GST Slab Change Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-slab-change/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 04 Sep 2025 04:58:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png GST Slab Change Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-slab-change/ 32 32 ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/ https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/#respond Thu, 04 Sep 2025 05:40:39 +0000 https://www.gujaratinside.com/?p=18285 નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી.

ચિદમ્બરમે X પર લખ્યું કે, “GSTની હાલની યુક્તિસંગત વ્યવસ્થા શરૂઆતથી જ લાગુ કરવી જોઇતી હતી. અમે છેલ્લા આઠ વર્ષથી વારંવાર ચેતવણી આપતા હતા, પરંતુ અમારી દલીલોને અવગણવામાં આવી હતી. આજે આ ફેરફારોનું સ્વાગત કરવું પડે છે, પરંતુ કહી શકાય કે આ નિર્ણય ઘણો મોડો થયો છે.”

તેમણે સુધારા પાછળના સંભવિત કારણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે અચાનક આ ફેરફારો કેમ કર્યા તે રસપ્રદ છે. “ધીમી આર્થિક વૃદ્ધિ? ઘરગથ્થુ દેવું વધવું? બચતમાં ઘટાડો? બિહારની ચૂંટણી? અથવા ટ્રમ્પના ટેરિફ? કદાચ આ બધું જ?” એમ ચિદમ્બરમે ટિપ્પણી કરી.

જોકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિદમ્બરમના આ દાવાને નકારી કાઢ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે GST સુધારાઓનો અમેરિકાના ટેરિફ સાથે કોઈ લેવાદેવા નથી. સીતારમણે કહ્યું કે આ સુધારા દોઢ વર્ષથી ચર્ચામાં હતા અને તેનો સમયસર અમલ હવે કરવામાં આવ્યો છે.

 

The post ‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/chidambaram-criticizes-gst-reform-delayed/feed/ 0
“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/ https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/#respond Thu, 04 Sep 2025 05:10:44 +0000 https://www.gujaratinside.com/?p=18282 નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.”

નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા જેવા દરો પર કામ કરી રહ્યું છે, જેનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાન અંગે તેમણે કહ્યું કે, “વિવિધ આંકડાઓ બહાર આવી રહ્યા છે, પરંતુ અમે અમારી પાસેના સચોટ ડેટા પર આધાર રાખીએ છીએ.”

56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. સરકારે GSTના દરોને તર્કસંગત બનાવીને બે ટેક્સ સ્લેબ – 12% અને 28% – નાબૂદ કર્યા છે. હવે માત્ર 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ રહેશે. આ સાથે જ કેટલીક વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ઝરદા, ખાંડવાળા કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટેના વિમાનોનો સમાવેશ થાય છે.

આ સુધારાઓથી રોજિંદી વપરાશની વસ્તુઓ વધુ સસ્તી થઈ છે. હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તે જ રીતે માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકોની બોટલ, નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પર ટેક્સ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી સામાન્ય માણસ, MSME, ખેડૂતો અને મધ્યમ વર્ગને સીધો લાભ મળશે, સાથે સાથે અર્થતંત્રમાં વપરાશ અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે.

 

The post “GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/nirmala-sitharaman-clarifies-gst-reform-tariff-issue/feed/ 0
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/ https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/#respond Thu, 04 Sep 2025 04:48:55 +0000 https://www.gujaratinside.com/?p=18279 નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને...

The post ‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને તેને “દરેક ભારતીય માટે દિવાળી ગિફ્ટ” તરીકે સંબોધ્યો. તેમણે કહ્યું કે આગામી પેઢીના GST સુધારા સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.

PM મોદીએ એક X પોસ્ટમાં જણાવ્યું: “મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે દરો અને પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવાનો અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયત્નોથી GST કાઉન્સિલે દર ઘટાડા અને સુધારાઓ અંગે સર્વસંમતિથી નિર્ણય લીધો છે. “આ નિર્ણયથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો ફાયદો થશે. વ્યાપક સુધારાઓ નાગરિકોના જીવનમાં સુધારો લાવશે અને ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે,” એમ તેમણે કહ્યું.

 

The post ‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/04/pm-modi-reaction-gst-slab-reform-2025/feed/ 0