Gujarat forest department Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-forest-department/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 10 Sep 2025 13:13:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat forest department Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-forest-department/ 32 32 વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર https://www.gujaratinside.com/2025/09/10/vadodara-crocodile-attack-compensation/ https://www.gujaratinside.com/2025/09/10/vadodara-crocodile-attack-compensation/#respond Wed, 10 Sep 2025 13:13:40 +0000 https://www.gujaratinside.com/?p=19033 વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે. ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ....

The post વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે.

ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ. 65 લાખનું વળતર ચૂકવ્યું છે. શહેર વિસ્તારમાં મગરના હુમલાના એક પણ બનાવ નોંધાયા નથી.

વનખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મગર સામાન્ય રીતે માનવ પર હુમલો કરતા નથી, પરંતુ જ્યારે તેમને પોતાની સુરક્ષાને ખતરો લાગે અથવા તેમના ઇંડા જોખમમાં હોય ત્યારે જ તે હુમલો કરે છે.

નદી કિનારા પર ચેતવણી બોર્ડ મૂકાયા હોવા છતાં કેટલાક લોકો પાણીમાં જતા હોય છે, જેના કારણે દુર્ઘટનાઓ બને છે. સરકારના નિયમ મુજબ, જંગલી પ્રાણીના હુમલામાં માનવના મૃત્યુ પર હવે રૂ. 10 લાખનું વળતર આપવામાં આવે છે, જે અગાઉ રૂ. 5 લાખ હતું. વર્ષ 2024-25માં મૃતકોના પરિવારજનોને આ વધારેલા વળતરની રકમ ચૂકવવામાં આવી છે.

વિશ્વામિત્રી નદીમાં મગરનો મુખ્ય ખોરાક માછલી, પક્ષી અને સુવર છે, જ્યારે નદી કિનારે પાણી પીવા આવેલા કુતરા અને પશુઓ પર પણ તે હુમલો કરે છે. ખાસ કરીને જાન્યુઆરીથી જૂન દરમિયાન મગરના હુમલાના બનાવ વધુ જોવા મળે છે.

જિલ્લામાં દીપડાના હુમલાથી માનવના મોતના બનાવ નોંધાયા નથી, પરંતુ વર્ષ 2024-25માં દીપડાએ 73 પશુનું મારણ કર્યું હતું. આ નુકસાન માટે પશુપાલકોને કુલ રૂ. 4,12,000નું વળતર રાજ્ય સરકારે ચૂકવ્યું છે.

 

The post વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/10/vadodara-crocodile-attack-compensation/feed/ 0
ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ https://www.gujaratinside.com/2025/08/07/albino-yellow-turtle-rescued-vadodara-gujarat-first-case/ https://www.gujaratinside.com/2025/08/07/albino-yellow-turtle-rescued-vadodara-gujarat-first-case/#respond Thu, 07 Aug 2025 09:50:56 +0000 https://www.gujaratinside.com/?p=15986 વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પરથી સૌપ્રથમ વખત એક દુર્લભ પ્રકારનો પીળા રંગનો કાચબો (આલ્બિનો) જોવા મળ્યો છે. આ કાચબો સામાન્ય કાચબાઓ કરતા અલગ અને અનોખો છે કારણ કે તેમાં રંગદ્રવ્યો (મેલેનિન)નું અભાવ હોવાથી તેનો રંગ પીળો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા કાચબાનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો છે. સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે જણાવ્યુ...

The post ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પરથી સૌપ્રથમ વખત એક દુર્લભ પ્રકારનો પીળા રંગનો કાચબો (આલ્બિનો) જોવા મળ્યો છે. આ કાચબો સામાન્ય કાચબાઓ કરતા અલગ અને અનોખો છે કારણ કે તેમાં રંગદ્રવ્યો (મેલેનિન)નું અભાવ હોવાથી તેનો રંગ પીળો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા કાચબાનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો છે.

સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે જણાવ્યુ કે આ કાચબો “ઇન્ડિયન ફ્‌લેપશેલ ટર્ટલ” પ્રજાતિનો છે અને તેની અંદાજિત ઉંમર એક વર્ષ જેટલી હોઈ શકે છે. આલ્બિનો પ્રાણીઓમાં પ્રકાશ પ્રત્યે વધારે સંવેદનશીલતા જોવા મળે છે અને શિકાર થવાની શક્યતા વધુ હોય છે કારણ કે તેમનો રંગ તેમને આસપાસના કુદરતી વાતાવરણથી અલગ દેખાડે છે.

વન વિભાગે કાચબાને તેમના શેલ્ટરમાં રાખીને તેની તાત્કાલિક સારવાર શરૂ કરી છે. રેન્જ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રકારનો દુર્લભ કાચબો ગુજરાતમાં પહેલો છે અને સમગ્ર ભારતમાં માત્ર સાતમો કિસ્સો છે. અગાઉ આવા કાચબા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં મળ્યા હતા.

એમ.એસ. યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગના અધ્યાપક ડૉ. ધવલ ભટ્ટે જણાવ્યા અનુસાર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મુખ્યત્વે આ પ્રજાતિના કાચબાઓ જોવા મળે છે, પરંતુ મગરોની હાજરીને લીધે તેમની ગણતરી મુશ્કેલ છે. આલ્બિનો કાચબાની ખાસિયતોને કારણે તેનું ટકાવું અઘરુ બને છે અને એનું સંરક્ષણ અત્યંત આવશ્યક બની જાય છે.

The post ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/07/albino-yellow-turtle-rescued-vadodara-gujarat-first-case/feed/ 0