Gujarat festivals Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-festivals/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 22 Sep 2025 11:48:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat festivals Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-festivals/ 32 32 નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર https://www.gujaratinside.com/2025/09/22/navratri-police-preparations-ahmedabad/ https://www.gujaratinside.com/2025/09/22/navratri-police-preparations-ahmedabad/#respond Mon, 22 Sep 2025 12:50:00 +0000 https://www.gujaratinside.com/?p=19871 આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી...

The post નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, નાગરિકો માટે સલામત નવરાત્રિ સુનિશ્ચિત કરવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક અને શી ટીમ સાથે બંદોબસ્ત રાખશે. મહિલાઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી 112 ડાયલના દ્વારા તાત્કાલિક મદદ ઉપલબ્ધ રહેશે.

સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીપ્પણીઓ પર પણ પોલીસ નજર રાખશે અને અસામાજિક પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની તૈયારી રહેશે.

આ દરમિયાન, 70 મોટા ગરબા સ્થળો પર આજે મોકડ્રીલ યોજાશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોમગાર્ડ અને પોલીસ મિશ્ર બંદોબસ્તમાં 1,700 કર્મચારીઓ ખોટી કામગીરી અટકાવવા માટે તૈનાત રહેશે.

ચાર DySP, 20 PI અને 31 PSI સુપરવિઝન હેઠળ કામગીરી ચલાવશે. તમામ ગરબા સ્થળોએ ભીડ નિયંત્રણ માટે શી ટીમ, હેલ્પ ડેસ્ક અને પોલીસ અધિકારીના સંપર્ક નંબર સાથે બેનરો મૂકવામાં આવશે. 112 વાન પેટ્રોલિંગ દ્વારા સતત ગશ્ત રાખવામાં આવશે.

નવરાત્રિ તહેવાર દરમ્યાન પોલીસની આ વ્યવસ્થા લોકજાગૃતિ અને સુરક્ષા બંનેને સુનિશ્ચિત કરશે, અને તહેવારના આનંદને સમૃદ્ધ અને સલામત બનાવશે.

The post નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/22/navratri-police-preparations-ahmedabad/feed/ 0
અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ https://www.gujaratinside.com/2025/09/19/ahmedabad-navratri-garba-environment-cyber-safety-message/ https://www.gujaratinside.com/2025/09/19/ahmedabad-navratri-garba-environment-cyber-safety-message/#respond Fri, 19 Sep 2025 05:05:29 +0000 https://www.gujaratinside.com/?p=19584 અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે. આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં...

The post અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે.

આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે.

નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી મોટા ગરબાનું આયોજન સોસાયટીના આગંણે જ કરવામાં આવ્યું છે.

સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે, આ વખતે સ્વચ્છતા સાથે સુરક્ષા અને ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આત્મનિર્ભર ભારત અને મહિલા સુરક્ષાના સંદેશા સાથે લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

ઈક્લેટ હાઈટ્સના ચેરમેન વિજયભાઈએ જણાવ્યું કે, સોસાયટીમાં ફરજિયાત ફી ઉઘરાવવાને બદલે ભક્તિભાવથી મળતો સ્વૈચ્છિક ફાળો સ્વીકારવામાં આવે છે. મ્યુઝિક સિસ્ટમનો અવાજ મર્યાદામાં રાખવામાં આવે છે જેથી કોઈને અસુવિધા ન થાય અને નાસ્તામાં હેલ્ધી ફૂડ પર ધ્યાન આપવામાં આવે છે.

ઓઢવ ગામમાં પણ વર્ષોથી ચાલી આવતી નવરાત્રિની પરંપરા અંતર્ગત દશેરાના દિવસે પારંપરિક સેમોલ માતાની માંડવી નીકળે છે, જેમાં ગામના તમામ લોકો ભાગ લે છે અને સવાર સુધી ગરબા યોજાય છે.

