આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી...
Tag: Gujarat festivals
અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે. આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં...
અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર
અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન...
કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ
સુરતના કોટ વિસ્તારમાં ગણેશોત્સવ પૂરો થવાના અવસરે ભક્તો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના કોટ વિસ્તારમાં 10થી 30 ફૂટ સુધીની ભવ્ય ગણેશ પ્રતિમાઓમાં અલગ-અલગ યુનિક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તોને જોવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે. અહીંના મંડપોમાં હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ, અયોધ્યા ધામ, નવરાત્રી માહોલ,...
અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા
ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા...
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025: 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર
અંબાજી: માતા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. મહામેળો 2025, 1 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે અંદાજે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને શ્રી આરાસુરી...
ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. ચાલુ...
ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ
ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના...







