GST slab reduction Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-slab-reduction/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Thu, 21 Aug 2025 12:16:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png GST slab reduction Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gst-slab-reduction/ 32 32 જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો https://www.gujaratinside.com/2025/08/21/gst-slab-restructure-gom-approves-12-28-percent-merger/ https://www.gujaratinside.com/2025/08/21/gst-slab-restructure-gom-approves-12-28-percent-merger/#respond Thu, 21 Aug 2025 12:16:05 +0000 https://www.gujaratinside.com/?p=16871 કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબ સંશોધનના પ્રયાસોને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM) દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ સંશોધન અંતર્ગત હાલના ચાર ટેક્સ સ્લેબ — 5%, 12%, 18% અને 28% —માંથી 12% અને 28% સ્લેબ રદ કરીને તેને 5% અને 18%માં મર્જ કરવાની ભલામણ કરવામાં આવી છે. દિવાળીના પૂર્વે આ નવા દરો લાગૂ...

The post જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબ સંશોધનના પ્રયાસોને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM) દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ સંશોધન અંતર્ગત હાલના ચાર ટેક્સ સ્લેબ — 5%, 12%, 18% અને 28% —માંથી 12% અને 28% સ્લેબ રદ કરીને તેને 5% અને 18%માં મર્જ કરવાની ભલામણ કરવામાં આવી છે. દિવાળીના પૂર્વે આ નવા દરો લાગૂ થવાની શક્યતા છે.

બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં GOMએ કેન્દ્રના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. લક્ઝરી અને હાનિકારક ચીજવસ્તુઓ પર 40% GST લગાવવાની ભલામણને પણ મંજૂરી આપી છે. GOMની બેઠકમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના મંત્રીઓએ હાજરી આપી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેઠકને સંબોધતાં જણાવ્યું કે નવા GST દર સામાન્ય લોકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને MSME ક્ષેત્ર માટે રાહતરૂપ સાબિત થશે.

GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ 1 - image

GST સુધારા મુજબ, 12% સ્લેબમાં આવેલા 99% ઉત્પાદનો હવે 5% ટેક્સ દક્ષતા હેઠળ આવશે. તે જ રીતે, 28% સ્લેબમાં આવતાં 90% ઉત્પાદનો હવે 18% ટેક્સ કેટેગરીમાં શિફ્ટ થશે. આ પગલાંથી ટેક્સ સ્ટ્રક્ચરમાં સરળતા, પારદર્શકતા અને સુસંગતતા વધશે.

સ્વાસ્થ્ય અને જીવન વિમાના પ્રિમિયમ પર ટેક્સ ઘટાડાની ભલામણને પણ બેઠકમાં ચર્ચવામાં આવી હતી, જો કે તેના અમલથી સરકારી આવક પર રૂ. 9700 કરોડનો વાર્ષિક અસર થવાની શક્યતા છે. તેમ છતાં મોટા ભાગના રાજ્યોએ આ સંશોધનને સમર્થન આપ્યું છે. હવે GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં અંતિમ મંજૂરી આપશે.

The post જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/21/gst-slab-restructure-gom-approves-12-28-percent-merger/feed/ 0