આ વર્ષે ઉજવણીમાં માત્ર ભક્તિભાવ જ નહીં પરંતુ આરોગ્ય, પર્યાવરણ અને સમાજ માટેના સંદેશો સાથે નવરાત્રિને વિશેષ રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

 

The post અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/ahmedabad-navratri-garba-environment-cyber-safety-message/feed/ 0
અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર https://www.gujaratinside.com/2025/09/11/ahmedabad-navratri-garba-fire-safety-sop-2025/ https://www.gujaratinside.com/2025/09/11/ahmedabad-navratri-garba-fire-safety-sop-2025/#respond Thu, 11 Sep 2025 04:30:08 +0000 https://www.gujaratinside.com/?p=19090 અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન...

The post અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે. SOPનું પાલન ન કરનારા આયોજકોને ઇવેન્ટની મંજૂરી આપવામાં નહીં આવે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન લાખો લોકો ગરબામાં ભાગ લે છે, તેથી લોકોની સલામતીને પ્રાથમિકતા આપી SOP ફરજિયાત અમલમાં મૂકાઈ છે.

SOP મુજબ આયોજકોને ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગોની મંજૂરી પણ લેવી પડશે.

SOPની મુખ્ય જોગવાઈઓમાં મંડપ-પંડાલને સ્કૂલ

હોસ્પિટલ અને જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર બનાવવો

ફાયર વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવો

બે વિરુદ્ધ દિશામાં ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવી

બેઠક વ્યવસ્થા અને બહાર નીકળવાના રસ્તા વચ્ચેનું અંતર 15 મીટરથી વધુ ન હોવું

પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી

જ્વલનશીલ પદાર્થ પંડાલમાં ન રાખવા

ઇલેક્ટ્રિક જંકશન બોર્ડ યોગ્ય અંતરે મૂકવા અને ઓટો ગ્લો સાઇનબોર્ડ દ્વારા એક્ઝિટ સ્પષ્ટ દર્શાવવીનો સમાવેશ થાય છે.

ઉપરાંત, મંડપ પરિસરમાં 6 કિલોના બે ફાયર એક્ષટીંગ્યુશર, 4.5 કિલોના બે CO2 ફાયર એક્ષટીંગ્યુશર, 200 લિટર પાણી ભરેલા ડ્રમ અને રેતી ભરેલી બે ડોલ ફરજિયાત રાખવાની રહેશે. જો સ્ક્રીન હોય તો ફાયર સેફ્ટી અંગેની ફિલ્મ પ્રદર્શિત કરવી રહેશે.

 

The post અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/11/ahmedabad-navratri-garba-fire-safety-sop-2025/feed/ 0
કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ https://www.gujaratinside.com/2025/09/05/surat-kot-ganesh-festival-idols/ https://www.gujaratinside.com/2025/09/05/surat-kot-ganesh-festival-idols/#respond Fri, 05 Sep 2025 13:08:44 +0000 https://www.gujaratinside.com/?p=18502 સુરતના કોટ વિસ્તારમાં ગણેશોત્સવ પૂરો થવાના અવસરે ભક્તો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના કોટ વિસ્તારમાં 10થી 30 ફૂટ સુધીની ભવ્ય ગણેશ પ્રતિમાઓમાં અલગ-અલગ યુનિક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તોને જોવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે. અહીંના મંડપોમાં હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ, અયોધ્યા ધામ, નવરાત્રી માહોલ,...

