Gujarat flood risk Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-flood-risk/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 18 Aug 2025 12:01:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat flood risk Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-flood-risk/ 32 32 ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/ https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/#respond Mon, 18 Aug 2025 12:01:41 +0000 https://www.gujaratinside.com/?p=16588 ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના...

The post ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ફરીથી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાજા આંકડા મુજબ, સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 193 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજકોટના ધોરાજીમાં સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં 1 ઇંચ સુધી વરસાદ થયો છે.

જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા અને જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, તેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

The post ગુજરાતમાં ઝરમરથી ધોધમાર સુધી: રાજકોટ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/18/gujarat-heavy-rainfall-update/feed/ 0