gujarat high alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-high-alert/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Mon, 28 Jul 2025 05:44:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png gujarat high alert Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-high-alert/ 32 32 મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/ https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/#respond Mon, 28 Jul 2025 05:44:36 +0000 https://www.gujaratinside.com/?p=15647 ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...

The post મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ

રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના 5, ભાવનગરના 4 અને સુરેન્દ્રનગરના 3 જળાશયોનો સમાવેશ થાય છે. 62 જળાશયો 70 થી 100 ટકા જળસ્તર સુધી પહોંચી ગયા છે, જ્યારે 38 જળાશયોમાં 25 થી 50 ટકા પાણી છે. તેમ છતાં, હજુ પણ 36 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે.

હાલમાં 48 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત, 21 જળાશયો એલર્ટ હેઠળ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહની સ્થિતિ

રાજ્યના મુખ્ય સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ ક્ષમતાના 60.72 ટકા જેટલું પાણી ભરાયું છે. રીજિયનવાઇઝ જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા અને સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર નોંધાયું છે.

The post મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/feed/ 0