Gujarat flood rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-flood-rescue/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 05:52:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat flood rescue Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-flood-rescue/ 32 32 બનાસકાંઠામાં વરસાદી આફત: પોલીસ-વહીવટીતંત્રના 160થી વધુ જવાનો રેસ્ક્યુ કામગીરીમાં https://www.gujaratinside.com/2025/09/10/banaskantha-rain-disaster-rescue-operations/ https://www.gujaratinside.com/2025/09/10/banaskantha-rain-disaster-rescue-operations/#respond Wed, 10 Sep 2025 09:00:59 +0000 https://www.gujaratinside.com/?p=18990 બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી આફત દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યું છે, જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં 3 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને 150થી વધુ પોલીસ જવાનો...

The post બનાસકાંઠામાં વરસાદી આફત: પોલીસ-વહીવટીતંત્રના 160થી વધુ જવાનો રેસ્ક્યુ કામગીરીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી આફત દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યું છે, જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં 3 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને 150થી વધુ પોલીસ જવાનો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોડાયા છે.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના અનેક ગામોમાંથી અત્યાર સુધીમાં 63થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. સુઈગામ તાલુકાના ભરડવા, ભાટવરવાસ અને તીર્થગામ સહિતના વિસ્તારોમાં પોલીસ જવાનો જનતાની પડખે ઉભા રહી બચાવ કામગીરી કરી રહ્યા છે.

વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુઈગામ અને વાવ તાલુકાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં આજે તા. 10 સપ્ટેમ્બર, 2025ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

પોલીસ અને વહીવટી તંત્ર ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્ર સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ-રાત કામ કરી રહ્યું છે જેથી કોઈપણ નાગરિકને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

The post બનાસકાંઠામાં વરસાદી આફત: પોલીસ-વહીવટીતંત્રના 160થી વધુ જવાનો રેસ્ક્યુ કામગીરીમાં appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/banaskantha-rain-disaster-rescue-operations/feed/ 0
દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/ https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/#respond Wed, 20 Aug 2025 15:27:52 +0000 https://www.gujaratinside.com/?p=16834 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...

The post દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી તમામ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

 

The post દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/feed/ 0