The post કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
સુરતના કોટ વિસ્તારમાં ગણેશોત્સવ પૂરો થવાના અવસરે ભક્તો માટે વિશાળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના કોટ વિસ્તારમાં 10થી 30 ફૂટ સુધીની ભવ્ય ગણેશ પ્રતિમાઓમાં અલગ-અલગ યુનિક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જે ભક્તોને જોવા માટે ટોળે ટોળા ઉમટી રહ્યા છે. અહીંના મંડપોમાં હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ, અયોધ્યા ધામ, નવરાત્રી માહોલ, ગરુડ પર લક્ષ્મીજી સાથે ગણેશ, અને પંચમુખી ગણેશ જેવી વિવિધ કૃતિઓ ખાસ દર્શનાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

હનુમાન ટેકરી-2માં કેદારનાથ ભગવાનની જળઅભિષેક કરતી પ્રતિમા સ્થાપિત છે. મંડળના મનોજ રાણા જણાવે છે કે, 1986થી દર વર્ષે અહીં ગણેશજીની સ્થાપના થાય છે અને ત્રણ-ચાર મહિના પહેલાં મંડળની મીટીંગમાં વિષય અને થીમ નક્કી કરીને ઓર્ડર આપવામાં આવે છે. ૫ ફૂટથી મોટી પ્રતિમાઓ વિસર્જન માટે દરિયામાં મૂકી શકાય છે, જે કોટ વિસ્તારની એક વિશેષતા છે.

નાપુરા કાંટાની વાડના જાગૃતિ યુવક મંડળના સુભાષ રાણા જણાવે છે કે, દરેક મોહલ્લામાં ૩થી ૫ ગણેશ મંડપ છે, અને દરેક જગ્યાએ યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના થાય છે. ગલેમંડી વિસ્તારમાં 20 ફૂટથી મોટી, અને બેગમપુરામાં 30 ફૂટ જેટલી પ્રતિમાઓ સ્થાપિત છે. આ સ્થાનોએ સાંકડી ગલીઓ હોવાથી પ્રતિમાઓને વિસર્જન માટે બહાર લાવવી પડકારરૂપ હોય છે.

કોટ વિસ્તારમાં યુનિક અને ભવ્ય ગણેશ પ્રતિમાઓની સંખ્યા, પ્રત્યેક મોહલ્લાના ઉત્સાહ અને ભક્તિભાવને દર્શાવે છે.

 

The post કોટ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી, 10-30 ફૂટ પ્રતિમાઓમાં ભક્તોની ભીડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/05/surat-kot-ganesh-festival-idols/feed/ 0
અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા https://www.gujaratinside.com/2025/08/29/ahmedabad-ganesh-idol-immersion-ponds-2025/ https://www.gujaratinside.com/2025/08/29/ahmedabad-ganesh-idol-immersion-ponds-2025/#respond Fri, 29 Aug 2025 10:15:13 +0000 https://www.gujaratinside.com/?p=17674 ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા...

The post અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા અંગેની વિગતવાર નોંધ કરવામાં આવશે. ઉપરાંત, કચરો અલગ રીતે એકઠો થાય તે માટે સ્ટિકર લગાવેલા ડસ્ટબિન અને બેરલ મુકવામાં આવશે.

આગની કોઈપણ આશંકાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની પાંચ ટીમોને પણ અલગ-અલગ કુંડ અને પંડાલ ખાતે તહેનાત કરવામાં આવી છે.
પ્રતિ વર્ષે જેમ ભાવિકો એક દિવસથી લઈ દસ દિવસ સુધી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિપૂર્વક વિસર્જન કરતા હોય છે, તેવી જ રીતે આ વર્ષે પણ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે એક કુંડ બનાવવા માટે અંદાજે રૂ. 15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

 

The post અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/29/ahmedabad-ganesh-idol-immersion-ponds-2025/feed/ 0
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025: 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર https://www.gujaratinside.com/2025/08/27/ambaji-bhadarvi-purnima-mela-2025/ https://www.gujaratinside.com/2025/08/27/ambaji-bhadarvi-purnima-mela-2025/#respond Wed, 27 Aug 2025 12:55:40 +0000 https://www.gujaratinside.com/?p=17505 અંબાજી: માતા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. મહામેળો 2025, 1 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે અંદાજે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને શ્રી આરાસુરી...

