Gujarat heavy rainfall Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-heavy-rainfall/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sun, 07 Sep 2025 03:41:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat heavy rainfall Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-heavy-rainfall/ 32 32 અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/ https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/#respond Sun, 07 Sep 2025 03:41:09 +0000 https://www.gujaratinside.com/?p=18627 અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.

આ દરમ્યાન બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાળી પાસે સાબરમતી નદી વચ્ચે 8 લોકો ફસાયા હતા. SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. GPSC પરીક્ષા કેન્દ્રોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ વિવિધ ડેમના જળસ્તર અને વરસાદની આવક અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંભવિત કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 12 NDRF અને 20 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. કપરાડામાં માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ અને 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ થયો હતો. તેમાં બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાણંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં જામકંડોરણા (2.85 ઇંચ), પ્રાંતિજ (2.75 ઇંચ), બાયડ અને ઉમરગાંવ (2.60 ઇંચ)માં વરસાદ પડ્યો હતો. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

 

The post અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/ahmedabad-rain-sabarmati-alert-gujarat-weather/feed/ 0
નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક https://www.gujaratinside.com/2025/08/30/narmada-dediapada-river-drowning-two-children/ https://www.gujaratinside.com/2025/08/30/narmada-dediapada-river-drowning-two-children/#respond Sat, 30 Aug 2025 14:13:27 +0000 https://www.gujaratinside.com/?p=17812 નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે. માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી...

The post નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે.

માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી છૂટ્યા બાદ ખેતરમાં રમવા માટે નદી તરફ જઈ રહ્યા હતા.

આ સમયે નદીમાં પાણીનો પ્રવાહ વધતા બંને બાળકો તણાયા. સ્થાનિકોએ ઘટના જાણ કરી અને તરત જ શોધખોળ શરૂ કરી હતી. દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને પોલીસ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી.

શનિવારે, 30 ઓગસ્ટના રોજ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા, જેને પગલે પરિવાર અને ગામના લોકોમાં દુખનો માહોલ છવાયો. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સલાહ આપી છે કે, વરસાદ દરમિયાન નદી-નાળાઓના કિનારે ધ્યાન રાખવું અને સાવચેત રહેવું.

 

The post નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/narmada-dediapada-river-drowning-two-children/feed/ 0
દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/ https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/#respond Wed, 20 Aug 2025 15:27:52 +0000 https://www.gujaratinside.com/?p=16834 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી...

The post દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને કારણે કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભોગાત ગામ પાસે આવેલ એક બિલ્ડિંગની ચારેબાજુ વરસાદી પાણી છવાઈ જતા બાળકો સહિત કુલ 17 લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તંત્ર દ્વારા બોટની મદદથી તમામ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

 

The post દ્વારકાના ભોગાત ગામે વરસાદી પાણીથી ઘેરાયા 17 લોકો, બોટ દ્વારા સલામત સ્થળે રેસ્ક્યુ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/dwarka-bhogat-village-rain-rescue-17-people/feed/ 0