Gujarat infrastructure Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-infrastructure/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 02 Sep 2025 05:02:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat infrastructure Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-infrastructure/ 32 32 ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય https://www.gujaratinside.com/2025/09/02/gambhira-bridge-collapse-new-bridge-construction-vadodara/ https://www.gujaratinside.com/2025/09/02/gambhira-bridge-collapse-new-bridge-construction-vadodara/#respond Tue, 02 Sep 2025 05:15:51 +0000 https://www.gujaratinside.com/?p=18056 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શું હતી ઘટના? 9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે...

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

શું હતી ઘટના?
9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે કટકા થઈ ગયા હતા. આ ઘટનામાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને કેટલાક બ્રિજ પર લટકાઈ ગયા હતા. દુર્ભાગ્યે આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા.

નવા બ્રિજ માટેની કામગીરી શરૂ
ગંભીરા બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો મહત્વનો કડી હતો. બ્રિજ તૂટી પડતા બંને જિલ્લાના લોકોની અવરજવર પર મોટો પ્રભાવ પડ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

166 કરોડનું ટેન્ડર, 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય
નવા બ્રિજના નિર્માણ માટે મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીએ ₹166 કરોડનું ટેન્ડર ભર્યું હતું, જેને મંજૂરી મળતાં જ 14 ઑગસ્ટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ કેમ્પ સાઇટ ડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે, મશીનરી ગોઠવાઈ રહી છે અને ફાઉન્ડેશન માટે તૈયારી થઈ રહી છે. વર્ક ઓર્ડર અનુસાર બ્રિજનું કામ 13 સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય છે.

 

The post ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/02/gambhira-bridge-collapse-new-bridge-construction-vadodara/feed/ 0
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-visit-roadshow-development-projects/ https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-visit-roadshow-development-projects/#respond Mon, 25 Aug 2025 04:45:21 +0000 https://www.gujaratinside.com/?p=17210 વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર...

The post વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઑગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. અમદાવાદ આગમન બાદ વડાપ્રધાન એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી અંદાજે દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ માર્ગ પર વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે. રોડ શો પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી નિકોલ ખાતે જાહેરસભાને પણ સંબોધિત કરશે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુલ રૂ. 5477 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમાં માત્ર અમદાવાદમાં જ રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. ખાસ કરીને, રૂ. 133 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રામાપિરના ટેકરો, સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસકાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની શરૂઆત થશે.

અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સાથે જ, શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને આધુનિક માળખાગત સુવિધા ઉભી કરવા માટે ચાર-માગીય મુખ્ય માર્ગોને છ-માગીયમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ બે તબક્કામાં પૂરા થશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 1624 કરોડ રહેશે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ વડાપ્રધાન રૂ. 555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સ રાજ્યની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને શહેરી સુવિધાઓમાં મોટો ફાળો આપશે, જેનાથી ગુજરાતના વિકાસમાં નવી ગતિ આવશે.

The post વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત: અમદાવાદમાં ભવ્ય રોડ શો અને 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/25/pm-modi-gujarat-visit-roadshow-development-projects/feed/ 0