The post અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025: 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અંબાજી: માતા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. મહામેળો 2025, 1 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે અંદાજે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે પ્રસાદના ઘરના શુભારંભ કર્યો હતો. તેમણે જણાવ્યા કે ભાદરવી પૂનમના મેળામાં આવતા માઇભક્તોને કોઈ અઘરસંપન્નતા ન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા જાળવવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે, જ્યારે સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. પ્રસાદ માટે 90,000 કિલો કરકરો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો એલચીનો ઉપયોગ કરવામાં આવશે. 30 લાખથી વધુ પેકેટ્સમાં પ્રસાદ વિતરણ માટે 750 થી વધુ કારીગરો રાત-દિવસ કાર્યરત રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટે ખાતરી આપી છે કે દરેક ભક્ત સુધી પ્રસાદ સરળતાથી અને સ્વચ્છ રીતે પહોંચાડવામાં આવશે. મેળા દરમિયાન દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ સુચારુ રીતે ચાલે તે માટે તંત્ર અને ટ્રસ્ટ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ મહામેળામાં હાજરી આપવા આવે તેવી અપેક્ષા છે.

 

The post અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025: 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/ambaji-bhadarvi-purnima-mela-2025/feed/ 0
ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો https://www.gujaratinside.com/2025/08/18/bhadarvi-poonam-ambaji-online-registration-2025/ https://www.gujaratinside.com/2025/08/18/bhadarvi-poonam-ambaji-online-registration-2025/#respond Mon, 18 Aug 2025 12:04:54 +0000 https://www.gujaratinside.com/?p=16592 ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. ચાલુ...

The post ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે.

ચાલુ વર્ષે તમામ પદયાત્રી સંઘો અંબાજી મંદિરની સત્તાવાર વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam પરથી નોંધણી કરી શકશે. પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય નોંધણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો છે. નોંધણી પૂર્ણ થયા બાદ સંઘોની વિગતો પ્રાંત અધિકારી, દાંતા કચેરી દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી પછી મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઇન જ આપવામાં આવશે.

અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે પદયાત્રી સંઘો માટે કોમર્શિયલ અને પ્રાઇવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે. તેમણે તમામ પદયાત્રી સંઘોને આ સુવિધાનો લાભ લેવા અને તાત્કાલિક પોર્ટલ પર નોંધણી કરવા અપીલ કરી છે.

The post ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/bhadarvi-poonam-ambaji-online-registration-2025/feed/ 0
ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ https://www.gujaratinside.com/2025/08/16/janmashtami-2025-celebration-dwarka-dakor-shamlaji-gujarat/ https://www.gujaratinside.com/2025/08/16/janmashtami-2025-celebration-dwarka-dakor-shamlaji-gujarat/#respond Sat, 16 Aug 2025 13:46:06 +0000 https://www.gujaratinside.com/?p=16463 ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના...

The post ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવને લઇને રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો’ અને ‘જય કનૈયાલાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.

દ્વારકા: દ્વારકામાં ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. સવારે 6 વાગ્યે મંગળા આરતી બાદ ખુલ્લા પડદે સ્નાન અભિષેક કરવામાં આવ્યો હતો.

ડાકોર: અહીં ભગવાન રણછોડરાયજીને મોગલ સામ્રાજ્યનો હીરાજડિત મુગટ અને વડોદરાથી લાવવામાં આવેલા કેવડાના ફૂલનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શોભાયમાન બનાવાયું છે. રાત્રે મધ્યરાત્રિએ જન્મોત્સવ મનાવવામાં આવશે અને બીજા દિવસે નંદ મહોત્સવ યોજાશે.

શામળાજી: અરવલ્લીના પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં કાળિયા ઠાકરને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. અહીં શોભાયાત્રા, ભજન સંધ્યા અને મટકીફોડ જેવા કાર્યક્રમો પણ યોજાયા છે, જેમાં 108 મટકીઓ ફોડવામાં આવશે.

 

The post ગુજરાતમાં ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ: દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખો ભક્તોની ભીડ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/16/janmashtami-2025-celebration-dwarka-dakor-shamlaji-gujarat/feed/ 0