gujarat monsoon update Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-monsoon-update/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Wed, 20 Aug 2025 13:16:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png gujarat monsoon update Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/gujarat-monsoon-update/ 32 32 વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો https://www.gujaratinside.com/2025/08/20/valsad-heavy-rain-kaprada-7-5-inch-waterlogging/ https://www.gujaratinside.com/2025/08/20/valsad-heavy-rain-kaprada-7-5-inch-waterlogging/#respond Wed, 20 Aug 2025 13:16:32 +0000 https://www.gujaratinside.com/?p=16816 રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ નોંધાયો છે. પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે...

The post વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે (20 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 4.2 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ નોંધાયો છે. પારડીમાં 4.7 ઇંચ અને વાપીમાં 4.6 ઇંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી શહેરના નવા અને જૂના રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહારમાં ખલેલ પહોંચી છે. ઉમરગામ તાલુકાના નાહુલી, સંજાણ અને ભિલાડ અંડરપાસ પણ પાણીમાં સપાટી પર આવી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

વલસાડ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં 6.1 ઇંચ અને દમણમાં 4 ઇંચ વરસાદ નોંધાતા આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ સાવચેતી રાખે અને નદી કિનારાના વિસ્તારોમાં ન જાય.

 

The post વલસાડમાં મેઘરાજાનો પ્રહાર: કપરાડામાં 7.5 ઇંચ વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/20/valsad-heavy-rain-kaprada-7-5-inch-waterlogging/feed/ 0
ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/ https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/#respond Sun, 17 Aug 2025 11:15:10 +0000 https://www.gujaratinside.com/?p=16534 ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ,...

The post ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. આજે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

18 ઓગસ્ટની આગાહી મુજબ, પોરબંદર, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.

19 ઓગસ્ટે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા અન્ય 29 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

20-21 ઓગસ્ટ દરમ્યાન, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે. રાજકોટ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા બાકી જિલ્લાના મોટા ભાગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને 21 ઓગસ્ટે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

22-23 ઓગસ્ટની આગાહી મુજબ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જુનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

 

The post ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25થી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/heavy-rain-forecast-6-days-gujarat-alert/feed/ 0
જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/ https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/#respond Thu, 14 Aug 2025 10:51:10 +0000 https://www.gujaratinside.com/?p=16213 ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...

The post જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. 16મી ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનો મોજો રહેશે.

17મી અને 18મી ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી શકે છે. 17મી ઓગસ્ટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 18મી ઓગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

19મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 20મી ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદ માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે.

હાલમાં ગુજરાતમાં સરેરાશ 64 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, જે આશરે 22 ઈંચ છે. ખેતીનું કામ લગભગ 82 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે અને સરદાર સરોવરમાં 78 ટકા પાણી ભરાયું છે.

 

The post જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/14/rain-alert-in-gujarat-janmashtami-heavy-rain-forecast/feed/ 0
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/ https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/#respond Mon, 28 Jul 2025 05:44:36 +0000 https://www.gujaratinside.com/?p=15647 ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...

The post મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ

રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના 5, ભાવનગરના 4 અને સુરેન્દ્રનગરના 3 જળાશયોનો સમાવેશ થાય છે. 62 જળાશયો 70 થી 100 ટકા જળસ્તર સુધી પહોંચી ગયા છે, જ્યારે 38 જળાશયોમાં 25 થી 50 ટકા પાણી છે. તેમ છતાં, હજુ પણ 36 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે.

હાલમાં 48 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત, 21 જળાશયો એલર્ટ હેઠળ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહની સ્થિતિ

રાજ્યના મુખ્ય સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ ક્ષમતાના 60.72 ટકા જેટલું પાણી ભરાયું છે. રીજિયનવાઇઝ જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 66 ટકા, દક્ષિણ ગુજરાતમાં 61 ટકા, કચ્છમાં 56 ટકા અને સૌરાષ્ટ્રમાં 66 ટકા જેટલું જળસ્તર નોંધાયું છે.

The post મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/07/28/gujarat-dams-water-level-2025-high-alert/feed/ 0