Gujarat Government Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-government/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 07 Sep 2025 03:36:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat Government Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-government/ 32 32 ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-best-teachers-lifetime-gsrtc-travel/ https://www.gujaratinside.com/2025/09/06/gujarat-best-teachers-lifetime-gsrtc-travel/#respond Sat, 06 Sep 2025 14:45:01 +0000 https://www.gujaratinside.com/?p=18618 અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ...

The post ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે.

આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોના સન્માન અને પ્રોત્સાહન માટે લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવાના અનુસંધાનમાં આ યોજના અમલમાં આવી છે.

હાલ સુધી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થયેલા કુલ 957 શિક્ષકોને તરત જ આ લાભ મળશે. ભવિષ્યમાં જે પણ શિક્ષકો આ પ્રકારના એવોર્ડથી સન્માનિત થશે, તેમને પણ આ યોજનાનો લાભ મળતો રહેશે. સરકારનો આ પ્રયાસ શિક્ષકોના યોગદાનને ઓળખ આપવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાય છે, જેના પરિણામે રાજ્યમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવામાં મદદ મળશે.

 

The post ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/06/gujarat-best-teachers-lifetime-gsrtc-travel/feed/ 0
રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત https://www.gujaratinside.com/2025/09/03/amreli-farmers-protest-relief-package-exclusion/ https://www.gujaratinside.com/2025/09/03/amreli-farmers-protest-relief-package-exclusion/#respond Wed, 03 Sep 2025 10:28:18 +0000 https://www.gujaratinside.com/?p=18207 ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે....

The post રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે.

આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે. લાઠીના રામપર સહિતના ગામોના ખેડૂતો સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે તમામ પીડિત ખેડૂતોને સહાય મળવી જોઈએ. આ મામલે ધારાસભ્ય જનક તળાવિયાએ રાજ્ય સરકારને પત્ર લખી બાકી રહેલા ગામોને પણ રાહત પેકેજનો લાભ મળે તે માટે રજૂઆત કરી છે.

કમોસમી વરસાદના કારણે રાજ્યના છ જિલ્લામાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે. સરકારના નિયમો અનુસાર, જે ખેડૂતોના પાકને 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે, તેમને સહાય આપવામાં આવશે.

સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોને બે રીતે સહાય મળશે – સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૂ. 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી રૂ. 2,500, એમ મળીને પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય મળશે. સહાયમાં પ્રતિ ખાતા મહત્તમ બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

 

The post રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/03/amreli-farmers-protest-relief-package-exclusion/feed/ 0
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/ https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/#respond Wed, 27 Aug 2025 12:20:32 +0000 https://www.gujaratinside.com/?p=17489 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી...

The post અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવાનો રહેશે. ભારતે અમદાવાદમાં ગેમ્સનું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધું છે, અને 31 ઑગસ્ટ સુધી ફાઇનલ બિડ રજૂ કરવી પડશે. કેનેડાએ યજમાની માટેનું પોતાનું બિડ પાછું ખેંચવાથી ભારત માટે તક વધેલી છે.

જો ભારતનું બિડ મંજૂર થાય, તો કેબિનેટે હોસ્ટ કોલેબોરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, સંબંધિત મંત્રાલય અને વિભાગો પાસેથી જરૂરી ગેરંટીની મંજૂરી અને ગુજરાત સરકારને ગ્રાન્ટ-ઈન-એડ આપવા પણ મંજૂરી આપી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન આગામી 48 કલાકમાં બાકી પ્રક્રિયાઓ પૂર્ણ કરશે.

ભારત ઉપરાંત નાઈજિરિયા અને બે અન્ય દેશો પણ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે બિડ આપવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય કમીટી દ્વારા અંતિમ નિર્ણય કોમનવેલ્થ સ્પોર્ટ્સની જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે, જેનો જાહેરખબર ગ્લાસગોમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં આવશે. ભારત આ ગેમ્સનું આયોજન બીજી વખત કરાશે, પ્રથમ વખત 2010 માં નવી દિલ્હી ખાતે આયોજન કરવામા આવ્યુ હતું.

 

The post અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/27/india-commonwealth-games-2030-ahmedabad-bid/feed/ 0
જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત https://www.gujaratinside.com/2025/08/15/vikasdeep-scheme-for-prisoners-children-gujarat/ https://www.gujaratinside.com/2025/08/15/vikasdeep-scheme-for-prisoners-children-gujarat/#respond Fri, 15 Aug 2025 12:36:40 +0000 https://www.gujaratinside.com/?p=16373 ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસર પર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જેલ ડીજીપી કે.એલ.એન. રાવે “વિકાસદીપ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રોકડ ઇનામો અને...

The post જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસર પર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જેલ ડીજીપી કે.એલ.એન. રાવે “વિકાસદીપ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રોકડ ઇનામો અને પુરસ્કારો આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર વિદ્યાર્થીઓને ત્રણ સ્તરે ઇનામો આપવામાં આવશે – પ્રિલિમિનરી પાસ કરવા પર ₹5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ પાસ કરવા પર ₹10,001 અને પ્રમાણપત્ર, અને અંતિમ પસંદગી તથા નિમણુંક પર ₹15,001 સાથે મોમેન્ટો અને પ્રમાણપત્ર.

રમતગમત ક્ષેત્રે રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ જીતનારને ₹7,001, સિલ્વર માટે ₹5,001 અને બ્રોન્ઝ માટે ₹3,001 સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે વિજેતાઓને ગોલ્ડ માટે ₹15,001, સિલ્વર માટે ₹10,001 અને બ્રોન્ઝ માટે ₹7,001 આપવામાં આવશે. જેલ અધિકારીઓના બાળકોને પણ આ લાભ મળશે.

ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને બીમાર કેદીઓ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવશે, જેમાં અલગ બેરેક, કેરટેકર, સ્પેશિયલ રેમ્પ, તબીબી ચકાસણી, પોષણયુક્ત આહાર, કાઉન્સેલિંગ સુવિધા અને કાયદેસર મદદનો સમાવેશ છે.

આ યોજનાઓ કેદીઓ અને તેમના પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવા માર્ગ ખોલશે.

 

The post જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/15/vikasdeep-scheme-for-prisoners-children-gujarat/feed/ 0