Gujarat monsoon 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-monsoon-2025/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 17 Sep 2025 04:46:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Gujarat monsoon 2025 Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-monsoon-2025/ 32 32 ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/ https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/#respond Wed, 17 Sep 2025 05:25:52 +0000 https://www.gujaratinside.com/?p=19448 અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે. હાલમાં...

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે.

હાલમાં 12 જળાશયો 80 થી 90 ટકા જળસ્તર વચ્ચે હોવાથી એલર્ટ પર છે, જ્યારે 17 જળાશયો 70 થી 80 ટકા જળસ્તર વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. 70 ટકાથી ઓછું જળસ્તર ધરાવતા 32 જળાશયો પણ રાજ્યમાં છે.

રીજનલ લેવલ પર જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13 અને દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર હાલમાં 92.47 ટકા જળસ્તર સાથે સંતોષકારક સ્થિતિમાં છે.

રાજ્યના જળસંચય વિભાગ મુજબ સતત વરસાદ અને નદી-નાળામાં આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જળાશયોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

 

The post ગુજરાતના જળાશયોમાં 91% જળસ્તર, 111 છલકાયા, 145 હાઈ એલર્ટ પર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/gujarat-dams-91-percent-water-level-111-overflowing/feed/ 0
હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/ https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/#respond Sat, 30 Aug 2025 05:02:07 +0000 https://www.gujaratinside.com/?p=17757 ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે કલાકમાં...

The post હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં મોન્સૂન ફરી મેહેરબાન થયો છે, જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક વરસાદને કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા બે કલાકમાં રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ હાલોલમાં પડ્યો હતો, જ્યાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુવામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચ વરસાદ થયો હતો.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને હવામાનની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

 

The post હાલોલમાં મેઘરાજાનો ધમાકેદાર વરસાદ: 2 કલાકમાં 7 ઈંચ, રસ્તા નદીમા ફેરવાયા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/30/heavy-rain-in-halol-panchmahal-7-inch-in-2-hours/feed/ 0
અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ https://www.gujaratinside.com/2025/08/26/sabarmati-river-water-release-ahmedabad-alert/ https://www.gujaratinside.com/2025/08/26/sabarmati-river-water-release-ahmedabad-alert/#respond Tue, 26 Aug 2025 07:10:54 +0000 https://www.gujaratinside.com/?p=17338 ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને સુભાષબ્રિજ પર નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને...

The post અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને સુભાષબ્રિજ પર નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને આજે પણ હાઇ એલર્ટ જાહેર કરાયું છે.

સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવર ખાતે નીછવાસમાં હાલ 96,234 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના નીચવાસમાં 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં ક્રમશઃ વધારો થવાની સંભાવના છે. નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે, અને સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચોમાસું આ સિઝનમાં સરેરાશ 27.50 ઈંચ વરસાદ સાથે 80% પૂરું થઈ ચૂક્યું છે. રાજ્યના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોનો સરેરાશ જળસ્તર 78.82% છે, જેમાંથી 59 જળાશયો છલોછલ થયા છે અને 78 જળાશયો હાઇ એલર્ટ હેઠળ છે.

 

The post અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/26/sabarmati-river-water-release-ahmedabad-alert/feed/ 0