહિલાઓ સહિત દરેક વર્ગને સીધો લાભ આપશે. યુવાનો માટે ફિટનેસ ક્ષેત્રની સેવાઓ જેમ કે જિમ, સલૂન અને યોગ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે.

વડાપ્રધાને અગાઉની સરકારોને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં સામાન્ય સામાનથી લઈને દવા અને જીવન વીમા સુધી ભારે ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો તે જ પરિસ્થિતિ આજે હોત તો નાગરિકોને ૧૦૦ રૂપિયાની વસ્તુ પર ૨૦-૨૫ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો હોત. નવા સુધારા ભારતના અર્થતંત્રને વધુ સરળ, પારદર્શક અને વિકાસમુખી બનાવશે એમ મોદીએ જણાવ્યું.

 

The post નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/new-gst-reforms-benefit-women-navratri/feed/ 0
GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો https://www.gujaratinside.com/2025/09/04/nda-accepts-rahul-gandhi-gst-advice/ https://www.gujaratinside.com/2025/09/04/nda-accepts-rahul-gandhi-gst-advice/#respond Thu, 04 Sep 2025 13:20:51 +0000 https://www.gujaratinside.com/?p=18373 કેન્દ્રીય સરકારની GST નીતિમાં બદલાવ અંગે કોંગ્રેસે NDA પર કટાક્ષ કર્યો છે. પાર્ટીનો દાવો છે કે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહ અવગણાઈ રહી હતી, પરંતુ હજી કરેલા તાજેતરના ફેરફારો એ દર્શાવે છે કે અંતે NDAએ તેમની સલાહ સ્વીકારી લીધી. કોંગ્રેસે GST 2.0 હેતુથી વ્યાપક દર ઘટાડો અને મહત્વના માલ-સામાન પર GST ઘટાડવાનો તેમજ MSME માટે ટેક્સના...

The post GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્રીય સરકારની GST નીતિમાં બદલાવ અંગે કોંગ્રેસે NDA પર કટાક્ષ કર્યો છે. પાર્ટીનો દાવો છે કે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહ અવગણાઈ રહી હતી, પરંતુ હજી કરેલા તાજેતરના ફેરફારો એ દર્શાવે છે કે અંતે NDAએ તેમની સલાહ સ્વીકારી લીધી. કોંગ્રેસે GST 2.0 હેતુથી વ્યાપક દર ઘટાડો અને મહત્વના માલ-સામાન પર GST ઘટાડવાનો તેમજ MSME માટે ટેક્સના બોજમાં ઘટાડો કરવાની માગ કરી હતી, પરંતુ અગાઉ આ માગણીઓ અવગણાઈ રહી હતી.

રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે GST કાઉન્સિલની ભૂમિકા પર પ્રશ્ન ઊભા કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, GST કાઉન્સિલની બેઠક પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુધારાની ડેડલાઈન આપી હતી. GST 1.0માં ખામીઓની Congressએ 2017માં નોંધ કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેને અવગણવામાં આવ્યું. હવે, 22 સપ્ટેમ્બરે લાગુ થનારા ફેરફારમાં માત્ર 5% અને 18% સ્લેબ લાગુ થશે અને કેટલીક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર GSTને શૂન્ય કરાશે.

કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાહુલ ગાંધીના 2016ના ટ્વીટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, “અંતે રાહુલ ગાંધીની સલાહ પર અમલ થયો છે, પરંતુ તેઓએ આ માટે લાંબા સમય સુધી રાહ કેમ કરાવી?” એ ફેરફાર ગ્રાહકો માટે લાભકારક થશે અને MSME ઉદ્યોગોને ટેક્સના બોજમાંથી મુક્તિ મળી શકે તે જોવા રહેવું પડશે.

 

The post GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nda-accepts-rahul-gandhi-gst-advice/feed/ 0
‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/ https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/#respond Thu, 04 Sep 2025 05:40:39 +0000 https://www.gujaratinside.com/?p=18285 નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી.

ચિદમ્બરમે X પર લખ્યું કે, “GSTની હાલની યુક્તિસંગત વ્યવસ્થા શરૂઆતથી જ લાગુ કરવી જોઇતી હતી. અમે છેલ્લા આઠ વર્ષથી વારંવાર ચેતવણી આપતા હતા, પરંતુ અમારી દલીલોને અવગણવામાં આવી હતી. આજે આ ફેરફારોનું સ્વાગત કરવું પડે છે, પરંતુ કહી શકાય કે આ નિર્ણય ઘણો મોડો થયો છે.”

તેમણે સુધારા પાછળના સંભવિત કારણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે અચાનક આ ફેરફારો કેમ કર્યા તે રસપ્રદ છે. “ધીમી આર્થિક વૃદ્ધિ? ઘરગથ્થુ દેવું વધવું? બચતમાં ઘટાડો? બિહારની ચૂંટણી? અથવા ટ્રમ્પના ટેરિફ? કદાચ આ બધું જ?” એમ ચિદમ્બરમે ટિપ્પણી કરી.

જોકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિદમ્બરમના આ દાવાને નકારી કાઢ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે GST સુધારાઓનો અમેરિકાના ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી. સીતારમણે કહ્યું કે આ સુધારા દોઢ વર્ષથી ચર્ચામાં હતા અને તેનો સમયસર અમલ હવે કરવામાં આવ્યો છે.

 

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/feed/ 0