Gujarat Flood Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-flood-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 25 Aug 2025 14:50:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Flood Alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-flood-alert/ 32 32 ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/25/dharoi-dam-water-release-sabarmati-alert/ https://www.gujaratinside.com/2025/08/25/dharoi-dam-water-release-sabarmati-alert/#respond Mon, 25 Aug 2025 14:44:38 +0000 https://www.gujaratinside.com/?p=17303 ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પગલે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ધરોઈ ડેમમાંથી 1,07,248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ આશરે 10થી 12 કલાકમાં અમદાવાદના સુભાષ...

The post ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પગલે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ધરોઈ ડેમમાંથી 1,07,248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ આશરે 10થી 12 કલાકમાં અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં પહોંચી શકે છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવ્યુ છે.

તે ઉપરાંત, ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી 27,282 ક્યુસેક પાણી અને વાસણા બેરેજમાંથી 30,836 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં સાબરમતી કિનારા પરની વસાહતોમાં પૂરનો ખતરો રહેતા લોકોમા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓને પણ સાવધાન રહેવા અને જરૂરી સુરક્ષાના પગલાં લેવામાટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, કારણ કે ડેમમાં 66,215 ક્યુસેક પાણીની આવક થવાથી જળસ્તર 52.45 મીટર સુધી પહોંચી ગયું છે. પરિણામે સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સંતોષકારક રહ્યું છે અને અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ વરસાદ સાથે રાજ્યમાં 80% વરસાદ નોંધાયો છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82% છે, જેમાંથી 59 જળાશયો છલોછલ થયા છે અને 78 જળાશયો હાઈ એલર્ટ પર છે.

 

The post ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/dharoi-dam-water-release-sabarmati-alert/feed/ 0
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/ https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/#respond Sat, 23 Aug 2025 11:02:40 +0000 https://www.gujaratinside.com/?p=17036 મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે. હાલ મહી...

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને મહી નદીમાં 39,600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ પાવર હાઉસ મારફતે 20,400 ક્યૂસેક પાણી છોડતા કુલ 60,000 ક્યૂસેક પાણી મહી નદીમાં મુકવામાં આવ્યું છે.

હાલ મહી નદી બંને કાંઠે વહે રહી હોવાથી નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરાયો છે અને લોકોને નદીના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પાણી છોડવાની પ્રક્રિયા દરમ્યાન વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

 

The post મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, મહી નદી કાંઠાના ગામોમાં એલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/kadana-dam-6-gates-open-mahisagar-river-alert/feed/ 0